અન્ય

મૂળ અને પાયામાં સડો

Cochliobolus sativus

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • થડના પાયામાં અને મૂળમાં કથ્થાઈ રંગ નો વિસ્તાર.
  • નીચેના પાંદડાં ઉપર વિસ્તરેલ કથ્થઈ-કાળા રંગના ટપકા.
  • ડૂંડા કે ડૂંડાની અંદરના દાણાનું અકાળે પાકવું.
  • છોડમાં પીળાશ અને અટકેલો વિકાસ.

માં પણ મળી શકે છે


અન્ય

લક્ષણો

પર્યાવરણ ની પરિસ્થિતિ અને છોડની વૃદ્ધિના તબક્કા પર લક્ષણો આધાર રાખે છે. કેટલાક કિસ્સાઓમાં, દૂષિત બીજના કારણે રોપામાં ફૂગ નિર્માણ થાય છે, જે કુમળા છોડ પર ઘેરો બદામી વિસ્તારો દ્વારા જોઈ શકાય છે. પુખ્ત છોડમાં પ્રારંભિક ચેપ પાંદડાંના વિસ્તાર અને ડૂંડાંની સંખ્યામાં ઘટાડો સિવાય બીજા કોઈ લક્ષણો પેદા કરતાં નથી. જોકે, થડના (પાયામાં સડો) પાયામાં અથવા જમીન નીચે, અને બે ગાંઠોની વચ્ચે અને મૂળ (મૂળમાં સડો) પર ઘેરા બદામી રંગના વિસ્તારો હાજર હોઈ શકે છે. પાછળથી, જેમજેમ રોગ પેદા કરતા જીવાણુ થડમાં વિકસે છે, નીચેના પાંદડાં પર વિસ્તરેલ, કથ્થઈ કાળા રંગના ટપકાં દેખાય છે. આ લાંબા સમય સુધી વરસાદના સમયગાળા દરમિયાન ખાસ પૂરાવો છે. રોગગ્રસ્ત છોડ પર છુટાછવાયા અથવા અનિયમિત પટ્ટીઓ જોવા મળે છે, અને વિકાસ અટકેલ હોય છે તથા ઘણી વખત પીળાશ પડતા દેખાય છે. ડૂંડામાં એક અથવા વધુ કાંટા અથવા સમગ્ર ડૂંડાનું (ડૂંડામાં ફૂગ) અકાળે વિરંજન થવું એ અંતિમ તબક્કે લાગેલ રોગનું લક્ષણ છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

સ્પોરોબોલોમાઇસિસ રોસિયસ એ કોચલીઓંબોલ્સ સેટિવસ ફૂગનો કુદરતી દુશ્મન છે અને અનાજમાં રોગની ઘટનાઓ અને ગંભીરતા ઘટાડવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ રોગ પેદા કરતા જીવાણુના અન્ય પ્રતિસ્પર્ધીઓ પણ ઉપલબ્ધ છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. બીજની યોગ્ય ફૂગનાશક સાથે સારવાર આપવાથી અન્ય ઋતુમાં બીજ દ્વારા ચેપના ફેલાવાની સંભાવના ઘટે છે.

તે શાના કારણે થયું?

કોચલીઓંબોલ્સ સેટિવસ ફૂગ ના કારણે લક્ષણો નિર્માણ થાય છે, જે ગરમ અને ભેજવાળું વાતાવરતમાં અનાજ ઉછેરતા વિસ્તારોમાં સામાન્યરીતે જોવા મળે છે. તે મિસિલિયમ અથવા રોગના કણ તરીકે માટી અને પાકના કચરોમાં અસ્તિત્વ ધરાવે છે, અને તંદુરસ્ત છોડ પર પવન, વરસાદના છાંટા અથવા સિંચાઇના પાણી દ્વારા ફેલાય છે. જવ, ઘઉં અને રાઈ ઉપરાંત, તે ઘણીબધી નીંદણ અને ઘાસની પ્રજાતિઓને પણ સંક્રમિત કરી શકે છે. ઓટ્સ આ રોગ માટે પ્રતિકારક્ષમ છે, પરંતુ તો પણ રોગ પેદા કરતા જીવાણુને ફેલાવવામાં ફાળો આપી શકે છે. જ્યારે સંવેદનશીલ યજમાન મળે અને પરિસ્થિતિ અનુકૂળ હોય, રોગના બીજ અંકુરીત થાય છે અને કુમળા છોડ અથવા તેના મૂળમાં પ્રાથમિક ચેપ નિર્માણ કરે છે. તે બાહ્ય ત્વચા મારફતે અથવા કુદરતી છિદ્રો કે જખમો દ્વારા છોડ પેશીઓમાં પ્રવેશ કરે છે. ઉપદ્રવ પામેલ બીજ અથવા કૃષિના સાધનો પણ રોગ પેદા કરતા જીવાણુનું લાંબા અંતર સુધી પ્રસાર કરી શકે છે અને અનુગામી પાકો માટે ચેપ વાહક તરીકે સેવા આપી શકે. ફૂગના જીવન ચક્રની ગરમ તાપમાન (28-32ºC શ્રેષ્ઠ છે) દ્વારા તરફેણ કરવામાં આવે છે.


નિવારક પગલાં

  • આ રોગ પેદા કરતા જીવાણુ માટેના સંસર્ગનિષેધ નિયમન વિષે જાણકારી રાખો.
  • પ્રમાણિત રોગ મુક્ત બિયારણ પસંદ કરો.
  • નાઇટ્રોજનની વહેંચણી કરીને ખાતર માટે યોગ્ય આયોજન કરો.
  • તમારા પાકને મજબૂત બનાવવા સુક્ષ્મપોષણ ઉમેરવા ખાતરી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો