કેળા

કેળામાં જીવાણુજન્ય નરમ સડો

Pectobacterium carotovorum

બેક્ટેરિયા

5 mins to read

ટૂંકમાં

  • મૂળતંતુઓની આંતરિક પેશીઓમાં સડો.
  • બગડેલી ગંધ.
  • પાંદડાની સપાટી અને કોલર પર કથ્થાઈ અથવા પીળા રંગના પાણી શોષાવાથી પડેલ ડાઘાં.
  • થડ પાયામાંથી સૂજેલું અને વિભાજીત બની જાય છે.
  • પાંદડા સુકાય છે.

માં પણ મળી શકે છે

1 પાક

કેળા

લક્ષણો

તાજેતરમાં વાવેતર કરેલ મૂળની ગાંઠોમાં પ્રારંભિક લક્ષણો, આભાસી થડ અને મૂળિયાંની આંતરિક પેશીમાં સડા તરીકે જોઈ શકાય છે. આંતરિક પેશીઓમાં ઘેરા બદામી અથવા પીળા રંગના પાણી શોષાવાથી નિર્માણ થયેલ ડાઘ અને બગડેલી ગંધ દ્વારા દર્શાવી શકાય છે. જ્યારે અસરગ્રસ્ત છોડને થડ પરની ગાંઠ પાસેથી કાપીને જોવામાં આવે તો તેમાં લાલ પીળાશ પડતો સ્ત્રાવ જોઈ શકાય છે. ગાંઠ પાસેના સડા બાદ, પાંદડામાં અચાનક તંદુરસ્તીનો અભાવ દેખાય છે અને જે પાછળથી સંપૂર્ણપણે સુકાઈ જાય છે. રોગ અંતિમ ચરણમાં, થડ પાયામાંથી સૂજેલું અને વિભાજીત બની જાય છે. જૂના છોડમાં, ગાંઠની આસપાસ અને પાંદડા પર પણ સડો થાય છે. અસરગ્રસ્ત છોડને બહાર ખેંચવામાં આવે તો, તે ગાંઠ પાસેથી તૂટી જાય છે અને મુખ્યમૂળ તથા મૂળતંતુ જમીનમાં જ રહી જાય છે. રોગનો ફેલાવો ઘણીવાર વાવણી બાદ 3-5 મહિને જોવા મળેછે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આ રોગની સારવાર માટે આ ક્ષણે કોઈ જ જૈવિક સારવાર ઉપલબ્ધ થઇ નથી. એકવાર આ રોગ જાણવા મળ્યા બાદ, ચેપગ્રસ્ત છોડને તંદુરસ્ત બનાવવા અથવા ચેપ ઘટાડવા માટેની કોઈ જ સંભાવના નથી. જો તમે કોઈ જૈવિક સારવાર વિશે જાણતા હો તો, મહેરબાની કરી અમારો સંપર્ક કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. એકવાર આ રોગ જાણવા મળ્યા બાદ, ચેપગ્રસ્ત છોડને તંદુરસ્ત બનાવવા અથવા ચેપ ઘટાડવા માટેની કોઈ જ સંભાવના નથી. જો તમે કોઈ રાસાયણિક સારવાર વિશે જાણતા હો તો, મહેરબાની કરી અમારો સંપર્ક કરો.

તે શાના કારણે થયું?

માટી-આધારિત બેક્ટેરિયાની પેટાજાતિ, Pectobacterium carotovorumના કારણે રોગ નિર્માણ થાય છે. તે ભેજવાળી જમીન અને પાકના કચરામાં અસ્તિત્વ ધરાવે છે. તે વરસાદ અને સિંચાઈના પાણી મારફતે, ઉપરાંત ખેતરની ચેપગ્રસ્ત સામગ્રી દ્વારા પણ વૃક્ષો વચ્ચે ફેલાય છે. મુખ્યત્વે યુવાન છોડ(મૂળ તંતુઓ)ને રોગ દ્વારા અસર થાય છે. રોગ પેદા કરતા જીવાણુ છોડની પેશીઓ પરના કુદરતી અને કૃત્રિમ જખમો દ્વારા મૂળ પ્રણાલીમાં પ્રવેશે છે. આ લક્ષણો થડની આંતરિક પેશીઓમાં સડો થવાથી અને તેથી છોડમાં પાણી અને પોષકતત્વોના પરિવહનને હાનિ પહોંચવાથી થાય છે. ભેજનું ઊંચું પ્રમાણ અને વારંવાર વરસાદ બેક્ટેરિયાની વૃદ્ધિની તરફેણ કરે છે. ઉનાળા દરમિયાન ગરમ, ભીના હવામાન દરમિયાન ચેપ ખુબ જ વકરે છે. કેળાના ઘોણના નિર્માણ સમયે રોગ લાગે તો આર્થિક નુકસાન વધુ ગંભીર હોય છે.


નિવારક પગલાં

  • સંસર્ગનિષેધ પગલાંનું સખ્તાઈથી પાલન કરો.
  • વિશ્વસનીય સ્ત્રોત અથવા તંદુરસ્ત મૂળની ગાંઠો માંથી મળેલ વાવેતર માટેની તંદુરસ્ત સામગ્રીનો ઉપયોગ કરવો.
  • છોડ વચ્ચે યોગ્ય અંતર રાખો.
  • ખેતરમાં પાણીનો સંચય ટાળવા માટે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરો.
  • ફક્ત યોગ્ય રીતે તૈયાર થયેલ કાર્બનિક ખાતરનો જ ઉપયોગ કરવો.
  • રોગની કોઇપણ નિશાની માટે તમારા છોડ અથવા ખેતરની નિયમિત તપાસ કરો.
  • ખેતરમાં કામ કર્યા બાદ બ્લીચ સાથે સાધનસામગ્રીને ચેપમુક્ત કરો.
  • ઓછામાં ઓછા ત્રણ વર્ષ માટે , પ્રતિરોધક અને બિન-યજમાન પાક સાથે પાકની ફેરબદલી કરવાની ભલામણ કરવામાં આવે છે.
  • ખેતી દરમિયાન કાળજીપૂર્વકની દેખભાળની ખાતરી કરો.
  • યાંત્રિકરીતે થતી ઇજાઓ ટાળો.
  • પાંદડાં ભીના હોય ત્યારે ખેતરમાં કામ કરવાનું અને ખાતર આપવાનું ટાળો.
  • પાકની લણણી સૂકા હવામાન દરમિયાન કરો.
  • ચેપગ્રસ્ત છોડ દૂર કરો અને બાળીને તેનો નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો