કેપ્સિકમ અને મરચાં

મરી માં પાઉડરી ફૂગ

Leveillula taurica

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાની નીચેની બાજુ પાવડરી, સફેદ ટપકા.
  • ઉપરની બાજુ પર પીળા ટપકા.
  • પાંદડા પર લૂછી શકાય તેવા લોટજેવું આવરણ.
  • સંક્રમિત ભાગો ચીમળાઇ ગયેલ, પાંદડા ખરી ગયેલા.
  • કદાચ છોડ મૃત્યુ પણ પામી શકે છે.

માં પણ મળી શકે છે


કેપ્સિકમ અને મરચાં

લક્ષણો

લેવેઈલ્લુલા મોટે ભાગે પાંદડાને અસર કરે છે જ્યારે દાંડીઓ અને ફળોને ક્યારેક ચેપ લાગે છે.પ્રથમ લક્ષણો માં પાંદડાંની નીચેની બાજુ પાવડરી, સફેદ ટપકા અને ઉપરની બાજુ પર વિવિધ પ્રકારના પીળા ટપકા હોય છે. પછીથી, સફેદ ,પાવડરી ટપકા ઉપરની બાજુ પર પણ વિકસે છે. જેમ જેમ રોગ વિકસે છે, ત્યારે ચેપગ્રસ્ત ભાગો ચીમળાઇ જાય છે,પાંદડા ખરી પડે છે અને છોડ મૃત્યુ પામે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

બગીચા માટે, દૂધ-પાણીનું દ્રવ્ય કુદરતી ફૂગનાશક તરીકે કામ આપી શકે છે.આ દ્રવ્યનો દરેક બીજા દિવસે પાંદડા પર છંટકાવ કરો. યજમાન અનુસાર પાવડરી ફૂગ નો પ્રકાર અલગ હોય છે, અને આ દ્રવ્ય બધા પ્રકારો માટે અસરકારક ન પણ હોઈ શકે. જો કોઈ સુધારો જોવા મળે નહી તો, લસણ અથવા સોડિયમ બાયકાર્બોનેટ ના દ્રવ્ય નો પ્રયાસ કરો. વાણિજ્ય જૈવિક સારવાર પણ ઉપલબ્ધ છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ઘણા બધા પાકો પાઉડરી ફુગના સંવેદનશીલ હોય છે તે જોતા, કોઇ ખાસ રાસાયણિક સારવારની ભલામણ કરવી મુશ્કેલ છે. વેટેબલ સલ્ફર, ટ્રાઇફ્લુમાઈઝોલ, માયકલોબૂટાનીલ પર આધારિત ફુગનાશકો કેટલાક પાકોમાં ફૂગની વૃદ્ધિને નિયંત્રિત કરી શકે છે.

તે શાના કારણે થયું?

શિયાળા દરમ્યાન ફૂગના બીજ પાંદડા ના અંકુર અને અન્ય છોડના અવશેષો ની અંદર રહે છે. પવન, પાણી અને જંતુઓ નજીકના છોડમાં બીજનું વહન કરે છે. તે એક ફૂગ છે તેમ છતાં , પાઉડરી ફૂગ સુકા વાતાવરણમાં સામાન્યરીતે વિકસી શકે છે. તે 10-12 ° સે વચ્ચેના તાપમાને જીવી જાય છે, પરંતુ 30 ° C તાપમાને તીવ્ર પરિસ્થિતિ જોવા મળે છે. રેસાદાર ફુગથી વિપરીત, થોડી માત્રામાં વરસાદ અને નિયમિત સવારનું ઝાકળ પાઉડરી ફુગના ફેલાવાને વેગ આપે છે.


નિવારક પગલાં

  • પ્રતિકારક અથવા સહિષ્ણુ જાતો નો ઉપયોગ કરો.સારી રીતે હવાઉજાસ મળી રહે તે માટે પૂરતી જગ્યા રાખી પાકનું વાવેતર કરવું.
  • ચેપગ્રસ્ત પાંદડા પર પહેલા ટપકા દેખાતા જ તેને દૂર કરો.
  • ચેપગ્રસ્ત છોડને અડક્યા પછી તંદુરસ્ત છોડને અડકશો નહી.
  • લીલા ઘાસનો જથ્થો બીજકણો ને માટીમાંથી પાંદડા પર ફેલાતા રોકી શકે છે.
  • કેટલાક કિસ્સાઓમાં, પાકની ફેરબદલી કામ કરે છે.
  • સંતુલિત પોષક પુરવઠાવાળુ ખાતર નાખો.
  • તાપમાનમાં થતા અત્યંત ફેરફારો ટાળો.
  • લણણી પછી ઊંડી ખેડ કરો અથવા છોડના અવશેષો દૂર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો