ડુંગળી

ડુંગળીના પાંદડાપર સ્ટેમફિલિયમ ફૂગ

Pleospora allii

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર નાના, પાણી ભરાયેલા , સફેદ - આછા પીળા ટપકા.
  • સમય જતાં, ઊંડા, વિસ્તરેલ, રાતા - કથ્થઈ કેન્દ્રોવાળા બદામી ચાઠા રચાય છે.
  • મોટા મૃત વિસ્તારો વ્યાપક પ્રમાણ માં પેશીઓ નું કરમાવાનું કારણ બને છે.

માં પણ મળી શકે છે

2 પાક

ડુંગળી

લક્ષણો

પ્રારંભિક લક્ષણોમાં , પાંદડા પર નાના, પાણી ભરાયેલા , સફેદ - આછા પીળા ટપકા નો સમાવેશ થાય છે. ખાસ કરીને, આ જખમ પ્રવર્તમાન પવન બાજુ મુખ વાળા પાંદડા પર વધારે પ્રમાણમાં જોવા મળે છે. સમય જતાં, આ નાના જખમ પાંદડા ની ધાર સાથે આગળ વૃદ્ધિ પામે છે અને એકરૂપ થઈ ઊંડા, અંડાકાર આકારના અથવા વિસ્તરેલ, રાતા-કથ્થઈ કેન્દ્રોવાળા બદામી ચાઠા રચાય છે. તેમના કેન્દ્રમાં એકકેન્દ્રિત માળખું પણ વિકસી શકે છે. અદ્યતન તબક્કામાં, મોટા મૃત વિસ્તારો રચાય છે, જે પાંદડા અથવા બીજની દાંડીને વીંટળાઈ જાય છે, અને વ્યાપક પ્રમાણ માં પેશીઓ નું કરમાવાનું કારણ બને છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

પાંદડા પર સ્ટેમફિલિયમ ફૂગ રોગના જૈવનિયંત્રણ માટે પરંપરાગત ફુગનાશક જેવી અસરકારકતા માટે અજદિરાચટા ઇન્ડિકા (લીમડાના) અને ધતૂરા સ્ટ્રામોનિયમ (જીમસોનવિડ) ના જલીય અર્કનો ઉપયોગ કરી શકાય છે. ગ્રીનહાઉસ પરિસ્થિતિ હેઠળ, ટ્રાઇકોડર્મા હરઝીયાનમ અને સ્ટેચયબોટ્રીસ ચાર્ટરૃમ પર આધારિત ઉત્પાદનો નો પ્રતિબંધક અથવા ઉપચારતરીકે ઉપયોગ રોગ થવાની ઘટનાઓ અને ગંભીરતા માં ઘટાડો કરી શકે છે (બંને કિસ્સાઓમાં 70% ની આસપાસ).

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. એસ. વેસિકેરીયમ ની વૃદ્ધિ ઘટાડવા માટે એઝોક્સીસ્ટ્રોબિન + ડાઈફેનોકોનાઝોલ ,બોસ્કાલીડ + પાયરાકલોસ્ટ્રોબિન , ક્લોરોથલોનીલ , ઈપ્રોડીઓન , મેન્કોઝેબ અને પ્રોકલોરઝ ના સક્રિય ઘટકો નું દ્રવ્ય અત્યંત અસરકારક હોય છે. ફૂગ માટે જયારે પરિસ્થિતિઓ (ઠંડુ અને સૂકુ હવામાન) અનુકૂળ ના હોય તે સમયે સારવાર થવી જોઇએ. સામાન્ય રીતે, ઉત્પાદનો માં ફેરબદલ ફુગનાશકોની અસરકારકતા માં વધારો કરે છે.

તે શાના કારણે થયું?

પાંદડાપર સ્ટેમફિલિયમ ફૂગ નો રોગ પ્લેઓસ્પોરા અલલી ફૂગને કારણે થાય છે,જે અગાઉ સ્ટેમફિલિયમ વેસિકેરીયમ તરીકે ઓળખાતુ હતું, તેથી રોગનું નામ આ છે. તે ચેપગ્રસ્ત છોડ ના અવશેષો પર અસ્તિત્વ ધરાવે છે અને વસંત ઋતુમાં અનુકૂળ હવામાન પરિસ્થિતિઓ દરમિયાન વિકસે છે. ત્યારબાદ તે બીજકણ પેદા કરે છે જે પવન દ્વારા નજીકના છોડ પર ફેલાય છે. તે સામાન્ય રીતે પાંદડાની ટોચ, અગાઉના રોગોને કારણે થયેલા જખમ , અથવા ફક્ત ઘાયલ પેશીઓ (દા.ત. જંતુઓ અથવા કરા વડે) જેવી શુષ્ક અને મૃત્યુ પામતી ડુંગળીની પેશી પર આક્રમણ કરે છે. લાંબા સમય સુધી ગરમ ભીનું વાતાવરણ રોગના વિકાસને પ્રોત્સાહન આપે છે. તેથી જો હવામાન (18 - 25 ° સે) જેટલું ગરમ હોય અને પાંદડાની સપાટી 24 કલાક થી વધુસમય માટે ભીની રહે તો સ્વસ્થ પાંદડાપર પણ આક્રમણ થઈ શકે છે. સામાન્ય રીતે ચેપ પાંદડા સુધી પ્રતિબંધિત રહે છે અને કંદને અસર કરતું નથી. યુવાન પાંદડા કરતા જૂના પાંદડા વધુ સંવેદનશીલ હોય છે.


નિવારક પગલાં

  • પ્રતિકારક જાતો પસંદ કરો (અનેક ઉપલબ્ધ છે).પાંદડાની ભીનાશ લાંબાસમય સુધી ટાળવા માટે પ્રવર્તમાન પવનની દિશામાં છોડનું વાવેતર કરવું.
  • હવાની અવરજવર માટે છોડની ગીચતા ઘટાડો.
  • વાવણી પહેલાં ખેતરને જરૂર પૂરતા પાણીના નિકાલ માટે સારી વ્યવસ્થા ની ખાતરી કરો.
  • અતિશય નાઇટ્રોજન નો ઉપયોગ ટાળો, જેના કારણે રોગની તીવ્રતા વધે છે.
  • લણણી પછી છોડના અવશેષો અને ચૂંટાયેલ ખેતીના ભાગો દૂર કરો અને તેમને દાટી દો.
  • 3-4 વર્ષના ગાળા માટે પાકની ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો