ડુંગળી

પાંદડાપર બોટ્રીટીસ ફૂગ

Botryotinia squamosa

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર નાના,સફેદ અને લાંબા અને ઘણીવાર આછો લીલા પ્રભામંડળ દ્વારા ઘેરાયેલા ટપકા.
  • સમય જતાં, ટપકાં ઊંડા અને તણખલા જેવા રંગના , મધ્યમાં એક લાંબા કાપા વાળા થાય છે.પાંદડાનું ફુગાવવું અને રોગગ્રસ્ત થવું છોડના મૃત્યુ માં પરિણમી શકે છે.
  • ખેતરમાં મૃત્યુ પામેલા છોડમાં મોટા પીળા પટ્ટા જોઈ શકાય છે.

માં પણ મળી શકે છે

2 પાક

ડુંગળી

લક્ષણો

ચેપ વૃદ્ધિના કોઈપણ તબક્કે લાગી શકે છે અને સામાન્ય રીતે પ્રથમ તે જુના પાંદડા પર જોઈ શકાય છે.પાંદડાની ઉપલી સપાટી પર નાના (1-5 મીમી), ગોળ અથવા વિસ્તરેલ સફેદ ટપકા પ્રારંભિક લક્ષણો તરીકે દેખાય છે.અલગ અલગ ટપકા અને પાછળથી ટપકા ના જૂથ આછા લીલા અથવા ચાંદી જેવા પ્રભામંડળ થી ઘેરાયેલા અને શરૂઆતમાં પાણી શોષાયેલા ફોલ્લીઓ જેવો દેખાવ ધરાવે છે. સમય જતાં, જખમની સંખ્યામાં વધારો થાય છે અને જુના ટપકા ના કેન્દ્ર ઊંડા અને તણખલા જેવા રંગના થાય છે , જે મૃત કોષો ના વિકાસ નો સંકેત છે. પાછળના તબક્કે જખમ માં લાંબો ચીરો દેખાઈ શકે છે. પાંદડાની ટોચ અને કિનારીઓ પોચી થાય છે અને ધીમે ધીમે મૃત બની જાય છે, જે પાંદડાંના ફુગાવવા અને રોગગ્રસ્ત થવાનું કારણ બને છે. અનુકૂળ પરીસ્થિતિ માં, રોગ ગાંઠો (કંદમૂળ) પર પણ અસર કરે છે અને તેના કદ અને તેની ગુણવત્તામાં ઘટાડો થાય છે. જયારે રોગ વધુ ફેલાય છે,ત્યારે ખેતરમાં મૃત્યુ પામેલા છોડમાં મોટા પીળા પટ્ટા દૂરથી જોઇ શકાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આ રોગમાં સારવાર માટે આ ક્ષણે કોઈ જૈવિક સારવાર ઉપલબ્ધ થઇ નથી.જો તમે કંઈક જાણતા હોવ તો અમારો સંપર્ક કરો.

રાસાયણિક નિયંત્રણ

હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ખેતીની સારી પદ્ધતિઓ ચેપનું જોખમ ઘટાડવા માટે આવશ્યક છે. જો ફુગનાશક દવાઓની જરૂર પડે તો, ફ્લુડાઈઓક્ષોનીલ સાથે સંયોજનમાં ઇપ્રોડાઈઓન,પાયરીમેથાનીલ,ફ્લુએઝીનમ અથવા સાયપ્રોડિનીલ સમાવતા ઉત્પાદનો નો છંટકાવ ઉત્તમ પરિણામો આપે છે. ક્લોર્થાલોનીલ અને માંકોઝેબ પર આધારિત અન્ય ઉત્પાદનો પણ કામ છે પરંતુ તેની અસર ઓછી થાય છે. હવામાં છંટકાવ પદ્ધતિઓ કરતા ફુગનાશકોનો જમીનમાં ધુમાડો કરવાની પદ્ધતિ વધુ અસરકારક હોય છે.

તે શાના કારણે થયું?

આ રોગ બોટ્રીટીસ સ્કાવામોસા ફૂગ ના કારણે થાય છે, જે ચેપગ્રસ્ત ગાંઠો અથવા ખેતરમાં રહેલા છોડના અન્ય અવશેષો અથવા સંગ્રહ કરવામાં આવેલ જગ્યા પર અસ્તિત્વ ધરાવે છે. જ્યારે પરિસ્થિતિ અનુકૂળ હોય છે, ત્યારે આ પેશીઓ પર ફુગના બીજકણ ઉત્પન્ન થાય છે અને પવન દ્વારા પડોશી છોડ પર ફેલાય છે, જે ચેપનું એક પ્રાથમિક સ્ત્રોત તરીકે વર્તે છે. 10 અને 20 ° સે, વધારે વરસાદ ,લાંબા સમય સુધી પાંદડા પર ભીનાશ અથવા વધારે પ્રમાણમાં ભેજ ફૂગના જીવન ચક્ર ની તરફેણ કરે છે. ચેપની તીવ્રતાને ઘટાડવા પાંદડાને શક્ય તેટલા સૂકા રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. લક્ષણો જેમ કે દુષ્કાળ નું દબાણ, કરાની ઈજા, જીવાણુ નો ઉપદ્રવ અથવા વનસ્પતિનાશક નુકસાન જેવા અન્ય રોગશાસ્ત્ર અથવા વિકૃતિઓ સાથે લક્ષણોમાં મુંઝવણ થઈ શકે છે.


નિવારક પગલાં

  • એક પ્રમાણિત સ્ત્રોત માંથી તંદુરસ્ત બીજ અથવા વાવેતર સામગ્રીનો ઉપયોગ કરો.
  • ઝડપથી પરિપકવ થતી જાતો પસંદ કરો.સારા હવાઉજાશની ખાતરી કરવા માટે ચાસ વચ્ચે ભલામણ કરવામાં આવેલ જગ્યા રાખી વાવેતર કરવું.
  • ડુંગળી ઉત્પાદન કરતી જગ્યા નજીક બીજ ઉત્પાદન ના ખેતરમાં વાવેતર કરશો નહીં.
  • માટીમાંથી પાણીના નિકાલ માટે સારી વ્યવસ્થા ની ખાતરી કરો અને વધુ સિંચાઈ ટાળો.
  • જયારે ટોચ સુકાઈ જાય ત્યારે મોસમ ના અંતમાં ખાતર આપવાનું ટાળો.
  • રોગના લક્ષણો જાણવા માટે તમારા પાક અને ખેતરની નિયમિત ચકાસણી કરો.ખેતરોમાં અને તેની આસપાસનું નીંદણ અને જાતે ઉગી નીકળતી ડુંગળી દૂર કરો.
  • ચેપગ્રસ્ત છોડ અને છોડના ભાગો દૂર કરો અને તેમને બાળી નાખી તેનો નાશ કરો.
  • લણણી પછી ચુંટેલા મસા દૂર કરો અને ડુંગળીની ટોચ કાપો અને તેમને બાળી તેનો નાશ કરો.
  • અન્ય રોગો દ્વારા ચેપ લાગવાનું જોખમ ટાળવા માટે 2 વર્ષ માટે પાકની ફેરબદલી ની ભલામણ કરવામાં આવે છે.
  • ગાંઠો ને ચેપગ્રસ્ત જગ્યાએથી અન્ય ખેતરોમાં લઈ જવા નહીં.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો