અન્ય

મસૂરમાં કાટ જેવી વિકૃતિ

Uromyces viciae-fabae

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાંની ઉપરની સપાટી પર સફેદ, સહેજ ઉપસેલા ટપકાં.
  • ટપકાં મોટા તથા ફરતે આછા રંગની આભા સાથે, પાવડર જેવા અને નારંગી રંગના બને છે.
  • પાંદડાંની બંને બાજુ, ડાળી અને શીંગો પર ફોલ્લીઓ દેખાય છે.
  • પાંદડાં ખરી પડે, વિકાસ અટકે છે, અકાળે નાશ થાય છે.

માં પણ મળી શકે છે

3 પાક

અન્ય

લક્ષણો

પાંદડા, ડાળી અને શીંગોને ચેપ લાગી શકે છે. પ્રારંભિક લક્ષણો પાંદડાની ઉપરની સપાટી પર નાના, સફેદ, સહેજ ઊપસેલ ટપકાં તરીકે દેખાય છે. ટપકાં જેમ જેમ મોટા થાય છે તે પાવડર જેવા અને નારંગી કે કથ્થાઈ રંગના બને છે, અને ક્યારેક ફરતે આછા રંગની આભા ધરાવે છે. આ ફોલ્લીઓ પાંદડાંની બંને બાજુ, ડાળી અને શીંગો પર દેખાય છે. પાછળના તબક્કામાં, પહેલા વિકસેલ ફોલ્લીમાં બીજી ફોલ્લી વિકાસ પામે છે, જે તેના કેન્દ્રમાં ટપકાં સાથે O આકાર બનાવે છે. કાટનો દેખાવ અને ગંભીરતા મોટા ભાગે પ્રવર્તમાન હવામાનની પરિસ્થિતિ પર નિર્ભર હોય છે. જ્યારે તાપમાન 20ºC ઉપર ત્યારે છોડ પર ઝડપથી વિકસે છે અને ખરેખર તેને આવરી શકે છે. ભારે ચેપના કિસ્સામાં પાંદડાં ખરે, છોડની વૃદ્ધિ અટકે અને તેનો અકાળે નાશ થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આ રોગ પેદા કરતાં જીવાણુને નિયંત્રિત કરવા માટે કોઈ જ જૈવિક નિયંત્રક ઉપલબ્ધ નથી. નિયંત્રિત જગ્યાની સરખામણીમાં રોગની તીવ્રતા ઓછી કરવા અને અનાજની વધુ સારી ઉપજ માટે ઓછી લીમડાના તેલ, જાત્રોફાના તેલ અથવા સરસવના તેલનો છંટકાવ સારા પરિણામો આપે છે .

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. બીજ દ્વારા પરિવાન ઓછું કરવા માટે ફિનાઈલ મરક્યુરી એસિટેટ અને ડાયક્લોબ્યુટરેઝોલ થી બીજની સારવાર ઉપયોગમાં આવે છે. રોગના લક્ષણો દેખાયા પછી, પાંદડાં પર ફુગનાશકોથી છંટકાવ અને ત્યાર બાદ 10-દિવસના અંતરાલે વધુ બે છંટકાવ કરવાથી રોગની ઘટનાઓ અને ગંભીરતાને ઘટાડે છે. મસૂર માં કાટની સારવાર માટે ફ્લ્યુટ્રીએફોલ, મેટાલેકસીલ ની ભલામણ કરી શકાય છે. અન્ય ઉત્પાદનો માં મેન્કોઝેબ, ક્લોરોથેલોનીલ અને કોપરને સમાવતા સંયોજનનો સમાવેશ થાય છે.

તે શાના કારણે થયું?

યુરોમાયસીસ વીસીએ-ફૅબે ફૂગ ના કારણે લક્ષણ નિર્માણ થાય છે, જે જ્યારે કોઈ પાક ઉપલબ્ધ ન હોય ત્યારે પાકના કચરા, જાતે ઉગી નીકળેલ છોડ અને નીંદણ પર અસ્તિત્વ ધરાવે છે. તે આનુષંગિક દુષણ તરીકે બીજથી પણ વહન પામી શકે શકે છે. તે યજમાનોની સંખ્યા ઓછી છે જેમાં, મસૂર સાથે, વ્યાપક પ્રકારના બીન અને વટાળાનો સમાવેશ થાય છે. જ્યારે પરિસ્થિતિ અનુકૂળ હોય (17 થી 25 ° સે અને લાંબા સમય સુધી પાંદડાં ની ભીનાશ), ત્યારે રોગના બીજકણ નિર્માણ કરે છે કે જે લાંબા અંતર સુધી પવન દ્વારા ફેલાય છે અને નવા છોડ કે ખેતરમાં ચેપ પેદા કરે છે. ખેતર વચ્ચે પાકના કચરાનું પરિવહન, દૂષિત પરાગરજ, અને દુષિત કપડાં, સાધનો અને સામગ્રી રોગના પરિવહન માટેના અન્ય સાધનો છે. તેની ફેલાવાની ઊંચી ક્ષમતાને કારણ તેને મોટું આર્થિક સંકટ ગણવામાં આવે છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત સ્રોતો તરફથી પ્રાપ્ત તંદુરસ્ત બીજ જ વાપરવા.
  • જો ઉપલબ્ધ હોય તો પ્રતિકારક્ષમ જાતો પસંદ કરો.
  • બિન-યજમાન પાક સાથે પાકની ફેરબદલી કરવાની યોજના કરો.
  • ખેતરને નીંદણ અને જાતે ઉગી નીકળેલ છોડથી સ્વરછ કરો.
  • રોગના લક્ષણ માટે ખેતરનું નિયમિતપણે નિરીક્ષણ કરો.
  • જુદી જુદી જગ્યા અથવા ખેતરો વચ્ચે દૂષિત છોડના કચરાનું વહન ન થાય તે માટે ખુબ કાળજી રાખો.
  • ખેતરમાં કામ કર્યા પછી કામના સાધન અને સામગ્રીને શુધ્ધ અને જંતુમુક્ત કરો.
  • ચેપગ્રસ્ત છોડને લણણી પછી દૂર કરો અને સળગાવી, ચારામાં આપી અને દફનાવી તેનો નાશ કરો.
  • ખરાબ લક્ષણો ટાળવા વાવણી માટેની તારીખ બદલો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો