પિસ્તા

મોડેથી નિર્માણ થતી અલ્ટરનેરીઆ ફૂગ

Alternaria alternata

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર કાળા રંગના કેન્દ્રવાળા ઘેરા કથ્થઈ રંગના, સુકાયેલા અને પાવડર જેવા ટપકાં અથવા ચાઠાં.
  • પાંદડાં નબળા બને અને વહેલા ખરી પડે છે.
  • ફળો પર ફરતે લાલ રંગની આભા સાથે સુકાયેલા કથ્થઈ રંગના ગોળાકાર ટપકાં.
  • તેનો વધુ વિકાસ થતાં એક આવરણ બનવાનું શરુ થાય છે.

માં પણ મળી શકે છે

1 પાક
પિસ્તા

પિસ્તા

લક્ષણો

રોગના લક્ષણો સામાન્ય રીતે ઉનાળામાં દેખાય છે અને તે પાંદડાઓ પર રહેલ આશરે 3 થી 7 મીમી વ્યાસના કોણીય અથવા ગોળાકાર ટપકાં સ્વરૂપે જોવા મળે છે. કેટલાક ગંભીર કિસ્સાઓમાં અથવા સંવેદનશીલ જાતોમાં, આ ટપકાં 3 સે.મી.ના વ્યાસ ચાઠાંમાં ફેરવાય છે. પાંદડાની દાંડી અને મુખ્ય નસ પર કાળા રંગના ડાઘ પણ જોવા મળે છે. ગંભીર ઉપદ્રવ હોય તો પાંદડા સુકાઈને ખરી પડે છે. અપરિપક્વ ફળો પર, કથ્થઈ અથવા કાળા રંગના નાના ટપકાં દેખાય છે. પરિપક્વ ફળો પર, ટપકાં થોડા મોટા (1 થી 5 મીમી વ્યાસ) અને ફરતે લાલ રંગની આભાથી ઘેરાયેલ હોય છે. ફળો પર આવરણ નિર્માણ થવાનું શરૂ થાય છે, જે તેનો નાશ કરે છે. ગંભીર કિસ્સાઓમાં, આ રોગ ઉપજની ગુણવત્તા નોંધપાત્ર રીતે ઘટાડે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

કાપણી કર્યા બાદ અસરગ્રસ્ત તેમજ કાપણી કરાયેલ ભાગો પર બોર્ડેક્સના મિશ્રણનો છંટકાવ કરવો. વૈકલ્પિક રીતે, પાંદડા અને ફળો પર લસણ અથવા હોર્સ્ટલ નું મિશ્રણ લાગુ કરી શકાય. તમે ફૂગના શિકારી,બેસિલસ સબતીલીસ, જેવા ઉપાય પણ કરી શકો છો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. ફળો પાકવાનું શરુ થાય તે પહેલા ઉનાળાની શરૂઆતમાં આ રોગનો ઉપચાર શરૂ કરવો જોઈએ. થિયોફેનેટ-મિથાઈલ, માનેબ, કોપર આધારિત સક્રિય ઘટકો ધરાવતા ઉત્પાદનો સારું કામ આપે છે. ઉપદ્રવને ઘટાડવા માટે ઓછામાં ઓછા બે વખત સારવાર કરવાની જરૂર હોય છે. સારવારની અસરકારકતા સારવારના સમય, વૃક્ષની ઉંમર અને ભલામણ કરેલ માત્રાથી સારવાર પર આધાર રાખે છે.

તે શાના કારણે થયું?

જીનસ અલ્ટરનેરીયા સમૂહની ત્રણ પ્રકારની ફૂગમાંથી, અલ્ટરનેરીયા અલ્ટર્નેટા, ફુગના કારણે લક્ષણો નિર્માણ થાય છે. તે જમીનમાં અથવા છોડના કચરામાં તેનો નિષ્ક્રિય સમયગાળો પસાર કરે છે. અને જ્યારે પરિસ્થિતિઓ અનુકૂળ થાય, ત્યારે તેઓ રોગના બીજકણ ઉત્પન્ન કરે છે જે પવન કે વરસાદ દ્વારા સંવેદનશીલ વૃક્ષો પર ફેલાય છે. વધુ પડતા ભેજ સાથેનો આકરો તાપ, ઝાકળ, વારાફરતી ભીનાશયુક્ત અને સૂર્યપ્રકાશયુક્ત સમયગાળો, તથા પોષકતત્વોની ઉણપ એક પિસ્તામાં રોગના વિકાસ થવાના મુખ્ય પરિબળો છે. આ રોગમાં નિર્માણ થતા લક્ષણો બોટ્રીઓસફેરિયા દોઠીડે દ્વારા ફૂલ અને અંકુરમાં નિર્માણ થતા ચાઠાં જેવા જ હોઈ શકે છે. તેને જુદા ઓળખાવા માટે, જ્યારે ભેજવાળી પરિસ્થિતિઓ હોય ત્યારે અસરગ્રસ્ત પાંદડાને ઘસી જુઓ: જો તે આંગળીઓ કાળી થાય, તો તે અલ્ટરનેરીયા અલ્ટરનેટા દ્વારા મોડેથી નિર્માણ થતા ચાઠાં છે.


નિવારક પગલાં

  • ઓછી સંવેદનશીલ જાતો તેમજ પ્રમાણિત સ્રોતોમાંથી મેળવેલ તંદુરસ્ત બિયારણનો જ ઉપયોગ કરવો.
  • પાંદડાંઓમાં સારો હવાઉજાસ રહે તે માટે ખુબ જ નજીક નજીક વાવેતર કરવું નહિ.
  • રોગના પ્રારંભિક ચિહ્નો જોવા માટે વાડીનું નિયમિતપણે નિરીક્ષણ કરો.
  • વાડીમાં રહેલ નિંદણનું યોગ્ય સંચાલન કરો.
  • એકવાર લક્ષણો દેખાય કે તરત વૃક્ષના અસરગ્રસ્ત ભાગોને કાપી અને સળગાવી દો.
  • પાકમાં સારો હવાઉજાસ જળવાઈ રહે તે માટે નિષ્ક્રિય સમયગાળા દરમિયાન યોગ્ય કાપણી કરો.
  • ખાસ કરીને ફળ પાકવાના સમયગાળા દરમિયાન ફુવારા જેવી સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ ન કરવો.
  • લણણી બાદના પાકના અવશેષોને દૂર કરી તેને સળગાવી દેવા.
  • આ પાકમાં રહેલ ચેપ આગામી ઋતુમાં ફેલાવાની શક્યતા હોવાથી તેનો કમ્પોસ્ટ માટે ઉપયોગ કરવો નહિ.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો