દ્રાક્ષ

દ્રાક્ષમાં કડવો સડો

Greenaria uvicola

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાકી ગયેલા ફળ પર ઘેરાં રંગના ચાઠાં.
  • મેસ વાળા અનિયમિત કદના કાળા રંગના ફળો.
  • કડવો અને મેસ જેવો સ્વાદ.

માં પણ મળી શકે છે


દ્રાક્ષ

લક્ષણો

દ્રાક્ષના ફળ પર સૌથી વધુ અને સ્પષ્ટ લક્ષણો જોવા મળે છે. પ્રારંભિક લક્ષણ તરીકે પરિપક્વ બનતાં ફાળો પર કથ્થાઈ રંગના, પાણીના ભરાવાના કારણે નિર્માણ થતાં ઘા જોવા મળે છે. ફળો પાકવાની શરૂઆત થતાં તે ચેપ પ્રત્યે સંવેદનશીલ બની જાય છે. એકવાર ફળો પર ચેપ લાગ્યા બાદ તે નરમ બને છે અને તેની સપાટી પર એક રિંગ આકારમાં નાના ફૂગના માળખાં જોવા મળે છે. ડાઘ રિંગ્સમાં ઝડપથી ફેલાય છે અને સામાન્ય રીતે ટૂંક સમયમાં જ આખા ફળને આવરી લે છે. જ્યારે આછા રંગના ફળોને ચેપ લાગે છે, ત્યારે તેઓ કથ્થાઈ રંગના બને છે. 2 થી 3 દિવસ પછી, દ્રાક્ષની છાલ પર કાળા રંગની ફોલ્લીઓ જોવા મળે છે. ભેજવાળી પરિસ્થિતિઓમાં, આ ફોલ્લીઓ ભેગી મળી ફળની સપાટી પર એક ગુમડા જેવો અનિયમિત આકાર બનાવે છે. ફળની છાલ ફાટી શકે છે, અને દ્રાક્ષ સુકાઈને કાળા રંગની બની શકે છે, જે કાળા રંગના સડા, ફાયલોસ્ટિક્ટા એમ્પ્લોનિકિડા, જેવું જ દેખાય છે. આ રોગના લક્ષણો કુમળા અંકુર અને દ્રાક્ષના ઝુમખાંની દાંડી પર પણ શક્યતઃ (અમુક કિસ્સાઓમાં) જોવા મળે છે. ચેપગ્રસ્ત પાંદડા પર, તેના લક્ષણો પીળા રંગની આભા વાળા નાના, સુકાયેલ, લાલ-કથ્થાઈ કણો તરીકે જોવા મળે છે. રોગના કણ અંકુર, પાંખડીઓ અને ફળની દાંડી ને પણ સંક્રમિત કરી શકે છે. જ્યારે ફળની દાંડીને ચેપ લાગે છે ત્યારે ફળ પાકે ત્યાં સુધી ફૂગ નિષ્ક્રિય રહે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

કડવા સડાની સંભાવના ઘટાડવા માટે તેલ, ફોસ્ફરસ એસિડ, પોટેશિયમ બાય-કાર્બોનેટ, પોટેશિયમ મોનોફોસ્ફેટ, ઓક્સિડેટ, સેન્દ્રીય ચા જેવા ઓછા જોખમી સંયોજનો ઉપયોગમાં લઈ શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ખાસ કરીને સંવેદનશીલ જાતોને, ગરમ મોસમ દરમિયાન ફૂલ આવવાથી લઈને લણણી સુધી ફળોને ફૂગનાશકની રક્ષણ આપો. આ રોગને ઉનાળાની શરૂઆતથી લઈને મધ્ય ભાગ સુધી પાંદડાં પીળા પાડતા કે કાળા રંગનો સડો નિર્માણ કરતા રોગ માટે ઉપયોગમાં લેવાતા ફૂગનાશકના છંટકાવ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. ખેતર અને કોઠારમાં સંગ્રહ દરમિયાન અસરકારક નિયંત્રણ માટે, આઇપ્રોડિયન 75 ડબ્લ્યુજી (0.2%), બિટર્ટોનોલ 25 ડબલ્યુપી (0.1%) અને થિયોફોનેટ મીથાઇલ (0.1%) નો છંટકાવ કરો.

તે શાના કારણે થયું?

ગ્રીનરીયા યુવિકોલા ફૂગ દ્વારા નુકસાન થાય છે, જે દ્રાક્ષની વાડીમાં લગભગ કોઈ પણ પ્રકારના પાકના કચરામાં, ખાસ કરીને સુકાયેલ દ્રાક્ષ પર, ટકી રહે છે. છોડના કચરા પર વિકાસ પામતી ફૂગની પેશીઓ રોગના કણ પેદા કરે છે. ગરમ, ભેજવાળી અને વરસાદ જેવી હવામાનની પરિસ્થિતિઓ ફૂગના વિકાસ અને રોગના કણના ઉત્પાદન માટે અનુકૂળ રહે છે. રોગના કણો દ્રાક્ષના સંપર્કમાં આવ્યાના એક અઠવાડિયા પછી અને જો દ્રાક્ષ ક્ષતિગ્રસ્ત હોય તો તે પહેલા તેની પર રોગના લક્ષણો દર્શાવે છે. સામાન્ય રીતે નીચા તાપમાને તે સક્રિય હોય છે. ફળ પર હાજર રોગના કણ વરસાદ ના કારણે અન્ય ફળોમાં ફેલાઈ શકે છે અને તે પછી આગળના ચેપનું કારણ બને છે. કડવો સડો એ કેટલીક વાર કાળા સડાના રોગ જેવો દેખાય છે; જો કે, કાળા રંગનો સડો નિર્માણ કરતી ફૂગ અપરિપક્વ ફળોને ચેપ લગાડે છે જ્યારે કડવો સડો માત્ર પરિપક્વ ફળોને ચેપગ્રસ્ત કરે છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો, પ્રતિકારક્ષમ અથવા મોડી પાકતી જાતોનો ઉપયોગ કરો.
  • સારા હવાઉજાસ મળી રહે તે માટે નીંદણ અને પરોપજીવી વનસ્પતિ નું નિયંત્રણ કરો.
  • યોગ્ય કાપણી અને વ્યવસ્થિત વેલ અથવા પાંદડાના એકસરખા વિકાસ માટે વધારાના અંકુરને દૂર કરવાની આદત રાખો.
  • જો શક્ય હોય તો પવનની દિશામાં ચાસ બનાવો.
  • દ્રાક્ષના ફળ પર ઘા ન પડે તે માટે જંતુઓ, પક્ષીઓ અને અન્ય રોગોને નિયંત્રિત કરવા જોઈએ.
  • તમારી દ્રાક્ષની વાડીમાં યોગ્ય સ્વચ્છતા જાળવી રાખો.
  • વેલમાંથી સુકી દ્રાક્ષને દૂર કરો.
  • ફૂગથી થતાં નુકસાનને ઓછું કરવા માટે પાકના કચરાને દૂર કરો અને તેનો નાશ કરો.
  • રોગના કણની સંખ્યાને નોંધપાત્ર રીતે ઘટાડવા માટે જૂના વેલા, ઝૂમખાં અને અન્ય છોડના ભાગોને કાપીને દૂર કરો અને તેનો નાશ કરો.
  • વાડીમાં સારો હવાઉજાસ મળી રહે તે માટે વેલાની ઉપરની સપાટી પર આવેલ સુકાઇ ગયેલ (શુષ્ક-કડક) ફળો દૂર કરો.
  • હવાની સારી અવરજવર રહે અને પાંદડા લાંબા સમય સુધી ભીના ન રહે તે માટે ઋતુ દરમિયાન વેલાની યોગ્ય દેખરેખ રાખો.
  • યોગ્ય રીતે પાંદડાની કાપણી કરવાથી વેલા પરના પાંદડાં ઝડપથી સુકાઈ જાય છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો