બીટ

બીટના પાંદડાં પર સેરકોસ્પોરા ટપકાં

Cercospora beticola

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાં, ડાળીઓ અને પાંદડાની દાંડી પર લાલ-કથ્થઈ કિનારી વાળા આછા કથ્થઈ અથવા રાખોડી રંગના ગોળાકાર ટપકાં દેખાય છે.
  • ટપકાં એકરૂપ થઈ શકે છે, પાંદડા કથ્થઈ રંગના, વળે અને નાશ પામે છે.

માં પણ મળી શકે છે

1 પાક
બીટ

બીટ

લક્ષણો

આ રોગ પહેલા જૂના, નીચલા પાંદડા પરથી શરૂ થાય છે અને પછી કુમળા પાંદડાં તરફ આગળ વધે છે. પાંદડાં અને પાંદડાંની દાંડી પર આછા કથ્થઈ અથવા રાખોડી રંગના, ગોળાકાર અથવા લંબગોળ ટપકાં (2-3 મીમી વ્યાસ) દેખાય છે. આ સુકાયેલ પેશીઓની ફરતે લાલ-કથ્થઈ રંગની કિનારી હોય છે. ઘણીવાર ટપકાં એકરૂપ થાય છે, અને તેનું કેન્દ્ર સુકાઈ અને ખરી પડે છે, જેનાથી પાંદડાની સપાટી (શોટ-હોલ અસર) પર કાણાં દેખાય છે. ધીરે ધીરે પાંદડાના રંગમાં પણ વિકૃતિ આવે છે જે પ્રથમ પીળા (ક્લોરોસિસ) રંગના અને પછીથી, જેમ જેમ તે સૂકાઈ અને નાશ પામે, કથ્થઈ રંગના બને છે. દૂરથી, જોતા અસરગ્રસ્ત છોડ બળી ગયા હોય તેવું લાગે છે, અને સુકાયેલ પાંદડાં છોડ પરથી દૂર થઇ શેક છે. ડાળીઓ અને પાંદડાની દાંડી પરના ટપકાં વિસ્તૃત થાય છે અને ઘણી વખત તે સહેજ સુકાયેલ હોય છે. લાંબા સમયની ભેજવાળી પરિસ્થિતિ હેઠળ, પાંદડાની નીચેની સપાટી પર, ખાસ કરીને ઝખ્મની નીચે, ઘેરા રાખોડી રંગની મલમલ જેવી દેખાતી ફૂગનો વિકાસ જોઈ શકાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

પાંદડાં માટે જૈવિક છંટકાવ કરવા માટે બેક્ટેરિયા સ્યુડોમોનાસ ફ્લુઅર્સેન્સ, બેસિલસ એમેલોલિપ્લિવિફેન્સ, બેસિલસ સબટિલીસ અને ટ્રિકોદર્મા એસ્પેરેલમ ફૂગ પર આધારિત ઉત્પાદનોનો સમાવેશ થાય છે. વૈકલ્પિક રીતે, બિયારણ પરથી ફૂગ દૂર કરવા માટે અને તેમની તંદુરસ્તી જાળવી રાખવા તેને ગરમ-પાણીથી સાફ કરી શકાય છે. ઓર્ગેનિક ખેતીમાં રોગના નિયંત્રણ માટે કોપર આધારિત ઉત્પાદનો (કોપર ઓક્સિક્લોરાઇડ)નો ઉપયોગ સ્વીકાર્ય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. પરોપજીવીનું નિયંત્રણ કરવા માટે ટ્રાયેઝોલ ફુગનાશક (ડાઇફેનોકોનેઝોલ, પ્રોપીકોનેઝોલ, સાયપ્રોકોનેઝોલ, ટેટ્રાકોનેઝોલ, ઇપોક્સિકોનેઝોલ, ફલૂટ્રાએફોલ, વગેરે), અથવા બેન્ઝિમિડેઝોલ્સનો ઉપયોગ કરો.

તે શાના કારણે થયું?

આ રોગ કોરોસ્પોરા બેટીકોલા ફૂગ દ્વારા થાય છે, જે જમીનની ઉપરની સપાટીમાં અથવા જમીન પર પડેલા છોડના કચરામાં ટકી રહે છે. તે ઘાસ (પિગવીડ, ગુસફૂટ, થિસલ) જેવા વૈકલ્પિક યજમાનો પર પણ ટકી શકે છે જે બીટ માટે ચેપનો સ્ત્રોત હોવાનું જણાય છે. વધુ પડતો ભેજ (95-100%), વારંવાર પડતું ઝાકળ અને ગરમ હવામાન એ ફૂગના વિકાસ માટેની શ્રેષ્ઠ પરિસ્થિતિ છે. નાઇટ્રોજન ખાતરોનો વધુ પડતો ઉપયોગ રોગના બનાવમાં વધારો કરે છે. ઘણીવાર ખેતરમાં રોગ અનિયમિત રીતે ફેલાયેલ દેખાય છે, સામાન્ય રીતે સંરક્ષિત વિસ્તારોમાં ભેજ વધુ હોવાથી ત્યાં તે વધુ તીવ્ર હોય છે. તે વિશ્વભરમાં બીટ માટે સૌથી વિનાશક પરોપજીવી છે. સેરકોસ્પોરાનો ચેપ અન્ય પાંદડાના રોગો (અલ્ટરનેરીયા, ફોમા અને પાંદડા પર બેક્ટેરિયલ ટપકાં)થી અલગ એ રીતે પડે છે કે આ રોગમાં ખુબ જ નાના ટપકાં અને તેની મધ્યમાં કાળા રંગના કણો હાજર હોય છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત, રોગ મુક્ત બિયારણનો ઉપયોગ કરવાની ખાતરી કરો.
  • જો ઉપલબ્ધ હોય તો, પ્રતિકારક્ષમ જાતોની રોપણી કરવાની ખાતરી કરો.
  • જો જમીન ખૂબ એસિડિક હોય તો તેની પીએચ વધારવા માટે ચૂનાનો ઉપયોગ કરો.
  • ઉપરથી પડતાં પાણીવાળી સિંચાઇ ન કરો કારણ કે તેનાથી પાંદડા લાંબા સમય સુધી ભીના રહે છે, તેના બદલે ટપક સિંચાઈનો ઉપયોગ કરવો.
  • મધ્યાહન દરમિયાન સિંચાઈ કરો જેથી પાંદડા ઝડપથી સંપૂર્ણપણે સુકાઈ શકે.
  • ફોસ્ફરસ, મેંગેનીઝ અને બોરોન ધરાવતા સંતુલિત ખાતર પૂરું પાડો.
  • ખેતરમાંથી નીંદણ દૂર કરો.
  • છોડના કચરાને ખેતરમાંથી દૂર કરો અને ઊંડા દાટીને અથવા સળગાવીને તેનો નાશ કરો.
  • જમીન માંથી પાણી સારી રીતે દૂર થઇ શકે માટે એક જ દાંતી વાળા હલથી ઊંડી ખેડ કરો.
  • માટીના પોપડોને દૂર કરવા અને જમીનમાં હવાનું સ્તર સુધારવા માટે લણણી પછી જમીનને ખેડો.
  • 2-3 વર્ષ માટે પાકના પરિભ્રમણની યોજના કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો