કપાસ

કપાસમાં ગેરુ

Phakopsora gossypii

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાની ઉપરની બાજુ પર નાના, તેજસ્વી પીળા અથવા નારંગી રંગની ફોલ્લીઓ.
  • નીચેના ભાગમાં પણ સમાન રંગવાળી, પરંતુ થોડી મોટી અને ખરબચડી ફોલ્લીઓ.
  • તે પાંદડાના પર્ણો અને બોલ પર પણ દેખાય છે.

માં પણ મળી શકે છે

1 પાક

કપાસ

લક્ષણો

ઉષ્ણકટિબંધીય ગેરુના પ્રથમ લક્ષણો જૂનાં પાંદડા પર દેખાય છે. તે મોટાભાગે પાંદડાની ઉપરની સપાટી પર તેજસ્વી પીળા અને નારંગી જખમના સ્વરૂપમાં દેખાય છે. નીચેની બાજુ પર, સમાન રંગની ફોલ્લીઓ હોય છે, પરંતુ દેખાવમાં સહેજ મોટી અને ખરબચડી હોય છે. જેમ જેમ રોગની તીવ્રતા વધે છે, તેમ તેમ આ ફોલ્લીઓ પીળા રંગની બોર્ડર ધરાવતી મોટી અને નિસ્તેજ ભૂખરા રંગની ફંગલ ફોલ્લીમાં ફેરવાય છે. જેમ જેમ તેઓ ફૂલે છે તેમ તેમના બીજકણને મુક્ત કરે છે. ફોલ્લીઓ ઘણી વખત એકીકૃત થાય છે, અને અનિયમિત ઘેરા બદામી રંગની ફોલ્લીઓ બનાવે છે. દાંડી અને શાખાઓ પર આ ફોલ્લીઓ સામાન્ય રીતે વિસ્તરેલ હોય છે અને વધારે મોટી થતી નથી. રોગ વિકસિત થતાં છોડ અકાળે પાનખર જેવી સ્થિતિનો સામનો કરે છે, પરિણામે બોલનું કદ ઘટી જાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

કોરીમ્બિયા સિટ્રિડોરિયા (Corymbia citriodoria) ૧%, સિમ્બોપોગન નારદસ (Cymbopogon nardus) ૦.૫% અને થાઇમસ વલ્ગારિસ(Thymus vulgaris) 0.3% નો ઉપયોગ આ રોગની તીવ્રતા અને પુનરાવર્તનને ઘટાડવા માટે ઉપયોગી છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. યોગ્ય ફૂગનાશકની પસંદગી અને તેનો યોગ્ય સમયે ઉપયોગ કરવો ખુબ જરૂરી છે. હેક્સાકોનાઝોલ અને પ્રોપિકોનાઝોલ (૧-૨ મિલી/લિટર પાણી) પર આધારિત ફૂગનાશકોનો વાવણીના લગભગ ૭૫ દિવસ પછી દર ૧૫ દિવસના અંતરાલમાં ઉપયોગ કરવાથી ઉપજના નુકસાનને મર્યાદિત કરી શકાય છે. ગ્રામ્મા ઘાસમાંથી બીજકણની રચના પહેલાં મેનકોઝેબ 0.૨૫% નો છંટકાવ કરો.

તે શાના કારણે થયું?

કપાસનો ગેરુ એ એક આક્રમક રોગ છે, જે ફકોપ્સોરા ગોસિપી નામની ફૂગ દ્વારા થાય છે. તે બીજ- અથવા માટી જન્ય નથી, અને તેથી તેને જીવવા માટે જીવંત પેશીઓની જરૂર પડે છે. ઋતુ દરમિયાન, કપાસની ફોલ્લીઓ પર ઉત્પન્ન થતાં બીજકણ ખેતરની આજુબાજુ ગ્રામ્મા ઘાસ (Bouteloua spp.) ને ચેપ લગાડે છે અને તેમના પાંદડા પર વિસ્તરેલ ભૂરા અથવા કાળા રંગની ફોલ્લીઓ પેદા કરે છે. આગામી ઋતુની શરૂઆતમાં, આ ઘાસ પર ઉત્પન્ન થયેલ બીજકણો ચક્રને પૂર્ણ કરવા માટે કપાસના છોડને સંક્રમિત કરે છે. બીજકણ પાંદડાની પેશીઓમાં છિદ્રો કે ઘા કરવાની જગ્યાએ સીધા છોડના કોષોમાં જ પ્રવેશ કરે છે. ઉચ્ચ ભેજ, પાંદડાની ભીનાશ અને મધ્યમથી ગરમ તાપમાન આ રોગ માટે અનુકૂળ છે.


નિવારક પગલાં

  • વહેલી તકે વાવણી કરો અને શક્ય હોય તેટલી વહેલી પાકતી જાતની ખેતી પસંદ કરો.
  • વૈકલ્પિક રીતે, સૂકા સમયગાળાનો લાભ લેવા માટે મોડી વાવણી કરો.
  • છત્ર જલ્દીથી સુકાય તે માટે પાકની બે હરોળ વચ્ચે વધુ અંતર રાખો.
  • તમારા છોડનું નિયમિતપણે નિરીક્ષણ કરો અને વૈકલ્પિક યજમાનો, ખાસ કરીને ગ્રામ્મા ઘાસને કાપી નાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો