પિસ્તા

પિસ્તાના પાંદડાં પર ટપકાં

Pseudocercospora pistacina

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાંની બંને બાજુએ સુકાયેલા કથ્થઈ રંગના ટપકાં.
  • પાંદડાં પીળા કે કથ્થઈ રંગના બનવા, જે ધીમે ધીમે મુખ્ય શીરા સુધી વિસ્તરે છે.
  • પાંદડા નબળા પડે અને અકાળે ખરી શકે.

માં પણ મળી શકે છે

1 પાક
પિસ્તા

પિસ્તા

લક્ષણો

આ રોગના કારણે પાંદડાં પર બંને બાજુએ ઘેરા કથ્થઈ કે કથ્થઈ રંગના અનિયમિત સુકાયેલ ટપકાં જોવા મળે છે. પાંદડા પર, આ ટપકાં વિપુલ સંખ્યામાં નિર્માણ થઇ શકે છે અને તે 1 થી 2 મીમી વ્યાસના કદ સુધી ​​પહોંચી શકે છે. સમય જતાં, પાંદડાની સપાટી ધીમે ધીમે નિસ્તેજ લીલા અને પછી કથ્થઈ રંગની બની શકે છે, જેની શરૂઆત કિનારીથી થઇ પાંદડાની મુખ્ય શીરા તરફ વિસ્તરે છે. ભારે ઉપદ્રવના કિસ્સામાં પાંદડાને સુકાઈને અકાળે ખરી શકે છે. ફળો પર પણ ખૂબ જ નાના ટપકાં નિર્માણ થઇ શકે છે. આ રોગનો ગંભીર ફેલાવો અકાળે પાનખર નિર્માણ કરી શકે છે અને વૃક્ષની ક્ષમતા ઘટાડે છે. સામાન્ય રીતે ઉપદ્રવની શરૂઆત એપ્રિલમાં થાય છે, જે પાછલી ઋતુ દરમિયાન રહેલ પાંદડાંના કચરામાં જમા થયેલ ચેપના કારણે હોય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

પ્રથમ લક્ષણ દેખાય ત્યારે કોપર અથવા સલ્ફર-આધારિત ઉત્પાદનનો છંટકાવ કરવો. ખૂબ જ નાના ફળને નુકશાન ન થાય તે માટે ફળ 1 સે.મી.જેટલા થાય પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. સૌપ્રથમ લક્ષણો જોવા મળે પછી, થિયોફોનેટ-મિથાઇલના સક્રિય ઘટક ધરાવતા ઉત્પાદનનો 2 અથવા 3 વખત છંટકાવ કરો. ઝિનેબ, મૅન્કોઝબ, ક્લોરોથેલોનિલ અથવા કોપર ફનગિસાઇડ્સ પર આધારિત ફૂગનાશકોથી પણ અસરકારક ઉપચાર કરી શકાય છે, પરંતુ ખૂબ જ નાના ફળને નુકશાન ન થાય તે માટે ફળ 1 સે.મી.જેટલા થાય પછી જ તેનો ઉપયોગ કરવો. રોગ નિર્માણ જ ન થાય તે માટે અંકુર ફૂટે ત્યારે નિવારક પગલાં લેવા પણ અસરકારક રહે છે.

તે શાના કારણે થયું?

જીનસ માયકોસ્ફેરેલા ફૂગના કારણે, ભૂમધ્ય વિસ્તારમાં મુખ્યત્વે એમ. પિસ્તાસિના, લક્ષણો નિર્માણ થાય છે. જેના પર પાછલી ઋતુમાં જે પાંદડાં પર ચેપ લાગેલ હોય તેવા જમીન પર પડી રહેલ પાંદડાં પર રોગના જંતુ ટકી રહે છે. આવા પાંદડાંમાં રહેલ રોગના બીજકણના કારણે પ્રાથમિક ચેપ લાગે છે. વરસાદના ઝાપટાં રોગના બીજકણને ફેલાવવામાં મદદ કરે છે. ત્યારબાદનો ચેપ ઋતુના અંત સુધી વરસાદ કે સિંચાઇના ફુવારાના કારણે અન્ય પ્રકારના બીજકણના ફેલાવાથી થાય છે. 20 થી 24 ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનું તાપમાન, ભેજવાળું હવામાન અને ધુમ્મસ પરોપજીવી માટે અને તેના વસ્તી વધારા માટે અનુકૂળ પરિસ્થિતિઓ છે.


નિવારક પગલાં

  • પ્રારંભિક લક્ષણો શોધવા માટે વાડીનું નિયમિતપણે નિરીક્ષણ કરો.
  • ખરી પડેલા પાંદડા એકત્રિત કરો અને તેમને સળગાવી દો.
  • છોડમાં કુદરતી પ્રતિકારક્ષમતા વધારવા માટે યોગ્ય ખાતર પૂરું પાડો અથવા જમીનને કાર્બનિક પદાર્થથી સમૃદ્ધ બનાવો.
  • પાંદડાંને સારો હવાઉજાસ મળે રહે અને ચેપનું જોખમ ઘટે તે માટે દર વર્ષે નિષ્ક્રિય સમયગાળા દરમિયાન નિયમિતપણે કાપણીની યોજના કરો.
  • વૈકલ્પિક યજમાન છોડ અને નીંદણ દૂર કરી વાડીની આસપાસ સ્વચ્છતા જાળવી રાખો.
  • પરોપજીવીના ફેલાવાને રોકવા માટે ભીના હવામાન દરમિયાન રોગગ્રસ્ત છોડને અડકવું નહીં.
  • ફૂવારાવાળી સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ કરશો નહીં.
  • પાનખરના અંતમાં અને શિયાળાની શરૂઆતમાં ઊંડી ખેડ કરી નાશ પામેલ પાંદડાને દાટી દેવા.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો