દ્રાક્ષ

દ્રાક્ષમાં કાળા રંગનો સડો

Phyllosticta ampelicida

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાં પર ઘેરા રંગની કિનારી વાળા ટપકાં.
  • અંકુર, ડાળીઓ અને પાંદડાની દાંડીઓને પણ અસર થાય છે.
  • ફળ પર કાળા રંગનો સડો.

માં પણ મળી શકે છે


દ્રાક્ષ

લક્ષણો

પાંદડાં પર અનિયમિત રીતે ફેલાયેલ ટપકાં દેખાય છે, જે ઘેરા રંગની કિનારીથી ઘેરાયેલ હોય છે. આ ટપકાં ના લક્ષણો અંકુર, ડાળીઓ અને પર્ણદંડ પર પણ નિર્માણ થઇ શકે છે. જો પર્ણદંડને અસર થાય તો આખું પાંદડું સુકાઈ જશે. શરૂઆતમાં દ્રાક્ષ પર રાખોડી રંગની વિકૃતિ દેખાય છે, જે પછીથી લાલ-કથ્થાઈ અથવા જાંબલી ટપકાં દેખાય છે. ફળ વિકૃત થાય અને આખરે કરમાઈ અને સુકાઈને કાળા રંગના બને છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ફૂલ આવ્યા પછી તરત જ તમે બેસિલસ થરીરિએન્સિસનો છંટકાવ કરી શકો છો.

રાસાયણિક નિયંત્રણ

નિવારક પગલાં તરીકે રાસાયણિક સારવાર લાગુ કરવામાં આવે છે. મોર આવવા ના બે અઠવડીયા પેહલા કેપ્ટન + માયકોબ્યુટનિલ અથવા મેન્કોઝેબ + મેનકોબ્યુટનિલનો છંટકાવ શરૂ કરો. ફૂલો ખીલે તે પહેલાં કાર્બરીલ અથવા ઇમિડાક્લોપિડનો પણ ઉપયોગ કરી શકો છો. અને ફૂલ ખીલ્યા બાદ મેનકોઝબ + માયકોબ્યુટનિલ, ઇમિડાક્લોપ્રિડ અથવા એઝાડિરાચટીન નો ઉપયોગ કરવો. ફૂલ આવ્યાના દસ દિવસ પછી તમે વેલા પર કેપ્ટન અને સલ્ફરનું મિશ્રણ પણ લાગુ કરી શકો છો. ફૂલ આવ્યાના ત્રણથી ચાર અઠવાડિયા પછી મોટાભાગની દ્રાક્ષની જાતો ચેપને પ્રત્યે પ્રતીકરક્ષમ બની જાય છે, તેથી તે સમયે રસાયણનો છંટકાવ કરવાનું ટાળવું જોઈએ.

તે શાના કારણે થયું?

ફાયલોસ્ટીક્ટા એમ્પ્લોનિસીડા ફૂગના કારણે આ નુકસાન થાય છે. આ પરોપજીવી દ્રાક્ષના વેલા પરના અંકુર કે સુકાયેલ ફળમાં અને જમીનમાં ટકી રહે છે. રોગના કણ વરસાદ દ્વારા બહાર પડે છે અને ત્યારબાદ પવન દ્વારા ફેલાય છે. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને સતત 6 કલાક સુધી પાંદડા પરની ભીનાશ રોગના ફેલાવા માટે અનુકૂળ રહે છે. ફૂગ માટે ગરમ અને ભેજવાળું હવામાન સારું રહે છે. ફળની ઉપજમાં ઘટાડો થાય છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો પ્રતીકારક્ષમ જાતો પસંદ કરો.
  • વેલા પરથી સુકાયેલ ફળ દૂર કરો.
  • કાપણી પછી ચેપગ્રસ્ત લાકડા અને ડાળીઓને દૂર કરીને તેનો નાશ કરવો.
  • વાડીમાંથી ચેપગ્રસ્ત પાંદડાઓ દૂર કરો.
  • તમારી દ્રાક્ષની વાડીમાંથી નીંદણને દૂર કરો.
  • યોગ્ય હવાઉજાસ મળી રહે તેની ખાતરી કરો.
  • નવા અંકુર ફૂટવાના ચાલુ થાય તે પહેલા દર વર્ષે તમારા વેલા પરથી વધારાના ડાળી પાંદડાં દૂર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો