Fusarium oxysporum f. sp. ricini
ફૂગ
આ રોગ યુવાન રોપાથી લઈને એરંડાના પરિપક્વ દાણા સુધીના કોઈપણ તબક્કે છોડ પર હુમલો કરી શકે છે. શરૂઆતમાં, નીચલા પાંદડા નમી પડે છે અને પીળા પડી જાય છે. જેમ જેમ રોગ વધે છે, તેમ તેમ આ પીળો રંગ છોડની ઉપર તરફ વધે છે, પાંદડા આખરે સુકાઈ જાય છે અને ખરી પડે છે. ક્યારેક, પાંદડાની ફક્ત એક બાજુ અથવા એક જ ડાળી સુકાઈ જાય છે જ્યારે બાકીનો છોડ થોડા સમય માટે સામાન્ય દેખાય છે. જો તમે કોઈ રોગગ્રસ્ત છોડને મૂળમાંથી ઉખાડી ડાળી અથવા મુખ્ય મૂળને કાપીને જુઓ તો તેમાં તમને ઘેરા કથ્થઈ કે કાળા રંગના પટ્ટા દેખાશે. આ સંકેત છે કે પાણીનું વહન કરતી નળીમાં અવરોધ નિર્માણ થયો છે. ખૂબ જ નાના છોડમાં, જમીન પાસે આવેલી ડાળી સુકાઈ શકે છે, જેના કારણે રોપા પડી જાય છે અને ઝડપથી નાશ પામે છે.
વિકલ્પ તરીકે બીજ અથવા જમીનને ફાયદાકારક ફૂગ અથવા બેક્ટેરિયા જેવા ઉપયોગી સૂક્ષ્મજીવાણુઓથી સારવાર આપવાનો સમાવેશ થાય છે. આ "સારા" સૂક્ષ્મજીવાણુઓ મૂળની આસપાસ ઉગે છે અને ઢાલની જેમ કાર્ય કરે છે, જેનાથી રોગ પેદા કરતી ફૂગ માટે મૂળમાં પ્રવેશવું મુશ્કેલ બને છે. લીમડા કે અથવા સરસવના ખોળ જેવા કાર્બનિક પદાર્થો જમીનમાં ઉમેરવાથી માટીમાં રહેતા અન્ય ઉપયોગી જીવનને પ્રોત્સાહન મળે છે જે કુદરતી રીતે રોગ સામે લડી શકે છે. જમીનને સ્વસ્થ રાખવા માટેની યોજનારૂપે રોગ દેખાય તે પહેલાં, શરૂઆતમાં જ ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ શ્રેષ્ઠ કાર્ય કરે છે.
હંમેશા નિવારક પગલાં અને જૈવિક/પર્યાવરણને અનુકૂળ સારવાર સાથે સંકલિત અભિગમનો વિચાર કરો. આ ફૂગ જમીનમાં અને છોડની અંદર ઊંડે સુધી રહે છે તેથી રસાયણોથી આ રોગનું સંચાલન કરવું મુશ્કેલ છે. મોટેભાગે સંચાલન માટે બીજને રોપતા પહેલા જ તેને સુરક્ષિત રાખવા પર ધ્યાન આપવામાં આવે છે જેથી ફૂગ વિકાસ પામતાં યુવાન મૂળ પર હુમલો ન કરે. એકવાર ખેતરમાં છોડ સુકાવાના ચિહ્નો દેખાય કે ત્યારબાદ પાંદડા પર છંટકાવ કરવાથી આ ચેપ મટશે નહીં. ફૂગને છોડમાં પ્રવેશતા અટકાવવા માટે માટી અને બીજને સ્વસ્થ રાખવા પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે.
આ રોગ એક ફૂગથી થાય છે જે જમીનમાં રહે છે અને ભલે એરંડાનો છોડ ન હોય તપ પણ ઘણા વર્ષો સુધી ત્યાં ટકી શકે છે. તે માટીમાં અથવા જૂના છોડના અવશેષો પર સખત, નિષ્ક્રિય બીજ તરીકે ટકી રહે છે. આ ફૂગ મૂળ દ્વારા છોડમાં પ્રવેશ કરે છે, ઘણીવાર વિકાસ અથવા માટીમાં રહેતા જંતુઓએ બનાવેલ નાના ઝખ્મ દ્વારા તે છોડમાં પ્રવેશ કરે છે. એકવાર અંદર ગયા પછી, તે મૂળમાંથી પાંદડા સુધી પાણી અને પોષક તત્વોનું વહન કરતી પેશીઓમાં વિકાસ પામે છે. આ ફૂગ એવું નુકશાનકારક તત્વ ઉત્પન્ન કરે છે જે છોડની પાણી તથા પોષક્તત્વોનું વહન કરતી રચનાઓમાં અવરોધ નિર્માણ કરે છે, જેના કારણે છોડ પાણીથી વંચિત રહે છે. આ રોગ ચેપગ્રસ્ત માટી, ખેતરમાં ફરતા પાણી અને દૂષિત બિયારણ દ્વારા ફેલાય છે. તે ગરમ માટીમાં વધુ વિકાસ પામે છે અને જ્યાં એરંડાને વારંવાર ઉગાડવામાં આવે તેવા ખેતરોમાં વધુ ગંભીર બને છે.