કેરી

કેરી પર ભીંગડાં

Elsinoë mangiferae

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • ફળ પર નાના કાળા રંગના જખમની રચના.
  • દૂષિત થડ રાખોડી ઝખ્મ સાથે સહેજ સોજા વાળું દેખાય છે.
  • પાંદડા પર આછી આભા સાથે કથ્થાઈ રંગના ટપકાં.

માં પણ મળી શકે છે

1 પાક

કેરી

લક્ષણો

એલ્સીનો મેંજીફેરે ફુગના કારણે લક્ષણો નિર્માણ થાય છે. પ્રજાતિ, છોડના ભાગ, ચેપ સમયે પેશીની વય, છોડની તાજગી અને કોમળતા જેવા વિવિધ પરિબળો પર આધાર રાખીને લક્ષણો બદલાય છે. ફળ પર નાના કાળા રંગના જખમની રચના દેખાય છે. જેમજેમ રોગની તીવ્રતા વધે છે પાંદડા પર રાખોડી રંગના, ગોળાકાર કે અનિયમિત આકારના ઝખમ દેખાય છે. પાંદડા ખરબચડા, વિકૃત થાય અને પાનખર થઈ શકે છે. ઝખમ આછા બદામી રંગના ભીંગડાંમાં ફેરવાય છે અને નબળી પેશીઓનો વિકાસ થાય છે. ગંભીરરીતે અસરગ્રસ્ત ફળો અકાળે ખરી પડે છે અને વૃક્ષ પર બાકી રહેલ ફળોની પેશીઓ નબળી પડે છે જે તેને બિન-વેચાણપાત્ર બનાવી શકે છે. દૂષિત થડની પેશીઓમાં સહેજ ઉપસેલું, રાખોડી રંગનું, લંબગોળ કે ગોળાકાર ઝખ્મ દેખાય છે. થડ પર મોટા, આછા-રાતા રંગનો, બુચ જેવો વિસ્તાર પણ જોવા મળે છે. જૂજ કિસ્સાઓમાં, જખમ પાંદડા પર પણ હોઈ શકે. પાંદડાં પર આભા સાથે કથ્થાઈ ટપકાં દેખાય છે અને તેની ધાર પર પણ જખમ વિકાસ પામે છે. પાંદડા નીચલા સપાટી પર બુચ જેવા જખમ પણ જોવા મળે છે. ગંભીર ચેપના કિસ્સામાં પાનખર થઇ શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આજદિન સુધી આ ફૂગ સામે કોઈ જૈવનિયંત્રણ પદ્ધતિઓ વિકસાવવામાં આવી નથી. જોકે, છોડના ચેપગ્રસ્ત ભાગની સારવાર માટે કોપર ધરાવતાં ફુગનાશકોથી સારવાર કરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. બે થી ત્રણ સપ્તાહના અંતરાલે ફૂલની કળી આવવાથી લઈને ફૂલ આવે ત્યાં સુધી ઓક્સીકલોરાઇડ અને હાઇડ્રોક્સાઇડ અથવા ઑકસાઈડ પર આધારિત કોપર ફુગનાશકો લાગુ કરી શકાય છે. ફૂલ અને ફળ આવવાના સમય દરમિયાન કોપરને બદલે મેન્કોઝેબનો ઉપયોગ કરવો.ભીની અવસ્થા ફૂગના ચેપની તરફેણ કરતી હોવાથી, ફૂગનાશકથી વધુ વારંવાર સારવાર જરૂરી છે. આ સાફ કરવાની કાળજીને પણ સરભર કરે છે અને સારવારની અસરકારકતા વધારી શકે છે.

તે શાના કારણે થયું?

કીચડ અને નીચાણવાળી વાડીમાં કેરી પરના ભીંગડા દેખાય છે. ફૂલ અને ફળ આવવાના પ્રારંભિક તબક્કે લાંબા સમય માટે વરસાદ આવો દેખાવ આપી શકે છે. માત્ર યુવા કુમળી પેશીઓ જ ચેપ માટે સંવેદનશીલ છે અને ફળ, અડધા કદના થયા બાદ, ચેપ પ્રત્યે પ્રતિરોધક હોય છે. તે માત્ર છોડની જીવંત પેશીઓ પર જ નભી શકે છે. ફૂગના બીજકણ વરસાદના છાંટા અથવા પવન દ્વારા ફેલાય શકે છે અને ગૌણ ચેપ માટે કારણભૂત બને છે. બીજીરીતે, તે માટીમાંના કચરામાં અસ્તિત્વ ધરાવે છે. આલક્ષણો એન્થ્રેકનોસ સાથે મળતાં આવે છે, ફક્ત બિન-ઊપસેલા જખમ જ ભીંગડાના જખમ કરતાં વિપરીત છે.


નિવારક પગલાં

  • ગંભીર અસર પામેલ વૃક્ષોમાં, વસાહતોનું પ્રમાણ ઘટાડવા માટે, અસરગ્રસ્ત જૂની ડાળીઓને કાપીને દૂર કરવું ફાયદાકારક છે.
  • ચેપ અને રોગનો ફેલાવો અટકાવવા માટે, જે જમીનમાં ટકી શકે તેવી મૃત પેશીઓને દૂર કરો અને નાશ કરો.
  • રોગના બીજકણ વરસાદના છાંટા દ્વારા સરળતાથી ફેલાઈ શકે છે, તેથી તેના ફેલાવો ઘટાડવા માટે મૃત ફાલ, શાખાઓ અને ફળને કાપણી કરી દૂર કરવું સલાહભર્યું છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો