આદુ

આદુના પાંદડાં પર ટપકાં

Phyllosticta zingiberis

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાં પર પાણી સુકાવાથી નિર્માણ થતાં ટપકાં.
  • પીળા રંગની આભા અને ઘેરા રંગની કિનારીથી ઘેરાયેલ સફેદ રંગના ટપકાં.

માં પણ મળી શકે છે

1 પાક
આદુ

આદુ

લક્ષણો

કુમળા પાંદડા પર નાના, અંડાકાર, પાણી સુકાવાથી નિર્માણ થતાં ટપકાં ના સ્વરૂપમાં રોગની શરૂઆત થાય છે. બાદમાં ફરતે પીળા રંગની આભા અને ઘેરા રંગની કિનારી થી ઘેરાયેલ સફેદ રંગના ટપકાં નિર્માણ થાય છે. આ ટપકાં મોટા અને એકરૂપ થઈને સુકાયેલ જખમની રચના કરશે. જ્યારે પાંદડાંનો મોટો ભાગ આ જખમથી ભરાઈ જશે ત્યારે, તે સુકાઈ અને છેવટે નાશ પામે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આજ દિન સુધી, અમે આ રોગ સામે ઉપલબ્ધ કોઈ પણ જૈવિક નિયંત્રણ પદ્ધતિ માટે જાણતા નથી. જો તમે લક્ષણોના બનાવ અને ગંભીરતા ઘટાડવા માટે ની કોઇ સફળ પદ્ધતિ વિશે જાણતા હોય, તો અમારો સંપર્ક કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જયારે પહેલી વખત રોગ જોવા મળે ત્યારે બોર્ડેક્સનું મિશ્રણ અથવા હેક્ઝકોનેઝોલ (0.1%), પ્રોપિકોનેઝોલ (0.1%) અથવા કારીબેંડેઝીમ + મેન્કોઝેબ ધરાવતા ફુગનાશકનો છંટકાવ કરવો અને ત્યારબાદ પાંદડાં પર 20 દિવસના અંતરાલે બે વખત તેનું પુનરાવર્તન કરો.

તે શાના કારણે થયું?

ભૂમીજન્ય ફૂગ ફાયલોસ્ટિક્ટા ઝીંગીબેરીસના કારણે લક્ષણો નિર્માણ થાય છે. માટી અથવા ચેપગ્રસ્ત છોડના કચરામાં હાજર ઈંડા ના દ્વારા પ્રાથમિક ચેપ લાગે છે. પવન અને વરસાદના ઝાપટાં આગળનો ગૌણ ચેપ ફેલાવવા માટે જવાબદાર છે. વધુ પડતો ભેજ અને 20 ° સે થી 28 ° સે વચ્ચેનું તાપમાન રોગ પેદા કરતા જીવાણુના વિકાસ માટે અનુકૂળ રહે છે. રોગના કરને આદુની ગાંઠની સંખ્યા અને કદમાં નોંધપાત્ર ઘટાડો થઇ શકે છે. બે અઠવાડિયાથી જુના પાંદડાઓ સૌથી વધુ સંવેદનશીલ હોય છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો સાધારણ પ્રતિકારક્ષમતા ધરાવતી પ્રજાતિ ઉગાડો.
  • પાંદડાંને તોડીને દૂર કરો અને/અથવા ચેપગ્રસ્ત છોડને જડમૂળથી ઉખેડી નાખી તેનો નાશ કરો.
  • જમીન પર ફેલાવો ઘટાડવા લીલું ઘાસ પાથરો.
  • રોગને ઘટાડવા માટે છાંયડો કરો.
  • પાકની ફેરબદલી કરવાથી પણ રોગની ઘટના ઓછી કરી શકે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો