તમાકુ

લક્ષ્ય જેવા ગોળાકાર ટપકાં

Rhizoctonia solani

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • શરૂઆત થોડા પીળાશ પડતા (ક્લોરોસિસ) કે તેના વગર નાના, પારદર્શક ટપકાં તરીકે ડાઘથી થાય છે.
  • ડાઘ સોફ્ટબોલ કદના કે તેથી મોટા થઈ શકે છે અને લાક્ષણિક કેન્દ્રીય રીંગ જેવી ભાતથી દર્શાવે છે.

માં પણ મળી શકે છે

1 પાક
તમાકુ

તમાકુ

લક્ષણો

જમીનની નજીક આવેલા પાંદડાની સપાટી પર નાના, 2-3 મીમી કદના, સફેદ અથવા ટેન રંગના પ્રાથમિક ડાઘ દેખાય છે. જેમ જેમ રોગ વધે છે તેમતેમ તે બહારની તરફ ફેલાય છે. પ્રાથમિક ડાઘની આસપાસ સુકાયેલ રીંગ નિર્માણ થાય છે. ખેતરમાં, આવા ટપકાં પ્રથમ સૌથી નીચે આવેલા, જૂના પાંદડા પર નિર્માણ થાય છે, અને પછી સમય જતાં તે ઉપરની બાજુએ આવેલ પાંદડા તરફ આગળ વધે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ટ્રાઇકોડર્મા એસપી. ના ઉપયોગથી આર. સોલાનીમાં અસરકારક જૈવિક અવરોધ જોવામાં મળેલ છે. ટી. હાર્ઝિયનમ થી આર. સોલાનીની વૃદ્ધિ ઘટાડી શકાય છે અને તમાકુના છોડમાં રોગનું નિયંત્રણ કરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો હંમેશા પ્રતિબંધક પગલાં સાથે જૈવિક સારવારયુક્ત સંકલિત અભિગમનો ઉપયોગ કરવો. ફુગના કારણે પાંદડા પર નિર્માણ થયેલ ટપકાં માટે પાંદડાં પર મેન્કોઝેબ અને એઝોક્સિસ્ટ્રોબિન લાગુ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

ભૂમિજન્ય રોગકારક જંતુ આર. સોલાની ના કારણે નુકસાન નિર્માણ થાય છે. ફૂગ જમીનની અંદર મુખ્યત્વે હાઇફે અથવા સ્ક્લેરોશિયા તરીકે અસ્તિત્વમાં હોય છે. આ રોગ લાક્ષણિક ગ્રીનહાઉસના રોપા દ્વાર અથવા આ રોગ માટેની ફૂગ જે નૈસર્ગીક રીતે ખેતર અથવા આસપાસ હાજર હોય છે તેના દ્વારા ફેલાઈ શકે છે. સામાન્ય તાપમાન, વધુ પડતો ભેજ અને લાંબા સમય સુધી ભીના આ રોગની તરફેણ કરે છે. જ્યારે આ રોગ માટે યોગ્ય પગલાં લેવામાં ન આવે ત્યારે તે ઉપજને ગંભીર રીતે ઘટાડી શકે છે.


નિવારક પગલાં

  • પાકની ફેરબદલી અને ફૂગનાશકથી સારવાર આ બંને લાગુ કરવાથી આ રોગને અટકાવી શકાય છે.
  • તમાકુ પછી બે વર્ષનો ગાળો રાખી અને પાકની ફેરબદલીમાં સોયાબીનનો ઉપયોગ ન કરીને આ રોગની ઘટના ઓછી કરી શકાય છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો