ખાટાં ફળો

લીલી અને વાદળી ફૂગ

Penicillium spp.

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • ફળની છાલ પર પાણીથી ભીંજાયેલ ભાગ.
  • સફેદ ફૂગનો વિકાસ.
  • ફૂગ પર વાદળી કે લીલા રંગનો વિકાસ.
  • ફોલ્લી ફેલાય છે અને ફળ આખરે સડીને ખરી પડે છે.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

શરૂઆતી લક્ષણોમાં ફળની છાલ પર પાણીથી ભીંજાયેલ પોચો ભાગ જોવા મળે છે. થોડા દિવસો પછી, મૂળ ફોલ્લી પર સફેદ ફૂગનો ગોળાકાર ડાઘ જોવા મળે છે, જે ઘણા સેન્ટીમીટરનો વ્યાસ ધરાવે છે. સમય સાથે ફૂગ તીવ્રતાથી છાલ પર ફેલાય છે અને તેના જૂના ભાગો વાદળી કે લીલા રંગના બને છે. તેની આજુબાજુની પેશીઓ પર પોચી અને ભીંજાયેલી થઇ જાય છે અથવા તેના પર સફેદ માયસિલિયમનો પહોળો પટ્ટો જોવા મળે છે. ફળ ઝડપથી સડીને ખરી પડે છે, અથવા ઓછા ભેજવાળા વાતાવરણમાં સુકાઈને કરમાઈ જાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

Pseudomonas syringae strain ESC-10 પર આધારિત ફોર્મ્યુલેશનનો ઉપયોગ કરીને આ ફૂગ પર જૈવિક નિયંત્રણ મેળવી શકાય છે. Ageratum conzyoides છોડનો અર્ક પણ આ ફૂગ સામે અસરકારક છે. Thymus capitatus ઔષધીનું "તેલ" અને લીમડાના તેલનો પણ ઉપયોગ કરી શકાય છે. Tea saponin ને સુરક્ષિત સંયોજન માનવામાં આવે છે અને તેનો ઉપયોગ લણણી બાદ સાઈટ્ર્સના ફળોને સડતાં અટકાવવાં માટે કરવામાં આવે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલા સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. વીણી લીધેલા ફળોને ૪૦-૫૦° સેલ્શિયસ તાપમાને ડીટરજન્ટ અથવા નબળાં આલ્કલી સંયોજનોથી ફળોને ધોવાથી તેમાં થતા સડાને અટકાવી શકાય છે, આ સંયોજનમાં કેટલાક ફૂગનાશકોનો પણ સમાવેશ થાય છે. Imazalil, thaibendazole અને biphenyl જેવા ફૂગનાશકો વાપરવાની ભલામણ કરવામાં આવે છે.

તે શાના કારણે થયું?

પેનીસિલીયમ જાતિની બે પ્રકારની ફૂગનાં કારણે સાઈટ્ર્સનાં ફળોમાં આ વિનાશક સડો થાય છે.ફળની છાલ પર P. italicum વાદળી અને P. digitatum લીલા રંગની ફૂગ તરીકે વિકાસ પામે છે. P. italicum દ્વારા થતી ફોલ્લીઓ P. digitatum ની સરખામણીમાં ધીમી ગતિએ ફેલાય છે. તેમનાં વિકાસને ઓળખવા માટે જૂની ચેપગ્રસ્ત જગ્યા પર સફેદ માયસિલીયમનો પટ્ટો પણ સંકેતરૂપ છે. આ ફૂગ તકવાદી હોય છે અને તે ફળની સપાટી પર પડેલ ઘા પર પોતાનું જીવન ચક્ર શરુ કરી દે છે. ઘાનાં સ્થાનેથી પહોંચતાં પાણી કે પોષકતત્વો દ્વારા બીજકણો અંકુરિત થાય છે. ૨૪°Cના આદર્શ તાપમાને ૪૮ કલાકમાં ચેપ લાગી શકે છે અને ૩ દિવસમાં શરૂઆતી લક્ષણો પણ જોઈ શકાય છે. યાંત્રિક રીતે અથવા પાણી કે હવા દ્વારા આ રોગનો ફેલાવો થઈ શકે છે. આ બીજકણો મોટાભાગે જમીનમાં જોવા મળે છે પરંતુ ઘણીવાર તે દુષિત જગ્યાની હવામાં પણ હાજર હોય છે.


નિવારક પગલાં

  • કામ કરતી વખતે ફળને નુકસાન ન પહોંચે તેનું ધ્યાન રાખો.
  • બાગમાંથી ઈજાગ્રસ્ત ફળોને દૂર કરો.
  • આવાં ફળોને પેકિંગ કરવાનાં સ્થાનથી દૂર રાખવા જોઈએ.
  • સંગ્રહનાં સમયગાળા દરમિયાન ફળને ઠંડા રાખો, જેથી રોગનાં વિકાસને ટાળી શકાય.
  • ઊંચા ભેજ/નીચા તાપમાનવાળી પરિસ્થિતિઓમાં ફળોનો સંગ્રહ કરો.
  • પેકિંગ અને સંગ્રહ માટે સ્વચ્છ ચેપમુક્ત સાધનોનો ઉપયોગ કરો.
  • વરસાદ દરમિયાન કે તેનાં પછી લણણી કરશો નહી.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો