શેરડી

પોક્કા બોંગ

Fusarium moniliforme

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • ટોચનો ભાગ વિકૃત અને ક્ષતિગ્રસ્ત અથવા સાંઠામાં વિકૃતિ.
  • કુમળા પાંદડાં આધાર તરફ પીળા રંગના દેખાવા.

માં પણ મળી શકે છે

1 પાક

શેરડી

લક્ષણો

આ રોગ મુખ્યત્વે ત્રણ તબક્કામાં વિકસે છે. પ્રથમ તબક્કે પ્રારંભિક લક્ષણો તરીકે નાના પાંદડાઓ આધાર તરફ પીળા પડે છે અને ક્યારેક પાંદડાની સમગ્ર સપાટી પર પીળા પટ્ટા દેખાય છે. પાંદડા વાંકડિયા, આમળી વાળા અને ટૂંકા હોય છે. સામાન્ય પાંદડાની સરખામણીએ અસરગ્રસ્ત પાંદડાઓનો આધારનો ભાગ ટૂંકો હોય છે. ટોચ પર સડો નિર્માણ થવો એ ખુબ જ ગંભીર તબક્કો છે જેમાં પાંદડા વિકૃત બને છે અને ફાટી જાય છે. લાલ રજકણો ઓગળી જાય છે અને શેરડીનો સાંઠો આધાર પાસેથી સડી અને સૂકાઈ જાય છે. ગંભીર ચેપના કિસ્સામાં, કળીઓ, ફણગા અને સાંઠાના અન્ય ભાગોને ગંભીર નુકસાન થાય છે. છરીના ઘા તરીકે ઓળખાતા ત્રીજા તબક્કામાં થડ અથવા સાથમાં કાપા દેખાય છે. જ્યારે પાંદડા તૂટી જાય છે, સાંઠા પર મોટા વિશિષ્ટ પીળા રંગના પટ્ટા જોવા મળે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય, વાવેતર માટે પ્રતિકારક્ષમ અથવા મહદઅંશે પ્રતિકારક્ષમ હોય તેવી પ્રજાતિનો ઉપયોગ કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. પોક્કા બોંગ રોગને અસરકારક રીતે અટકાવવા માટે કોપર ઓક્સિક્લોરાઇડ જેવા ફૂગનાશકોનો ઉપયોગ કરો.

તે શાના કારણે થયું?

ફ્યુસારિયમની વિવિધ પ્રજાતિ દ્વારા નુકસાન થાય છે: જેમ કે ફ્યુસારિયમ સુબગ્લુટિનેન્સ, ફ્યુસારિયમ સાચારી, ફ્યુસારિયમ મોનિલીફોર્મ શેલ્ડોન. આ પરોપજીવી મુખ્યત્વે પવન દ્વારા ફેલાય છે અને જંતુઓ, ખાણીયા અથવા કુદરતી રીતે પડેલ ફાટ દ્વારા આ હવાજન્ય રોગના કણો પાકના પાંદડાં, ફૂલ અને થડ પર જમા થાય છે. ચેપગ્રસ્ત ગાંઠો, સિંચાઇના પાણી, વરસાદના ઝાપટાં અને જમીન દ્વારા અન્ય રીતે ચેપ ફેલાઈ શકે છે. સામાન્ય રીતે આંશિક રીતે વિકસેલ પાંદડાની કિનારી પાસેથી ચેપ સાઠાં માં ફેલાય છે. પાંદડાની અંદર પ્રવેશેલ રોગના કણો તેની આંતરિક પેશીઓમાં વિકાસ પામે છે. આનાથી પાંદડા વિકૃતિ અને ટૂંકાં બને છે. રોગના કણનો ફેલાવો વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિઓ પર આધારિત હોય છે અને સૂકી ઋતુ બાદ નિર્માણ થતાં વધુ પડતા ભેજવાળા વાતાવરણમાં વધુ ફેલાય છે. આ પરિસ્થિતિમાં પાંદડાં પર ઝડપથી ચેપ ફેલાય છે, અને ક્યારેક પ્રતિકારક્ષમ જાતો પણ પાંદડા પર આ લક્ષણો દર્શાવે છે. સામાન્ય કુદરતી પરિસ્થિતિમાં આ જંતુ પાકના કચરામાં 12 મહિના સુધી ટકી શકે છે.


નિવારક પગલાં

  • રોગ નિર્માણ થતો અટકાવવા માટે તંદુરસ્ત સાઠાં / બિયારણ સામગ્રીનો ઉપયોગ કરો.
  • જે પાક ની 54 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 99% ભેજવાળી પરિસ્થિતિ હેઠળ 2.5 કલાક સુધી ગરમીથી સારવાર થઇ હોય તેમાંથી નિર્માણ થયેલ સાંઠાનો ઉપયોગ કરવો.
  • અસરગ્રસ્ત ખેતરમાં પાકના ફેરબદલીની આદત રાખો.
  • 'ટોચ પરથી સડેલી' અથવા 'કાપા યુક્ત' લક્ષણો દર્શાવતી શેરડી ને ખેતરમાંથી તરત જ દૂર કરવી જોઈએ.
  • અસરગ્રસ્ત ઝુમખાને મૂળ સહીત ઉખાડી સળગાવી દો.
  • શક્ય તેટલી વહેલી તકે રોગગ્રસ્ત પાકની લણણી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો