કેળા

કેળાના પાંદડા પર ચાઠા

Cordana musae

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • નીચેના પાંદડા ની કિનારી નજીક પીળા અથવા નિસ્તેજ બદામી અંડાકાર ટપકા.
  • નિસ્તેજ બદામી પેશી ના લાંબા પટ્ટાઓ.
  • ચળકતી પીળા રંગની આભા સાથે વિસ્તરેલ ચાઠા.

માં પણ મળી શકે છે

1 પાક

કેળા

લક્ષણો

નીચેના પાંદડા ની કિનારી નજીક પીળા અથવા નિસ્તેજ બદામી રંગના, અંડાકાર અથવા આંખ આકાર ના ટપકા દેખાય છે. સમય જતાં, ટપકા મોટા થાય છે અને તેમના કેન્દ્રો મૃત બને છે અને ધીમે ધીમે સ્પષ્ટ અને ચોક્કસ કેન્દ્રિત વિસ્તાર રચે છે. જેમ જેમ પાંદડા વધે છે ત્યારે આ ટપકા નસો સાથે ફેલાય છે. કેટલાક ટપકા ભેગા થઈ પીળી પેશીઓ દ્વારા ઘેરાયેલા મોટા મૃત ચાઠાં રચે છે. જ્યારે પાંદડાની કિનારીઓ માં ચેપ લાગે છે, ત્યારે નાના કેન્દ્રિત ટપકા વિકસે છે જે પાછળથી લાંબા નિસ્તેજ બદામી પેશીઓ ના મૃત પટ્ટાઓ માં રૂપાંતરિત થાય છે. ક્યારેક પટ્ટાઓ મુખ્ય નસો સુધી ફેલાઈ શકે છે. રોગગ્રસ્ત પાંદડા તદ્દન સુસ્પષ્ટ હોઈ શકે કારણ કે ચેપગ્રસ્ત વિસ્તારો સામાન્ય રીતે તેજસ્વી પીળા રંગની આભાવાળા વિસ્તારોથી ઘેરાયેલા હોય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આ રોગ માટે કોઈ જ સ્પષ્ટ જૈવિક નિયંત્રણનો ઉપાય જાણીતો નથી. તેથી, કેળાના ખેતરમાં યોગ્ય સંચાલન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગંભીર કિસ્સાઓમાં કોપરની જૈવિક ફોર્મ્યુલા, ઉદાહરણ તરીકે 1% બોર્ડેક્સ મિશ્રણ,ચેપગ્રસ્ત વિસ્તારો માં છાંટી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો.જો કે કેળામાં પાંદડા પર ટપકાના ઘણા બધા રોગો હોવાથી,ખાતરી કરો કે તમે પાંદડા પર કોર્ડના ના ટપકાના રોગ માટે સારવાર કરી રહ્યા છો ઉદાહરણ તરીકે પાંદડા પર મસાના ટપકા અથવા પાંદડા પર સીગાટોકા ટપકા માટે નહીં.ગંભીર કિસ્સાઓમાં 0.4% મેન્કોઝેબ અથવા 0.2-0.4% કોપર ઓક્ઝિક્લોરાઇડની તેલ આધારિત ફોર્મ્યુલા લાગુ પાડી શકાય છે. સપર્શતા ફુગનાશક જેવાકે ક્લોરોથેલોનીલ અથવા મેન્કોઝેબ અને પ્રણાલીગત ફૂગનાશક, દા.ત. ટેબ્યુકોનેઝોલ અથવા પ્રોપિકોનેઝોલ ની ભલામણ કરવામાં આવે છે. સારવાર ટોચના પાંદડા સુધી પહોંચે તેની ખાતરી કરો.

તે શાના કારણે થયું?

કોર્ડના મૂસાએ ફૂગ ના કારણે લક્ષણો થાય છે. તેને પાંદડા પર કોર્ડના ટપકા પણ કહેવાય છે, તે કેળામાં સૌથી મહત્વપૂર્ણ ફૂગના રોગો માનું એક છે, જે લગભગ તમામ કેળાના વાવેતર ના વિસ્તારોમાં પ્રચલિત છે. જીવાણુઓ પાણી નો છંટકાવ અને પવન દ્વારા ફેલાય છે , જેના ફેલાવાને કારણે ખાસ કરીને નજીકના વાવેતર ખેતરોમાં વિનાશ સર્જાય છે. ગરમ અને વારંવાર વરસાદથી ભેજવાળા હવામાન માં ફૂગ ની વૃદ્ધિ ઝડપથી થાય છે. ચેપ ને કારણે પાંદડા ને થતું નુકસાન પ્રકાશસંશ્લેષણ વિસ્તાર અને ઉપજ માં નોંધપાત્ર ઘટાડો થવાનું કારણ બને છે.


નિવારક પગલાં

  • જો તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો સ્થિતિસ્થાપક જાતોનો ઉપયોગ કરો (બજારમાં અનેક મળે છે).
  • એકબીજાનો છાંયો અને પાંદડાનો સંપર્ક ટાળવા માટે યોગ્ય અંતર રાખો.
  • નવું વાવેતર રોગગ્રસ્ત છોડથી યોગ્ય અંતરે હોય તેની ખાતરી કરો.
  • હવામાં સંબંધિત ભેજનું પ્રમાણ ઘટાડવા માટે ઉપરથી પડતાં પાણીના છંટકાવ વાળી સિંચાઈ પધ્ધતિ ટાળો.
  • સિંચાઈ માટે ટપક પધ્ધતિ પસંદ કરવી.
  • સંતુલિત ખાતર પૂરું પાડો અને ખાસ કરીને વધુ પડતું એન.
  • ખાતર આપવાનું ટાળો.
  • ચેપગ્રસ્ત પાંદડા દૂર કરો અને તેને બાળી દો.
  • જૂના સૂકા લટકતા પાંદડા દૂર કરીને ખેતરને સ્વચ્છ રાખવાની ટેવ પાડો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો