કપાસ

કપાસના મૂળનું સડી જવું

Macrophomina phaseolina

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • છોડનું વળવું અને પાનખર જેવી સ્થિતિ થવી.
  • છોડના વિકાસનું સ્થિત થઇ જવું.
  • મૂળની છાલનું પીળાશ પડતા રંગનું થવું.

માં પણ મળી શકે છે

1 પાક

કપાસ

લક્ષણો

કપાસના છોડનું વળી જવું એ આ રોગનું પહેલું લક્ષણ છે, અને ગંભીર કિસ્સાઓમાં પાનખર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે અથવા છોડ પડી જાય છે. આ (વળી જવાનાં લક્ષણનો) ઝડપી વિકાસ એ આ રોગની લાક્ષણિકતા છે, જેના દ્વારા આવા જ લક્ષણ ધરાવનાર અન્ય રોગ અને આ રોગને અલગ ઓળખી શકાય છે. શરૂઆતમાં, માત્ર અસરગ્રસ્ત છોડમાં જ આ લક્ષણ જોવા મળે છે, પરંતુ સમય જતાં, આ રોગ છોડની આજુબાજુ આખા ખેતરમાં ગોળાકાર રીતે ફેલાય છે. છોડ પર દેખાતું આ વળવાનું લક્ષણ ખરેખર રોગની મોડી નિશાની છે, તેનું મુખ્ય કારણ મૂળનું સડવું અને પાણીનું નબળું પરિવહન છે. જેના કારણે છોડના હવાઈ ભાગોમાં જેમ કે પાંદડામાં પોષક તત્વો અને પાણી પહોંચતું નથી. આખરે, અસરગ્રસ્ત છોડની દ્રઢતા ઓછી થઈ જાય છે અને પવન દ્વારા તે સહેલાઈથી પડી જાય છે અથવા જમીનમાંથી સરળતાથી નીકળી જાય છે. તંદુરસ્ત છોડની તુલનામાં અસરગ્રસ્ત છોડના મૂળની છાલનો રંગ પીળો થાય છે અને કટકા થઈ જાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આજ સુધી, કોઈ જૈવિક ઉપચાર કપાસના મૂળના સડવા સામે કાર્યક્ષમ નિયંત્રણ પ્રદાન કરી શક્યો નથી. જો તમે આ રોગનો કોઈ અસરકારક ઉપાય અથવા તેની તીવ્રતા ઘટાડવામાં મદદ કરી શકે તેવી કોઈ સારવારની જાણકારી રાખતા હોય તો અમારો સંપર્ક કરો. ટ્રીચોડર્મા ફૂગની કેટલીક જાતિઓએ રોગકારક ફૂગ સામે આશાસ્પદ પરિણામો દર્શાવ્યા છે અને તેથી તેઓના વેપારીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ઝીંક સલ્ફેટની કેટલીક કાર્બનિક રચનાઓ આ રોગના ફેલાવાને મર્યાદિત કરવા માટે છાંટી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. ફૂગનાશક થાઇબેંડાઝોલ, થિરમ, થિયોફેનેટ મેથાઈલ, ઝીંક સલ્ફેટ અને કપટન ધરાવતી વિવિધ રચનાથી બીજ અથવા માટીની સારવાર કપાસના મૂળ સડવાની ઘટનાઓને નિયંત્રિત કરવા માટે અસરકારક સાબિત થયેલ છે.

તે શાના કારણે થયું?

આ લક્ષણો બીજ અને માટીજન્ય ફૂગ, મેંક્રોફોમિના ફેઝોલિનાથી થાય છે. તે સમગ્ર વિશ્વમાં કપાસનો એક મહત્વપૂર્ણ અને વ્યાપક રૂપે ફેલાયેલ રોગ છે. તે લગભગ ૩૦૦ યજમાનોની વિશાળ શ્રેણીને પણ અસર કરી શકે છે, જેમાં મરી, તરબૂચ, કાકડી વગેરે શામેલ છે. આ રોગકારક જીવો જમીનમાં ટકી રહે છે અને તે કપાસના છોડની વૃદ્ધિના અંત સમયમાં મૂળમાં દાખલ થાય છે. જ્યારે છોડ દુષ્કાળનો સામનો કરે છે, ત્યારે ફૂગ જમીનમાં જીવે છે અને આશ્ચર્યજનક રીતે આ રોગ મોટા ભાગે મધ્ય ઉનાળામાં થાય છે અને પાનખર આવતા પહેલા તેની તીવ્રતામાં ઘટાડો થાય છે. ૧૫-૨૫ ટકા ભેજવાળી સૂકી જમીન અને ૩૫ થી ૩૯ ડિગ્રી વચ્ચેનું ગરમ તાપમાન આ ફૂગ માટે શ્રેષ્ઠ સમય ગણાય છે.


નિવારક પગલાં

  • ફૂગ અથવા દુષ્કાળ સામે સહિષ્ણુ જાતો વાવો.
  • મજબૂત દાંડીઓવાળી છોડની જાતો વાવો.
  • વાવણીની તારીખને એવી રીતે સમાયોજિત કરો, કે જેથી ફૂલ બેસવા પછીનો તબક્કો વિકાસની ઋતુના સૌથી શુષ્ક સમયમાં ન આવે.
  • છોડ વચ્ચે વધારે અંતર રાખો.
  • ખાસ કરીને ફૂલ આવ્યા પછીના સમયગાળા દરમિયાન, સિંચાઈ દ્વારા જમીનમાં ભેજ જાળવો.
  • સંતુલિત ખાતર આપો અને વધુ પડતા નાઇટ્રોજનનો ઉપયોગ ટાળો.
  • ઉપજના મોટા નુકસાનને ટાળવા માટે વહેલા લણણી કરો.
  • પાકના અવશેષોને દફનાવવા માટે ઊંડે સુધી ખેડો.
  • ખેતી પછી માટીના અવશેષોનું સૌરીકરણ પણ અસરકારક બની શકે છે.
  • નાના-ઘઉં, ઓટ્સ, ચોખા, જવ અને રાઈ જેવા બિન-યજમાન પાકો સાથે ત્રણ વર્ષ સુધી પાકની ફેરબદલીની યોજના કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો