મગફળી

ફળમાં ફૂગ

Aspergillus spp.

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • ફળના છોતરા નું વિકૃતિકરણ.
  • છોતરા ખુબજ આછા કથ્થઈ થી પીળા અથવા કથ્થઈ થાય છે.
  • ફળ માં સડો.

માં પણ મળી શકે છે


મગફળી

લક્ષણો

જો ફળ પાકવાના સમયગાળા દરમિયાન ભેજવાળી સ્થિતિ રહે તો, પિસ્તાના ફળ માં અનેક ફૂગ વૃદ્ધિ પામે છે અને સડો કરે છે. આ મુખ્યત્વે, ફળના છોતરા ના વિકૃતિકરણ મારફતે, અને કેટલાક કિસ્સામાં સુગંધવગરના અને ફિક્કા પિસ્તાના ઉત્પાદન દ્વારા જોઈ શકાય છે . વિકૃતિકરણ અને સડો ઓછો કે વધારે થશે તેનો આધાર વૃદ્ધિ થવાના દર અથવા ફૂગના પ્રકાર પર રહેલો છે. સામાન્ય રીતે, છોતરા ખુબજ આછા કથ્થઈ થી પીળા અથવા કથ્થઈ થાય છે. છોતરાંની નીચે, ફૂગના વિકાસના સંકેતો છોડા પર દેખાય છે, જે કદાચ ડાઘ હોઈ શકે છે. ખાસ કરીને ખુલતા અને જંતુઓ દ્વારા હુમલો કરવામાં આવેલ ફળો પર તે અસર કરે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આ રોગ માટે કોઈ ખૂબ જ અસરકારક જૈવિક સારવાર નથી. જોકે, તાંબા પર-આધારિત જૈવિક ફુગનાશકો નો ,જ્યારે અનુકૂળ આબોહવાની સ્થિતિમાં ઉપયોગ કરવામાં આવે તો નોંધપાત્ર અસરકારકતા દેખાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. મેગાસ્ટિગમસ પિસ્તાસીયા અને યુરીટોમા પ્લોટનીકોવી ને નિયંત્રિત કરવા માટે જંતુનાશકો નો ઉપયોગ કરો. ક્લોરોથલૉનીલ (200મીલી / 100લી) અથવા તાંબા પર આધારિત ઉત્પાદનો સાથે અસરગ્રસ્ત વૃક્ષોની નિવારક સારવાર કરો. લણણીના અંતે આ પગલાં લેવા ખૂબ જ અસરકારક છે કારણ કે તેઓ ઠંડી દરમ્યાન રોગનો ફળોમાં વસવાટ ટાળે છે. સારવારની અસરકારકતા ઉપાયનો સમય, ભલામણ કરવામાં આવેલ માત્રા નો ઉપયોગ અને છંટકાવ કરતા સાધનની ઝડપ પર આધાર રાખે છે.

તે શાના કારણે થયું?

પિસ્તાના ફળોનો સડો એસ્પરગિલ્લસ ની ઘણી પ્રજાતિઓને કારણે થાય છે, પણ પેનિસિલિયમ, સ્ટેમફિલિયમ અથવા ફૂસેરિયમ ની કેટલીક પ્રજાતિઓ દ્વારા પણ થાય છે. આ રોગ ઘણીવાર , ખાસ કરીને પિસ્તા બીજ ચાસીડ (મેગાસ્ટિગમસ પિસ્તાસીયા) અને પિસ્તા બીજ ભમરી (યુરીટોમા પ્લોટનીકોવી) ના જંતુ ઉપદ્રવ સાથે સંકળાયેલ છે. આ જીવાતો દ્વારા બનાવવામાં આવેલ છિદ્રો ફૂગ ના પ્રવેશને સરળ બનાવે છે. ફળ પાકવાના સમયગાળા દરમિયાન ઊંચું તાપમાન , ભીની અને ભેજવાળી સ્થિતિ આ રોગની તરફેણ કરે છે, જોકે એસ્પરગિલ્લસ એસપીપી. દ્વારા લાગતો ચેપ સામાન્ય કરતાં વધારે સૂકી સ્થિતિ માં થઇ શકે છે. અંધારું અને હવાની અવરજવરનો અભાવ પણ રોગ ફેલાવા માં ફાળો આપે છે. વસંત ઋતુના અંતમાં અને ઉનાળાની શરૂઆતમાં પાણીનો અભાવ ખુલી જતા ફળની સંખ્યામાં વધારો કરી શકે છે, અને તેથી રોગ ચક્રની તરફેણ કરે છે.


નિવારક પગલાં

  • પિસ્તાસીયા એટલાન્ટિકા પર કલમ ​​તરીકે લગાવો નહીં, કારણકે આનાથી વહેલા ખુલી જતા ફળો ની સંખ્યા વધે છે.દુકાળ માં ખુલી જતા ફળો ની સંખ્યા વધી જાય છે તેથી વસંત ઋતુના અંતમાં અને ઉનાળાની શરૂઆતમાં પૂરતું પાણી મળે તેની ખાતરી કરો.
  • પિસ્તા ને અંધારી , ઓછી હવાવાળી જગ્યાએ લાંબા સમય માટે સંગ્રહિત કરવાનું ટાળો.
  • મેગાસ્ટિગમસ પિસ્તાસીયા (પિસ્તા બીજ ચાસીડ) અને યુરીટોમા પ્લોટનીકોવી (પિસ્તા બીજ ભમરી) ના હુમલા ટાળો.
  • મોસમમાં પાછળથી લણણી કરવાનું ટાળો અને જયારે હવામાન ભેજવાળું અને ભીનું હોય ત્યારે લણણી કરશો નહીં.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો