કપાસ

કપાસની ભીના વાતાવરણવાળી ફૂગ

Ascochyta gossypii

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • અંકુરિત પર્ણ અને રોપાના નીચેના પર્ણો પર ગોળાકાર, આછા ભૂરા અથવા સફેદ ડાઘ.
  • પરિપક્વ પાંદડાઓ પર પીળા જેવા ડાઘ અને ઘાટા ભૂરા રંગનું માર્જિન તથા ડાળીઓ પર વિસ્તૃત, કાળા અને ભૂરા રંગની ફૂગ.
  • ફૂલો પર આક્રમણ કરતી નથી, પરંતુ બોલ્સ અડધા ખુલી જાય છે અથવા લિન્ટ રંગવિહીન થઇ જાય છે.

માં પણ મળી શકે છે

1 પાક

કપાસ

લક્ષણો

એસ્કોચાઈટ ફૂગ સામાન્ય રીતે ઋતુની શરૂઆતમાં થાય છે. નવા અંકુરિત પર્ણો અને નીચેના પાંદડા પર આછા ભૂરા અથવા સફેદ ડાઘ દ્વારા તેને ઓળખી શકાય છે. આ ડાઘ મોટા બની શકે છે અને તેને જાંબલી-કાળા રંગની બોર્ડર હોય છે. પછીથી પરિપક્વ પાંદડાઓ પર પણ કાળા છીકણી માર્જિન સાથે ડાઘ દેખાવા લાગે છે. ડાઘ વધીને એકરૂપ પણ થઇ શકે છે. આ ડાઘની વચ્ચેનો ભાગ ધીરે ધીરે આછો છીકણી થઇ, તે ભાગને કાગળ જેવો બનાવે છે અને પછી તે ભાગ ખરી પડે છે. મોટા ભાગે ઘણા દિવસો સુધીના ભેજ વાળા કે વાદળવાળા સળંગ દિવસો પછી, આવા કાળા-છીકણી ડાઘ ડાળીઓ પર પણ ફેલાઈ જાય છે. અમુક સમય બાદ, તેના લીધે ડાળી સુકાઈને તિરાડો પડી જાય છે. ફૂલો પર આક્રમણ થતું નથી, પરંતુ બોલ્સ અડધા ખુલી જય છે અને લિન્ટ રંગવિહીન બને છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આજ સુધી, આ રોગ માટે કોઈ જૈવિક સારવાર શોધાઈ નથી. બોરેક્ષ મિશ્રણ જેવા કોપર આધારિત ફૂગનાશકોનો ઉપયોગ કરી આ રોગને ફેલાતા અટકાવી શકાય છે. પરંતુ ધ્યાન રાખો કે, આના કારણે છોડ પર ઝેરી અસર થઇ શકે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાંઓ સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વાવણી પહેલા થીરમ અથવા થીરમ + થાઈબેન્ઝોલના મિશ્રણથી બીયારણની સારવાર કરી શકાય છે. ક્લોરોથોલોનીલ પર આધારિત પર્ણ ફૂગનાશકોનો ઉપયોગ કરી શકાય છે, ખાસ કરીને જ્યારે એક સંવેદનશીલ જાત ઉગાડવામાં આવી હોય. એક વખત રોગને શોધી કાઢ્યા પછી, સારવારમાં પર્ણ ફૂગનાશકોના પધ્ધતિસર પરિભ્રમણની ભલામણ કરવામાં આવે છે (બોસ્કેલિદ, મૅન્કોજેબ, પાય્રાક્લોસ્ટ્રોબિન + ફ્લુક્સપિરોક્રોક્સ). ગંભીર પાક નુકસાનને ટાળવા માટે સત્ર દરમિયાન સારવાર જરૂરી છે.

તે શાના કારણે થયું?

મોટાભાગના મુખ્ય કપાસ ઉત્પાદક પ્રદેશોમાં એસ્કોચાઈટ ફૂગ જોવા મળી છે અને ફૂગ એસ્કોચાઈટ ગોસ્સીપી દ્વારા થાય છે. તે ઘણા વર્ષો સુધી અને અનુકૂળ પરિસ્થિતિઓમાં છોડના અવશેષો પર શિયાળો કાઢે છે, તે બીજકણ ઉત્પન્ન કરે છે જે પછીથી પવન અને વરસાદના દ્વારા ફેલાય છે, કેટલીકવાર કેટલાક કિલોમીટર સુધી પણ ફેલાય છે. ખાસ કરીને છોડના પ્રારંભિક તબક્કા દરમિયાન ઠંડુ, વાદળછાયું વરસાદી હવામાન, વધારે ભેજ, સવારનું ઝાકળ અને લાંબા સમય સુધી પાંદડા ભીના રહેવાથી(૨ કલાક અથવા વધુ) આ રોગના ફેલાવાની તરફેણ કરે છે. ફૂગ ૫-૩૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વિકાસ પામી શકે છે પરંતુ તેમના માટે આદર્શ તાપમાન ૧૫-૨૫ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે પહોંચે છે. જો પરિસ્થિતિઓ અનુકૂળ હોય તો ઋતુ દરમિયાન ચેપ ફેલાઈ શકે છે. પાકમાં નુકસાની ભાગ્યે જ નોંધાય છે, પરંતુ અનુકૂળ પરિસ્થિતિઓમાં તે શક્ય છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો સહનશીલ જાતો પસંદ કરો.
  • પ્રમાણિત રોગ-રહિત બીયારણ વાપરો.
  • અથવા, સ્વસ્થ ખેતરના બીજ વાપરો.
  • ગીચતાને પ્રમાણમાં રાખવા બીજ દરની ભલામણને અનુસરો.
  • રોગની ખરાબ અસર ટાળવા માટે પછીથી વાવણી કરો.
  • રોગના લક્ષણોની ચકાસણી કરવા ખેતરની દેખરેખ રાખો.
  • ખેતર અને તેની આજુબાજુથી અસરગ્રસ્ત છોડ, યજમાન છોડ અને નીંદણને દૂર કરો.
  • ખેતરને ચોખ્ખું રાખો, જેમ કે, કપડા અને સાધનોને ધોઈને ચોખ્ખા રાખો તથા ચોકડી સાફ રાખો.
  • વધારે પડતું પાણી આપવાનું અને સિંચાઈ ટાળો.
  • જયારે પાંદડાની સપાટી ભીની હોય ત્યારે ખેતરમાં કામ કરવાનું ટાળો.
  • બને તેટલી જલ્દી લણણી કરો, જેથી પાક પર કોઈ માઠી અસર ન થાય.
  • વધેલ કચરાને માટીમાં ઊંડે દાટી દો જેથી આવનાર ઋતુમાં તેનો ચેપ ન લાગે.
  • અથવા વૈકલ્પિક રીતે તમે તેને દૂર કરી બાળી નાખો.
  • પ્રતિકારક જાતોની ૨-૩ વર્ષે પાક ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો