મકાઈ

મકાઇના સાંઠા માં ગિબેરેલા સડો

Gibberella zeae

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • ચીમળાયેલ અને દૂષિત ડૂંડા જે છેડેથી લાલ રંગના બને છે.
  • પાંદડા નબળા રાખોડી-લીલા રંગના બને છે અને નમી પડે છે.
  • સાંઠાનો ગર ચીથરેહાલ થાય છે અને તેમાં ગુલાબી અથવા લાલ રંગની વિકૃતિ નિર્માણ થાય છે.
  • મૂળમાં સડો નિર્માણ થાય છે અને અંતે છોડ નાશ પામે છે.

માં પણ મળી શકે છે

1 પાક

મકાઈ

લક્ષણો

મકાઈમાં આ રોગને ડૂંડા અને સાંઠા એમ બંને પરના લક્ષણો દ્વારા દર્શાવી શકાય છે. ઘણી વખત પ્રારંભિક લક્ષણો ડૂંડાની ટોચ પર સફેદ આવરણ તરીકે જોવા મળે છે, જે સમય જતાં ગુલાબી અથવા લાલ રંગના બને છે. જેમ જેમ રોગનો વિકાસ થાય છે, રંગનું વિકૃતિકરણ ડૂંડાના બાકીના ભાગ સુધી વિસ્તરે છે, ઘણી વખત ડૂંડાના ફોતરાં અને દાણા વચ્ચે ફેલાય છે. અસરગ્રસ્ત ડૂંડા સંપૂર્ણપણે સડી શકે છે. શરૂઆતમાં ચેપગ્રત થયેલ છોડના પાંદડા સાધારણ રાખોડી-લીલા રંગના બને છે અને કરમાઈ જાય છે. નીચેના ગાંઠો વચ્ચેના સાંઠા પોચા અને સોનેરી કે ઘાટા-છીંકણી બને છે. પાછળથી, સપાટી પર કાળા રંગના કણો નિર્માણ થાય છે, જે આંગળીના નખથી સરળતાથી ઉખાડી શકાય છે. સાંઠા ને કાપવાથી તેમાં ચિથરેહાલ, ગુલાબી કે લાલ રંગની આભા વાળી વિકૃત પેશીઓ દેખાય છે. મુખ્ય મૂળ ધીમે ધીમે સડે, કથ્થઈ રંગનું અને બરડ બને છે. છોડ અકાળે નાશ પામે અને વસાહત નિર્માણ થઇ શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

હાલમાં જી. ઝીએ સામે કોઈ જ જૈવિક નિયંત્રણ પદ્ધતિ ઉપલબ્ધ નથી. જો તમે કોઇ જાણતા હો તો કૃપા કરીને અમને જાણ કરશો. બીજને આ રોગાણુથી મુક્ત કરવા ગરમ પાણીથી સારવાર આપી શકાય. કૃપા કરીને તમારી જરૂરિયાત પ્રમાણે કેવું તાપમાન અને સમય શ્રેષ્ઠ છે તે તપાસો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. મકાઈના સાંઠામાં ગિબરેલાના સડા સામે હાલમાં કોઈ જ ફુગનાશક ઉપલબ્ધ નથી. ખાસ કરીને જ્યારે વિસ્તાર નોંધપાત્ર રીતે જી. ઝીએ દ્વારા અસરગ્રસ્ત હોય ત્યારે, બીજની ફુગનાશક સાથે સારવાર કરી શકાય છે.

તે શાના કારણે થયું?

રોગના લક્ષણો ગિબરેલા ઝીએ ફૂગ દ્વારા નિર્માણ થાય છે, જે ઠંડી દરમ્યાન છોડના અવશેષો અને કદાચ બીજમાં પણ ટકી શકે છે. રોગના બીજકણ ગરમ અને ભેજવાળા વાતાવરણમાં નિર્માણ થાય છે અને પવન તથા વરસાદના છાંટા ઉડવાથી ફેલાય છે. સામાન્ય રીતે પ્રાથમિક ચેપ જયારે રોગના બીજકણ રેશમ જેવા તાંતણા પર ફેલાય ત્યારે જોવા મળે છે અને પેશીઓમાં વસાહતો કરવાનું શરૂ કરે છે. મૂળ, સાંઠા અથવા પાંદડા પર ઘાવ એ ચેપ માટેના અન્ય સ્ત્રોત છે. ખાસ કરીને પક્ષીઓ અને જંતુઓ હાનિકારક છે કારણ કે રોગના બીજકણનું અથવા બીજનું વહન કરવા ઉપરાંત, તે છોડની પેશીઓને પણ નુકસાન પહોંચાડે છે. ડાંગર, જુવાર, ઘઉં, રાઈ, ટ્રીટીકેલ અથવા જવ જેવા ખાદ્ય અનાજ ના છોડને પણ આ જીવાણુનું દ્વારા ચેપ લાગી શકે છે. અન્ય છોડ લક્ષણો દર્શાવ્યા વગર જીવાણુનું વહન કરી શકે છે, આમ તે ચેપ માટેના સ્ત્રોત તરીકે સેવા આપે છે.


નિવારક પગલાં

  • આ રોગના લક્ષણ જોવા માટે ખેતરનું નિયમિતપણે નિરીક્ષણ કરો.
  • સારી તાકાત વાળા સાંઠા અને રોગો પ્રતિકાર પાંદડા વાળી સંકર જાતો પસંદ કરો.
  • અંતર અને બીજના દર માટેની ભલામણનો અનુસરો.
  • નાઇટ્રોજન / પોટેશિયમનું યોગ્ય સંતુલન જાળવી રાખવા માટે માટીનું પરીક્ષણ અને ખાતરની ભલામણોનો ઉપયોગ કરો.
  • ખાસ કરીને બીજાંકુરણ પછી અને અનાજના દાણા ભરાતી વખતે છોડમાં તણાવ ઘટાડો.
  • ખેતરમાં કામ કરતી વખતે છોડને થતું યાંત્રિક નુકસાન ટાળો.
  • જમીનમાં રહેલ છોડના અવશેષોને તોડવા ખેડ કરો.
  • બિન-સંવેદનશીલ પાક સાથે પાકની ફેરબદલીની યોજના કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો