અન્ય

કુકુરબીટમાં પર્ણ પર થતી ફૂગ

Alternaria cucumerina

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર સફેદ કેન્દ્રવાળા નાના, ગોળાકાર ડાઘ.
  • બાદમાં તે આછો છીકણી રંગનો બને છે, મોટો થાય છે અને કેન્દ્રમાં ગોળ રિંગ્સ બનાવે છે.
  • ફળની સપાટી પર ઘાટા ઓલિવથી કાળા રંગનું પાવડર જેવું આવરણ.

માં પણ મળી શકે છે

5 પાક

અન્ય

લક્ષણો

છોડના મધ્ય અને ઉપલા ભાગમાં જૂના પાંદડાઓ પર સફેદ કેન્દ્રવાળા નાના, ગોળાકાર ડાઘ જોવા મળે છે. આ ડાઘ વિસ્તૃત થાય છે અને આછો છીકણી રંગનો બને છે. ડાઘની અંદરની નસો કાળી પડે છે, પરિણામે તે જાળીદાર દેખાવ ધરાવે છે. સમય જતાં, રિંગ્સ વિકસે છે, જે ફક્ત પાંદડા ઉપરની સપાટી પર દેખાય છે, અને જાળી જેવો દેખાવ ધરાવે છે. આ ગોળાકાર ડાઘ આખરે સમગ્ર પાંદડાને અસર કરે છે, અને પાંદડા ખરી શકે છે. ગોળાકાર, છીકણી રંગના ઊંડા જખમ ચેપગ્રસ્ત ફળો પર દેખાય છે, જે પછીથી ફળની સપાટી પર ઘાટા ઓલિવથી કાળા રંગનું પાવડર જેવું આવરણ થઇ જાય છે. લણણી વખતે ન દેખાતા ચેપગ્રસ્ત ફળ પછીથી સંગ્રહ અથવા પરિવહન દરમિયાન નુકસાન દોરે છે. છોડના અન્ય ભાગો સીધી રીતે અસરગ્રસ્ત થતા નથી.

Recommendations

જૈવિક નિયંત્રણ

વાવેતર પછી તરત જ લીલા ઘાસના કચરા (મલ્ચ)નો ઉપયોગ કરવાથી એ.કુકુમેરિના બીજકણોનો નીચેના પાંદડા પર ફેલાવો અસરકારક રીતે ઘટાડે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. એઝોક્સિસ્ટ્રોબિન, બોસ્કાલિડ, ક્લોરોથોલોનીલ, કોપર હાઇડ્રોક્સાઇડ, મેન્કોઝેબ, માનેબ અથવા પોટેશિયમ બાયકાર્બોનેટ ધરાવતા ફૂગનાશકો રોગને નિયંત્રિત કરી શકે છે. જો કે, ક્લોરોથોલોનીલ ધરાવતા ઉત્પાદનો સામાન્ય રીતે સૌથી અસરકારક હોય છે. દરેક ઘટકના ઉપયોગનો સમય અને ઉપયોગની રીત અલગ અલગ હોય છે. પહેલાંથી તેના સંબંધિત ઉપયોગી સૂચનોનો અભ્યાસ કરો.

તે શાના કારણે થયું?

તરબૂચ અને સંબંધિત કુકરબીટ પ્રજાતિના આ લક્ષણો જમીનજન્ય ફૂગ અલ્ટરનેરિયા કુકુમેરિના દ્યવારા થાય છે. તે જમીનમાં પાકના કચરા અથવા નીંદણ અને અન્ય કુકરબીટ યજમાનો પર જીવંત રહે છે. રોગનો ફેલાવો વરસાદ, અતિશય સિંચાઈ, પવન, કાપણી, સાધનસામગ્રી અને ખેતરના કામદારો દ્વારા થઈ શકે છે. આ પરિસ્થિતિઓ ગરમ તાપમાન અને ઝાકળ, વરસાદ અથવા ઓવરહેડ સિંચાઈ દ્વારા પ્રોત્સાહન મેળવે છે. ૨ થી ૮ કલાક પાંદડા ભીના રહેવાથી ચેપ લાગી શકે છે, પરંતુ પાંદડા જેટલા વધુ સમય ભીના રહે છે તેટલી ચેપની તીવ્રતા વધુ હોય છે. વરસાદનો સમય અને ઝાકળના સમયગાળાની લંબાઈ રોગના વિકાસમાં વરસાદના પ્રમાણ કરતા મોટી ભૂમિકા ભજવે છે.


નિવારક પગલાં

  • દુર્ભાગ્યે, આ રોગ માટે કોઈ પ્રતિરોધક જાતો ઉપલબ્ધ નથી.
  • રોગના લક્ષણો જોવા માટે ખેતરનું નિયમિતપણે નિરીક્ષણ કરો.
  • કુકરબીટ્સ સિવાયના પાકો અને જાતિઓ સાથે ૧-૨ વર્ષ માટે પાકની ફેરબદલીની યોજના કરો.
  • સંતુલિત પોષકતત્વો આપીને પાક પર પડતી તાણ ઘટાડો.
  • વપરાતી સાધન-સામગ્રીને સ્વચ્છ રાખો.
  • જો શક્ય હોય તો ઓવરહેડ છંટકાવને બદલે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરો.
  • ખેતર ભીનું હોય ત્યારે કામ ન કરો.
  • ઋતુના અંતે છોડનો કચરાને ખેતરમાંથી દૂર કરો અને બાળી નાખો અથવા ખેતર ખેડી તેને ઊંડે દાટી દો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો