ભીંડો

ભીંડાના પાંદડાં પર સર્કોસ્પોરા ટપકાં

Cercospora malayensis

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાની નીચલી બાજુ પર કથ્થઈ રંગની અનિયમિત આકારની ટપકાં.
  • પાંદડા કરમાવા અને સુકાવા.
  • પાનખરનું નિર્માણ થવું.

માં પણ મળી શકે છે

1 પાક

ભીંડો

લક્ષણો

શરૂઆતમાં, પાંદડાની નીચેની બાજુએ કથ્થઈ રંગના અનિયમિત આકારના ટપકાં દેખાય છે. મોટાભાગે જમીનની નજીક રહેલા જૂના પાંદડા રોગથી પ્રભાવિત થાય છે. રોગ જેમજેમ વધે તેમતેમ પાંદડા સુકા અને કથ્થઈ બની જાય છે અને ત્યારબાદ તે વળીને આખરે ખરી પણ શકે છે. ગંભીર ઉપદ્રવના કિસ્સામાં, છોડ પરથી પાંદડાં સંપૂર્ણપણે ખરી શકે છે. શરૂઆતમાં, નીચેની તરફ આવેલ પાંદડા પર ઓલિવ જેવા રંગના કણો તરીકે રોગના લક્ષણો સ્પષ્ટપણે દેખાય છે. પાછળથી, આખા પાંદડાં પર કથ્થઈ રંગની ફૂગથી પથરાઇ જાય છે. ગંભીર કિસ્સામાં, પાંદડાની ઉપરની સપાટી પર સુકાયેલ ટપકાં પણ જોઈ શકાય છે. ચેપગ્રસ્ત પાંદડા આખરે સુકાઈને ખરી પડે છે. આ રોગ નીચલા પાંદડા પરથી ઉપર તરફ આગળ વધે છે અને થડ તથા ફળોને ચેપ લગાડી, આવા જ લક્ષણો નિર્માણ કરે છે. પી. એબેલમોશિ ફૂગ જે કાળા રંગના કોણીય ટપકાં બનાવે છે, તેવું લાગી શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આજ સુધી, અમને આ રોગ સામે કોઈપણ જૈવિક નિયંત્રણની પદ્ધતિ વિશે ખબર નથી. જો તમે ઘટનાઓ અથવા લક્ષણોની તીવ્રતાને ઘટાડવા માટે કોઈ સફળ પદ્ધતિ વિશે જાણતાં હોવ તો, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં અને જૈવિક સારવાર સાથે હંમેશાં એક સંકલિત અભિગમ પર વિચાર કરો. બપોરે પાંદડાઓની નીચલા બાજુ પર ફૂગનાશકનો છંટકાવ કરવો. વાવણીના એક મહિના બાદ કોપર ઓક્સિક્લોરાઇડ @ 0.3%, @ 0.25% મેન્કોઝેબ અથવા @ 0.2% ઝીનેબ નો રક્ષણાત્મક ફુગનાશક તરીકે છંટકાવ કરવો અને તેની તીવ્રતાના આધારે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો.

તે શાના કારણે થયું?

સર્કોસ્પોરા મલયેન્સીસ અને સર્કોસ્પોરા એબેલોસ્ચી ફૂગ દ્વારા પાંદડાં પર ટપકાં નિર્માણ થાય છે. તે જમીનમાં રહેલ ચેપગ્રસ્ત છોડના કચરા પર નિષ્ક્રિય કાળમાં ટકી રહે છે અને આ રીતે ભીંડાના મૂળ અને નીચલા પાંદડાને ચેપ લગાડે છે. ત્યારબાદ રોગના કણો પવન, વરસાદ, સિંચાઇ અને યાંત્રિક સાધનો દ્વારા આગળ વધુ ફેલાય છે. ફૂગ માટે ગરમ અને ભેજવાળું હવામાન અનુકૂળ રહે છે, તેથી ભેજવાળા મોસમ દરમિયાન પાંદડાં પર ટપકાં જોવા મળવા ખૂબ જ સામાન્ય છે. વરસાદ અને વધુ ભેજ ના કારણે રોગના વિકાસ અને પાંદડા પર પરોપજીવીના વિકાસને અનુકૂળતા રહે છે.


નિવારક પગલાં

  • ફક્ત પ્રમાણિત બિયારણનો જ ઉપયોગ કરો અને પાંદડાં પવનથી સુકાઈ શકે તે માટે તમારા પાકને પૂરતા અંતરે વાવો.
  • તમારા ખેતરનું નિયમિતપણે નિરીક્ષણ કરો અને ચેપગ્રસ્ત પાંદડાને યોગ્ય રીતે દૂર કરો (તેને બાળી નાખવા એ પણ એક વિકલ્પ છે).
  • નિંદણનું યોગ્ય રીતે સંચાલન કરવું પણ સલાહ ભરેલું છે.
  • છોડને પૂરતું પાણી અને ખાતર પૂરું પાડો.
  • સાંજ કરતાં સવારમાં સિંચાઈ કરો, અને ઉપરથી પડતાં પાણી યુક્ત સિંચાઇ અને પાણીનો યોગ્ય નિકાલ થઇ શકતો ન હોય તેવી જમીનનો ઉપયોગ ટાળો.
  • બિન-યજમાન પાક સાથે પાકની ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો