કપાસ

પાંદડા પર કર્કોસ્પોરા ડાઘ

Mycosphaerella gossypina

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર લાલ ડાઘ.
  • બાદમાં તે ભૂખરામાંથી છીકણી રંગના બને છે અને તેની કિનારીઓ જાંબલી અથવા ઘાટી થાય છે.
  • પાંદડાની કિનારીઓ પર આછા કાળા ઘટ્ટ વલયો જેવું દેખાય છે.

માં પણ મળી શકે છે

1 પાક

કપાસ

લક્ષણો

આ રોગ મુખ્યત્વે પરિપક્વ છોડના જૂના પાંદડાને અસર કરે છે. ચેપના પ્રારંભિક તબક્કા દરમિયાન આ પાંદડા પર લાલ રંગના ડાઘ દેખાય છે. જેમ જેમ રોગ વધે છે તેમ તે ડાઘ મોટા થાય છે અને પાંદડાની કિનારીઓ જાંબલી, ઘેરા બદામી અથવા કાળા રંગની થાય છે, આ સાથે ડાઘ વચ્ચેના ભાગમાં સફેદથી આછો ભૂખરો બને છે. ડાઘ ગોળાકાર અથવા અનિયમિત આકારનો હોય છે અને ચેપના સમયને આધારે તેનું કદ બદલાય છે. ફોલ્લીઓ કેન્દ્રિત થાય છે, જેથી કિનારીઓ ઘાટા કે આછા ભૂરા અથવા લાલ રંગમાં ફેરવાય છે. અસરગ્રસ્ત પાંદડા આખરે નિસ્તેજ બની જાય છે અને છેવટે ખરી જાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આજ સુધી, કોઈ જૈવિક નિયંત્રણ પદ્ધતિઓ શોધાઈ નથી. જો તમે આ રોગ કે તેની તીવ્રતા ઘટાડવા માટે કોઈ ઉપાય સફળતાપૂર્વક અજમાવ્યો હોય, તો કૃપા કરીને અમને જણાવો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક ઉપચારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. રોગની શરૂઆતમાં ૨ કિગ્રા/હેક્ટરના પ્રમાણમાં મેન્કોઝેબ અથવા કોપર ઓક્સીક્લોરાઇડવાળી સંરચનાનો છંટકાવ કરો. ૧૫ દિવસના અંતરાલમાં વધુ બેથી ત્રણ વખત છંટકાવ કરી શકાય છે. કાર્બેન્ડાઝેમ ૩ ગ્રામ/લિટર, કપટન ૨ ગ્રામ/લિટર ધરાવતા ફૂગનાશકો પણ આ જ પ્રમાણમાં વાપરવાથી સારા પરિણામ આપે છે.

તે શાના કારણે થયું?

આ લક્ષણો માયકોસ્ફેરેલા ગોસિપી નામની કર્કસ્પોરા પરિવારની ફૂગના કારણે થાય છે જે કપાસના છોડ પર હુમલો કરે છે. તે સોયાબીન અથવા મરી જેવા અન્ય પાકને અસર કરતી ફૂગથી અલગ છે. ખેતરમાં અન્ય પર્ણિય રોગો, જેમ કે target spot (કાણા) થી કર્કોસ્પોરાના ડાઘને અલગ પાડવાનું થોડું મુશ્કેલ છે. જો કે, આ રોગની વિશિષ્ટતા એ છે કે તે પાણી કે પોષક તત્ત્વો (મુખ્યત્વે પોટેશિયમ)ની અછત અનુભવી રહેલા કપાસના છોડમાં જોવા મળે છે. ખાતર અને સિંચાઈની યોગ્ય યોજના દ્વારા છોડને સ્વસ્થ રાખી ચેપગ્રસ્ત થતો રોકવામાં ઘણી મદદ મળે છે. આમ કરવાથી રોગની તીવ્રતાને પણ ઘટે છે. આ રોગ માટે ૨૦-૩૦ ° સે તાપમાન અને સાપેક્ષ પ્રમાણમાં ભેજ સારા પરિબળો છે. પવન અને પાણીના કારણે આ રોગના બીજકણ તંદુરસ્ત પાંદડા પર પણ ફેલાય છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો, પ્રતિરોધક અથવા સહિષ્ણુ જાતોનો ઉપયોગ કરો.
  • રોગના લક્ષણો માટે નિયમિતપણે ખેતરની ચકાસણી કરો.
  • અસરગ્રસ્ત છોડને દૂર કરી ખેતરથી દૂર તેનો નાશ કરો.
  • છોડના સારા વિકાસ માટે સંતુલિત (ખાસ કરીને પોટેશિયમ સમૃદ્ધ) ખાતર આપો અને યોગ્ય સિંચાઈ પદ્ધતિ જાળવો.
  • કાપણી પછી છોડના અવશેષોને ઊંડા દાટી દો અથવા ખેતરથી દૂર લઈ જઈ બાળી નાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો