ગાજરમાં સુકારો

ગાજર

ગાજરમાં સુકારો

Alternaria dauci

ફૂગ

ટૂંકમાં

  • પાંદડાની ટોચ અને કિનારીઓ પર ઘેરા કથ્થઈ કે કાળા રંગના ટપકાં.
  • પાંદડા બળેલા અને કરમાયેલા દેખાય છે.
  • નીચલા, જૂના પાંદડાને પહેલા અસર થાય છે.
  • પાંદડાંની દાંડી સુકાઈને નાશ પામી શકે છે, પાંદડા ખરી જાય છે.

માં પણ મળી શકે છે

1 પાક
ગાજર

ગાજરમાં સુકારો

ગાજર

લક્ષણો

ચેપના શરૂઆતના ચિહ્નો તરીકે નીચે તરફ રહેલ જૂના પાંદડાઓની કિનારી અને છેડા પર નાના, અનિયમિત આકારના, ઘેરા કથ્થઈ કે કાળા રંગના જખમ દેખાય છે. આ જખમ વિભિન્ન કદના હોઈ શકે છે અને તેની ફરતે પીળા રંગની કિનારી હોઈ શકે છે. સમય જતાં, આ ટપકાંઓ વિસ્તરે છે અને એકરૂપ થાય છે, જેનાથી પાંદડા ક્ષતિગ્રસ્ત, બળેલા હોય તેવા દેખાય છે. ગંભીર રીતે અસર પામેલા પાંદડા સુકાઈ જાય છે અને નાશ પામે છે. ખુબ જ પ્રભાવિત તબક્કામાં, આ મોટા જખમ પાંદડાની દાંડી પર પણ વિકસી શકે છે, ક્યારેક તેને સંપૂર્ણ પણે નાશ કરે છે જેથી પાંદડા તૂટી જાય છે. ક્યારેક, આ રોગકારક જીવાણુ નાના રોપાઓને માટીની સપાટી પાસેના અથવા તેની તુરંત નીચેના ભાગને ચેપ લગાડે છે, જેના કારણે છોડ ઢળી પડે છે. યાંત્રિક રીતે લણણી કરતી વખતે રોગગ્રસ્ત પાંદડા દાંડી પાસેથી તૂટી જવાની સંભાવના છે, જેના કારણે મૂળ જમીનમાં જ રહી જઈ શકે છે

ભલામણો

જૈવિક નિયંત્રણ

ફૂગ નિર્માણ જ ન થાય તે રીતે સારવાર કરો. કોપર આધારિત ઉત્પાદનોએ રોગ પર અસર કરે છે અને કેટલાક તારણોમાં ફૂગનો સામનો કરવા માટે ટ્રાઇકોડર્મા અને બેસિલસ પ્રજાતિના ઉપયોગનો પણ ઉલ્લેખ છે. બધા જૈવિક નિયંત્રણોની જેમ, ગાજરની પ્રજાતિ અને પર્યાવરણીય પરિસ્થિતિ પ્રમાણે અસરકારકતા બદલાઈ શકે છે. શ્રેષ્ઠ પરિણામ માટે હંમેશા જૈવિક સારવારને પારંપરિક અને નિવારક પગલાં સાથે લાગુ કરવાનું વિચારો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, નિવારક પગલાં અને જૈવિક સારવાર સાથે હંમેશા સંકલિત અભિગમનો લેવાનો વિચાર કરો. પ્રારંભિક લક્ષણો દેખાય કે તરત ફૂગનાશકનો ઉપયોગ શરૂ થવો જોઈએ, અથવા ભેજવાળા વિસ્તારોમાં જ્યાં રોગ સામાન્ય રીતે જોવા મળે છે ત્યાં નિવારક પગલાં તરીકે કરવો જોઈએ. પાક ઘટાદાર બને પછી સંપૂર્ણપણે આવરી લે એવો ઉપચાર મુશ્કેલ બને છે, તેથી પ્રારંભિક સમયમાં ઉપયોગ વધુ અસરકારક રહે છે. રોગના કણોમાં પ્રતિકાર વિકાસ ન પામે તે માટે ફૂગનાશક બદલતા રહો. ફુગનાશકને કોપર-આધારિત ઉત્પાદનો સાથે પણ બદલી શકાય છે અને જેણે અલ્ટરનેરિયા પાંદડાના સુકારા ના રોગ સામે અસરકારકતા દર્શાવી છે, અને વધુમાં તે બેક્ટેરિયા દ્વારા નિર્માણ થતાં પાંદડાના સુકારાને અટકાવવામાં પણ મદદ કરી શકે છે.

તે શાના કારણે થયું?

આ રોગ અલ્ટરનેરિયા ડાઉસી નામની ફૂગથી થાય છે, જે ચેપગ્રસ્ત અથવા દૂષિત બિયારણ દ્વારા ફેલાય છે અને ઠંડી ઋતુ દરમિયાન ચેપગ્રસ્ત પાકના અવશેષો અને યજમાન ગાજરના છોડ પર ટકી શકે છે. આ ફૂગ જીવંત છોડની ભાગના અભાવમાં જમીનમાં ટકી શકતી નથી. ફૂગના કણો પવન દ્વારા ફેલાય છે અને વરસાદ અથવા ઉપરથી પડતાં પાણી વાળી સિંચાઈ પદ્ધતિ દ્વારા આજુબાજુના છોડ પર ફેલાય છે, અને પવન અને ખેતીના સાધનો દ્વારા લાંબા અંતર સુધી પણ ફેલાઈ શકે છે. મધ્યમથી ગરમ તાપમાન (16-35° સે) અને જો લાંબા સમય સુધી પાંદડા ભીના રહે તો ચેપ વધુ લાગે છે. સામાન્ય રીતે, રોગના કણને અંકુરિત થવા અને છોડને ચેપ લગાડવા માટે માત્ર 8 થી 12 કલાક પાંદડા ભીના રહેવાની જરૂર પડે છે. જેમ જેમ તાપમાન વધે છે, ચેપ માટે જરૂરી ભીનાશ ઘટે છે. સામાન્ય રીતે ઓછી ફળદ્રુપ, ખાતરની ઉણપ વાળા છોડ પર રોગની તીવ્રતા વધુ હોય છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત કરેલ રોગમુક્ત બિયારણ અને જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં પ્રતિરોધક અથવા સક્ષમ જાતોનો ઉપયોગ કરો.
  • હવાઉજાસ સારો મળી રહે અને પાંદડાઓમાં ભીનાશ ઘટાડવા માટે છોડ વચ્ચે વધુ અંતર અને વાવેતર ટેકરાવાળા ચાસનો ઉપયોગ કરો.
  • પાણી ઉપરથી પડતું હોય તે રીતે સિંચાઈ ન કરો; અને જો અનિવાર્ય જ હોય, તો દિવસ દરમિયાન સિંચાઈ કરો કે જેથી પાંદડા ઝડપથી સુકાઈ જાય.
  • પૂરતું ખાતર આપો.
  • સમયસર લણણી કરો અને લણણી પછી તરત જ પાકના કચરાને જમીનમાં ભેળવી દો.
  • રોગનું જોખમ ઘટાડવા માટે ઓછામાં ઓછા બે વર્ષ માટે અલગ અલગ પાક સાથે ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો