દ્રાક્ષ

દ્રાક્ષમાં કાટ

Phakopsora euvitis

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાની નીચેના બાજુએ નારંગી-કથ્થાઈ રંગનો પાવડર જેવું દ્રવ્ય.
  • અકાળે પાંદડાં ખરી જવા.

માં પણ મળી શકે છે


દ્રાક્ષ

લક્ષણો

શરૂઆતમાં પાંદડાંના નીચેના ભાગમાં નારંગી-કથ્થઈ રંગનું પાવડર જેવું દ્રવ્ય મળી આવે છે. પાછળથી પાંદડાંની બંને બાજુએ નાના કદના, પીળાશ કે કથ્થઈ રંગના ડાઘ દેખાય છે. જેમ જેમ રોગનો વિકસ થાય છે તે નારંગી રંગનું દ્રવ્ય, પહેલાં કથ્થઈ અને પછી લગભગ કાળા રંગનું બને છે અને મોટા ભાગમાં ડાઘ નિર્માણ કરે છે. ભારે ઉપદ્રવના કિસ્સામાં સમગ્ર છોડ પીળો અથવા કથ્થાઈ જોવા મળશે અને આખરે અકાળે પાંદડાં ખરી પડે છે. આગામી ઋતુમાં નબળું અંકુરણ જોવા મળે છે, જેના કારણે વેલાના વિકાસમાં ઘટાડો જોવા મળે છે. આ રોગના કારણે નબળું અંકુરણ, ઓછી ગુણવત્તાના ફળ અને ઉપજમાં નુકશાન થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

પાંદડાં પર સલ્ફર ધરાવતા ફૂગનાશકનો છંટકાવ કરો.ફૂગનાશક પરોપજીવી સામે સારીરીતે કાર્ય આપી શકે તે માટે વરસાદી હવામાન દરમિયાન છંટકાવ કરવાનું ટાળો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. બોર્ડેક્સ મિશ્રણ, કેપ્પાફોલ, ડાઇવ્લોલાન, પ્રોપેક્ટોનાઝોલ, ટેબકોનાઝોલ અથવા એઝોક્સવાયસ્ટ્રોબિન ધરાવતી ફૂગનાશકોનો ઉપયોગ કરો, જે પરોપજીવીની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડે છે. ત્યારબાદની ઋતુમાં દર પખવાડિયે બાયકોર (0.1%) ના 3-4 છંટકાવ કરીને વાડીમાં આ કાટ ને નિયંત્રિત કરી શકાય છે.

તે શાના કારણે થયું?

ફકોપ્સોરા વિટિસના ફૂગના કારણે લક્ષણો નિર્માણ થાય છે. ફૂગના કણ છોડના કચરા અને વૈકલ્પિક યજમાનો પર ટકી રહે છે અને પવન દ્વારા ફેલાય છે. નારંગી રંગીન કણોના સ્વરૂપમાં પાંદડાઓની નીચલી સપાટી પર રહેલ ટપકાંઓમાં આ રોગ ઉત્પન્ન થાય છે. ઉપરની સપાટી પર ઘેરા રંગની સુકાયેલ ફોલ્લીઓ સાથે, પાંદડાની નીચલી બાજુએ યુરેડીનોસ્પોર્સ ના પીળા રંગના દ્રવ્ય પાંદડાની નીચેની બાજુએ ઉત્પન્ન થાય છે. 20° સે ઉપરનું તાપમાન અને ભેજવાળું હવામાન રોગના વિકાસ માટે મદદરૂપ રહે છે. પવન અને હવા દ્વારા રોગના કણોનું સરળતાથી પરિવહન થાય છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો પ્રતિરોધક જાતોનો ઉપયોગ કરો.
  • પાંદડા નીચેના ભાગ પર કાટના લક્ષણો જોવા માટે નિયમિત રીતે તમારા વેલાનું નિરીક્ષણ કરો.
  • ચેપગ્રસ્ત છોડના ભાગોને એકત્રિત કરી બાળી નાખો.
  • હવાની સારી અવરજવર માટે વેલાના વધારાના ડાળી પાંદડાં કાપી નાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો