ટામેટા

અલ્ટરનેરીયા ફુગથી કાળા ડાઘા અને ફળમાં સડો

Alternaria alternata

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • ફળો અને પાંદડા પર નાના રાતા-બદામી પડતા ટપકાં.
  • જે લીલા-પીળા રંગની આભાથી ઘેરાયેલા હોય છે.
  • ટપકાં મોટા થાય.
  • ફળ સડે.

માં પણ મળી શકે છે


ટામેટા

લક્ષણો

આ ફૂગથી દાડમમાં મુખ્ય બે પ્રકારના લક્ષણો નિર્માણ કરે છે કે જે જરૂરી નથી કે એકીસાથે દેખી શકાય. સામાન્ય રીતે ઓળખાતા કાળા ડાઘ અને ફળમાં સડો, ઘણી વખત દાડમની જાત પર આધારિત હોય છે. કાળા ડાઘનો રોગ, ફળો અને પાંદડા પર દેખાતા લીલા-પીળા રંગની આભાથી ઘેરાયેલ, નાના, રાત-બદામી રંગના કાળા ડાઘ(1-3 મીમી) જેવી લાક્ષણિકતા ધરાવે છે. જેમ જેમ રોગ વિકસે છે, આ ડાઘ ભેગા થઇ ફળની સપાટીને 50% સુધી આવરી લેતા ચાઠાં નિર્માણ કરે છે. પાંદડા પર, તેનાથી પીળાશ આવી જાય છે અને વહેલા ખરી શકે છે. ફળના બહારના ભાગમાં સડો શરૂ થાય, જ્યારે અંદરનો ખાદ્ય ભાગ હજુ સુરક્ષિત રહે છે. ફળનો સહેજ અસામાન્ય રંગ અથવા આકારમાં ફેરફારો એ સડો થવાનાં બાહ્ય ચિહ્નો હોઇ શકે પરંતુ ઘણી વાર ફળ લણણી સુધી તેનો તંદુરસ્ત દેખાવ જાળવી રાખે છે અને જયારે તેને કાપવામાં આવે, ત્યારે સડો દેખાય થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

અલ્ટરનેરીયા અલ્ટરનાટા સામે પ્રતિકાર કોઈ જૈવિક સારવાર ઉપલબ્ધ થઇ નથી. જોકે, દાડમ પર રોગ નિયંત્રણમાં કોપર ઓકસીક્લોરાઇડ પર આધારિત ઉત્પાદનો અત્યંત અસરકારક સાબિત થયા છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. મોર આવવાના સમયગાળા દરમિયાન અથવા જ્યારે ફળો પર પ્રથમવાર લક્ષણો દેખાય ત્યારે બે પ્રતિબંધક છંટકાવ રોગ સામે સારું નિયંત્રણ આપે છે. પ્રોપિકોનાઝોલ, થિયોફેનેટ મિથાઈલ અથવા ઓઝોક્સિસ્ટ્રોબિન પર આધારિત ઉત્પાદન, અત્યંત અસરકારક સાબિત થયું છે. પ્રતિરોધકતાને નિર્માણ થતી અટકાવવા માટે, જણાવેલ સાંદ્રતા અને ફુગનાશકના વપરાશની વિવિધ શૈલીને અનુસરવી ખુબ જ મહત્વપૂર્ણ છે.

તે શાના કારણે થયું?

કાળા ડાઘ અને સડો થવાના લક્ષણો અલ્ટરનેરીયા કુટુંબની ઘણી ફૂગ દ્વારા નિર્માણ થઇ શકે છે પરંતુ મુખ્ય કારણ અલ્ટરનેરીયા અલ્ટરનાટા છે. આ ફૂગ સામાન્ય રીતે પાકના કચરા, જુના પડેલા ફળો અથવા જમીન પર અસ્તિત્વ ધરાવે છે. રોગના બીજકણો ત્યાર પછી પવન દ્વારા ફૂલો પર આવે છે. જંતુઓ અને પક્ષીઓ પણ વૈકલ્પિક ફેલાવો કરનાર પરિબળ છે. વારંવાર વરસાદ કે ભેજવાળા હવામાન દ્વારા, ફૂલોના પાછલા અથવા ફળના વહેલા તબક્કાના સમયગાળા દરમિયાન ચેપની તરફેણ થાય છે. ઘણીવાર, સડો માત્ર લણણી પછી, સંગ્રહ અથવા પરિવહન સમયે જ નજરમાં આવે છે. ફૂગ દાડમના ફળની અંદર વધે છે, જેનાથી સડો નિર્માણ થાય છે અને વેચાણ લાયક રહેતા નથી.


નિવારક પગલાં

  • છોડ માટે પ્રમાણિત સ્રોતમાંથી પ્રાપ્ત તંદુરસ્ત સામગ્રીનો ઉપયોગ કરો.
  • ખેતરમાં પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા રાખવી, કારણકે પાણીના ભરાવાથી અથવા વધુ પીયતથી ફળ તૂટી શકે છે.
  • ખાસ કરીને ફૂલો આવવાના સમયગાળા દરમિયાન રોગની નિશાની માટે તમારા છોડ અથવા ખેતરની નિયમિત તપાસ કરો.
  • છોડની કુદરતી પ્રતિકારશક્તિ વધારવા માટે તમારા પાકને યોગ્ય ખાતર પૂરું પાળો.
  • તમામ અસરગ્રસ્ત ફળો ભેગા કરીને તેનો બાળીને નાશ કરો.
  • લણણી સમયે અસરગ્રસ્ત, તંદુરસ્ત-દેખાતા ફળ ધીમેધીમે છોડને હલાવવાથી જમીન પર પડી શકે છે.
  • ખેતરમાંથી જૂના ફળ અને મૃત શાખાઓને દૂર કરો.
  • લણણી દરમિયાન દાડમના યોગ્ય વર્ગીકરણ અને વર્ગણી કરવાથી સંગ્રહ અને પરિવહન દરમિયાન રોગને ફેલાતો અટકાવી શકો છો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો