સફરજન

સફરજનમાં માર્સોનીના ફોલ્લા

Diplocarpon mali

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • ચેપગ્રસ્ત પાંદડાઓ, ખુબ જ ઓછા ફળો.
  • પાંદડા પર નાના ટપકાં.
  • અકાળે પાંદડાં ખરી પડવા.

માં પણ મળી શકે છે

1 પાક

સફરજન

લક્ષણો

ઉનાળાના અંતમાં પરિપક્વ પાંદડાઓની ઉપરની સપાટી પર ઘેરા રંગના (5-10 મિમિ) ટપકાં દેખાય છે. વસંતઋતુમાં વરસાદ બાદ અને ઉનાળાની શરૂઆતના મહિનામાં લક્ષણો ચોક્કસપણે દેખાય છે. સફરજનના છોડના કુમળા પાંદડાં કરતાં વિકસિત પાંદડા આ રોગ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. સામાન્ય રીતે ટપકાં રાખોડી-કથ્થાઈ રંગના અને તેની ટોચ જાંબલી હોય છે. આ રોગના લક્ષણો તરીકે પાંદડાની ઉપરની સપાટી પર ઘેરા લીલા રંગના ગોળાકાર ચાઠાં દેખાય છે જે 5-10 મીમી કથ્થાઈ રંગની ફોલ્લીઓ નિર્માણ કરે છે, જે આગળ જતાં ઘેરા કથ્થાઈ રંગના બને છે. પરિપક્વ બનતાં, તે પાંદડાની નીચલી સપાટી પર પણ વિકસ પામે છે. વ્યવસાયિક જાતોના ફળ પર ફૂગનો પ્રકોપ થઇ શકે છે જેનાથી (3-5 મિમિ વ્યાસ) ગોળાકાર ઘેરા કથ્થાઈ રંગની ફોલ્લીઓ નિર્માણ થાય છે. સપાટી પર ઘણીવાર વિષમતા પૂર્ણ ફળાઉ તત્વ દેખાય છે. જ્યારે વધુ પ્રમાણમાં ચાઠાં નિર્માણ થાય છે, ત્યારે તેઓ સંકોચાય છે અને આસપાસનો ભાગ પીળા રંગનો થાય છે. આના જેવા ગંભીર ઉપદ્રવના કારણે પાનખર સર્જાય છે. ફળને ફૂગનો પણ ચેપ લાગી શકે છે, જોકે તે સામાન્યરીતે જોવા મળતું નથી.

Recommendations

જૈવિક નિયંત્રણ

એસિડ-ક્લે માયકો-સીન, અથવા ફૂગુરન (કોપર હાઇડ્રોક્સાઇડ), કયુરેશીઓ(લાઇમ સલ્ફર), અથવા સલ્ફર, આ દરેક ઉત્પાદનના દર વર્ષે 10-12 સ્પ્રે કરો. ઉપરાંત, શિયાળા ઉપરાંત ટકી રહેતાં પાંદડાઓ પર યુરિયાને લાગુ કરવાથી પ્રાથમિક વસાહતોનું સ્તર ઘટાડે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. સારવાર કરવા કરતાં નિવારક રીતે ફૂગનાશકનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે. મૅન્કોઝેબ, ડોડીન અને ટ્રિફ્લોક્સીસ્ટ્રોબિન જેવા સક્રિય ઘટકો ધરાવતા ફૂગનાશકનો ઉપયોગ કરો, જે રોગની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો કરે છે. લણણી પછી કોપર-ઓક્સિક્લોરાઇડ લાગુ કરી શકાય છે. અસરકારક નિયંત્રણ અને જંતુની પ્રતિકાર ક્ષમતામાં વધારો ન થાય તે માટે ડોડીન + હેક્સાકોનાઝોલ, ઝિનેબ + હેક્સાકોનાઝોલ, મેન્કોઝબ + પાયરકોલોસ્ટ્રોબિનના સંયોજનો યુક્ત ફૂગનાશકનો ઉપયોગ કરો. મૅન્કોઝબ (0.3%), કોપર ઓક્સિક્લોરાઇડ (0.3%), ઝિનેબ (0.3%), અને એચએમ 34.25 એસએલ (0.25%), ડોડીન (0.05%) અને ડિથિયનન (0.05%) ખેતરમાં સંપૂર્ણપણે રોગને નિયંત્રણ કરે છે.

તે શાના કારણે થયું?

આ રોગ ડિપોકાર્પન માલીના ફૂગને કારણે થાય છે. ફૂગને સ્પષ્ટ લક્ષણો દર્શાવવા માટે લગભગ 40 દિવસ લાગે છે. સામાન્ય રીતે પ્રાથમિક ચેપ શિયાળા દરમિયાન ટકી રહેલ પાંદડા પર ઉત્પન્ન થયેલ રોગકણો ને કારણે થાય છે. સામાન્ય રીતે રોગકણોના ફેલાવા માટે વરસાદ જરૂરી હોય છે. ચેપ માટે, અનુકૂળ પરિસ્થિતિઓમાં 23.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 20 મીમી વરસાદનો સમાવેશ થાય છે. તેના વિકાસ માટે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને દૈનિક 20 મીમી વરસાદ જરૂરી હોય છે. સફરજનના ફળ વિકાસના તબક્કા દરમિયાન 20-22 ડિગ્રી સેલ્સિયસ જેટલું સામાન્ય તાપમાન અને વધુ વરસાદમાં આ રોગ વધુ ફેલાય છે.


નિવારક પગલાં

  • સફરજનની કોઈપણ જાત માર્સોનીના ફોલ્લા પ્રત્યે પ્રતિકાર ધરાવતી નથી, તેમ છતાં, ગ્રેની સ્મિથ અને ગિબ્સન ગોલ્ડન થોડા પ્રતિકારક્ષમ છે.
  • રોયલ ડિલિશિયસ, ગોલ્ડન ડિલિશિયસ અને સ્કાર્લેટ સ્પુરની ખેતી કરશો નહિ કારણ કે તે ખૂબ જ સંવેદનશીલ છે.
  • પાનખરમાં ખરી પડેલાં પાંદડાઓનો નાશ કરીને ડિપોકાર્પન મેલીના બીજકણને નાબૂદ કરો.
  • ખરી પડેલા પાંદડાને સળગાવી અને દાટી દઈને યોગ્ય સ્વચ્છતા જાળવી રાખવાની આદત રાખો.
  • વાડીમાં યોગ્ય સ્વચ્છતા અને કાપણી દ્વારા રોગની ઘટનાને નિયંત્રિત કરી શકાય છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો