મકાઈ

પટ્ટાવાળા પાંદડાં અને પર્ણદંડમાં ફૂગ

Rhizoctonia solani

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાં અને પર્ણદંડ પર ચુસાયેલ, કેન્દ્રીય વિકૃત રંગના પટ્ટા અને વર્તુળ.
  • ચેપગ્રસ્ત પેશીઓ પર આછા કથ્થાઈ રંગની રૂ જેવી તાંતણા વાળી ફૂગ.
  • ડૂંડા ફેલાયેલ હોય છે.
  • આખા છોડ પર ફૂગ લાગી શકે છે.

માં પણ મળી શકે છે


મકાઈ

લક્ષણો

ફૂલ આવવાના પહેલાંના તબક્કામાં, 40-50 દિવસ જૂના છોડ પર રોગ દેખાય છે પણ ક્યારેક કુમળા છોડને પણ અસર થઇ શકે છે. લક્ષણોનો પ્રથમ પાંદડા, પર્ણદંડ અને સાંઠા પર વિકાસ થાય છે અને પછી ડૂંડા પર ફેલાઈ શકે છે. પાંદડાં અને પર્ણદંડ પર ચુસાયેલ, કેન્દ્રીય વિકૃત રંગના પટ્ટા અને વર્તુળ દેખાય છે જે ઘણીવાર કથ્થઈ, સોનેરી અથવા રાખોડી રંગના હોય છે. સામાન્ય રીતે, આ લક્ષણો શરૂઆતમાં જમીનથી ઉપરના પ્રથમ અને બીજી હરોળના પાંદડાં પર દેખાય છે. સમય જતાં, ચેપગ્રસ્ત પેશીઓ પર નાના, ગોળ, કાળા ચાઠાં સાથે આછા કથ્થાઈ રંગની રૂ જેવી વૃદ્ધિ થાય છે અને પછી ડૂંડામાં ફેલાઈ શકે છે. વિકાસશીલ ડૂંડાને સંપૂર્ણપણે નુકસાન થાય છે અને તેની પરના ફોતરાં ફાટે છે તથા અકાળે સુકાઈ જાય છે. રોગની તિવ્રતા ચેપના સમયે ડૂંડાના વિકાસના તબક્કા પર આધાર રાખે છે. જો રોપા ને અસર થાય, તો છોડની વધતી ટોચ નાશ પામે છે અને સમગ્ર છોડને એક અઠવાડિયાની અંદર જ ફૂગ લાગી શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

રોગની ઘટનાઓ અને ગંભીરતામાં ઘટાડો કરવા માટે, મકાઈના બીજને 1% સોડિયમ હાઇપોક્લોરાઇટ અને 5% ઇથાનોલમાં 10 મિનિટ માટે વંધ્યીકૃત કરી શકાય, પછી પાણીથી ત્રણ વાર ધોઈ અને સૂકવી દેવા. બેસિલસ સબટાઇટલિસ ધરાવતી ફોર્મ્યુલા થી વધુ સારવાર આ અસરને વધારે છે. ટ્રાઇકોડર્મા હરજિનમ અથવા ટી વિરિડી ફૂગ ધરાવતા ઉત્પાદનોનો પણ રોગનો ફેલાવો અટકાવવા માટે સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવેલ છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. મકાઇ દાણાને પ્રતિરોધક રીતે કેપ્ટન, થીરમ અથવા મેટલેકસીલ થી સારવાર આપી શકાય, ત્રણ વખત પાણીથી ધોવા અને હવામાં સુકવી દેવા. જ્યારે સંવેદનશીલ જાતો ઉગાડવામાં આવેલ હોય અને આબોહવા રોગ માટે ઉગ્ર તરફેણ કરી હોય ત્યારે ફૂગનાશકનો છંટકાવ આર્થિક રીતે પોસાય તેમ હોઈ શકે છે. રોગના ખરાબ લક્ષણો ટાળવા માટે પ્રોપિકોનેઝોલ ધરાવતાં ઉત્પાદન અસરકારક બની શકે છે.

તે શાના કારણે થયું?

માટીજન્ય ફૂગ રીઝોકટોનીયા સોલાની દ્વારા રોગના લક્ષણો નિર્માણ થાય છે, જે જમીન ચેપગ્રસ્ત પાકના કચરા અથવા ઘાસ જેવા નીંદણ પર ટકી શકે છે. વૃદ્ધિની મોસમની શરૂઆતમાં અનુકૂળ ભેજ અને તાપમાન (15 થી 35 ° C તાપમાને, 30 ° સે શ્રેષ્ઠ છે) મળતાં, ફૂગનો વિકાસ ફરી શરૂ થાય છે અને તાજેતરમાં જ વાવેલ યજમાન પાકને લક્ષ્ય બનાવે છે. 70% ના સાપેક્ષ ભેજમાં રોગનો વિકાસ નગણ્ય / ગેરહાજર હોય છે, જયારે 90-100% ભેજમાં રોગનો વિકાસ ઉચ્ચતમ હોય છે. સિંચાઈના પાણી, પૂર અને સાધનો કે કપડાંથી દૂષિત જમીનના પરિવહન ના કારણે ફૂગનો ફેલાવો થાય છે. વિષુવવૃત્તીય અને ઉપ વિષુવવૃત્તીય વિસ્તારમાં ભેજવાળા અને ગરમ હવામાન દરમ્યાન રોગ વધુ ફેલાય છે. તેને ફુગનાશકથી નિયંત્રિત કરવું અત્યંત મુશ્કેલ છે અને તેથી, વ્યવસ્થાપન પદ્ધતિઓનું સંયોજન ઘણું જરૂરી છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો પ્રતિકારક જાતોનો ઉપયોગ કરો.
  • ખેતરમાં પાકની વધુ પડતી ગીચતા ટાળો.
  • લણણી પછી ચેપગ્રસ્ત છોડની દૂર કરો અને બાળી દો.
  • ખેતરને સ્વરછ રાખવાની અને છોડને ઇજા ન પહોંચે તેની કાળજી રાખો.
  • જમીનને સ્પર્શતા નીચેના ચેપગ્રસ્ત પાંદડાં અને પર્ણદંડને ઉતારી લેવાં.
  • પાકની ફેરબદલી કરવાથી કેટલાક અંશે રોગોને ફેલાતો અટકાવવા માટે મદદ થાય છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો