ચોખા

ચોખાના પાંદડા પર સાંકડા ભૂરા ટપકા

Sphaerulina oryzina

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાની ધરી ઉપર રેખીય જખમ.
  • છોડના આવરણમાં વધતુ જતુ વિકૃતીકરણ, “ચોખ્ખો ડાઘ” પછી ડાઘા દેખાવા.
  • ડૂંડામાં અપરિપકવ દાણા બેસવા.
  • બીજ અથવા અનાજનું જાંબલી ભૂરા રંગનુ વિકૃતીકરણ.

માં પણ મળી શકે છે

1 પાક

ચોખા

લક્ષણો

રેખીય પાંદડાના જખમ વિકસે છે જે 2-10 મીમી લાંબા અને સામાન્ય રીતે 1-1.5 મીમીથી વધુ પહોળા નથી. તેનો વિકાસ પાનની ધરીના સમાંતર હોય છે. નુકશાનમાં ગાઢ બદામી કેન્દ્ર હોય છે અને બાહ્ય માર્જિન સુધી પહોંચે છે. આવરણ ઉપર નુકશાન હોય છે તે પાંદડા જેવુ જ હોય છે, જ્યારે ધાનનુ ફોતરુ અને દાંડી ઉપરનુ નુકશાન ટૂંકુ અને પાછળથી ફેલાય છે. પ્રતિકારક્ષમ જાતોમાં નુકશાની ચેપવાળી જાતો કરતા સાંકડી, ટૂંકી અને વધારે ગાઢ હોય છે. ડાઘા પાછળના તબક્કામાં દેખાય છે. ખાસ કરીને ફૂલ બેસવાના તબક્કામાં દેખાય છે. રોગ ડૂંડામાં અપરિપકવ દાણા પેદા કરે છે અને જાંબલી-બદામી બીજ અથવા અનાજમાં વિકૃતિકરણ આવે છે. છોડવાઓની નિષ્ક્રિયતા પણ જોવામાં આવે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

માફ કરશો, અમે સ્પેરુલિના ઓરિજિના સામેની કોઈપણ વૈકલ્પિક સારવાર વિશે જાણતા નથી. જો તમે કોઈ એવો ઉપાય જાણતા હોવ જે આ રોગ સામે લડવામાં મદદ કરશે તો કૃપા કરીને અમારો સંપર્કમાં કરો. અમે તમારી વાત સાંભળવાની રાહ જોઇએ છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો હંમેશા સંકલિત અભિગમ ધ્યાનમાં લો. જો સાંકડા બદામી ડાઘા ખેતરને નુકશાનકારક હોય તો પ્રોપેક્ટોનાઝોલ છોડના વિકાસના જુદા જુદા તબક્કાઓમાં છાંટો.

તે શાના કારણે થયું?

આ રોગ સામાન્ય રીતે પોટેશિયમની અભાવવાળી જમીનમાં થાય છે, અને જે વિસ્તારોમાં તાપમાન 25-28 ડિગ્રી સેલ્સિયસ હોય છે ત્યાં આ રોગ થાય છે. તે ચોખાના પાકના અંતમાં વૃદ્ધિના તબક્કામાં દેખાય છે, જે મથાળાના તબક્કામાં શરૂ થાય છે. વૈકલ્પિક યજમાનો ફૂગને જીવવા દે છે અને નવા ચોખાના પાકને ચેપ લગાડે છે. છોડવાઓને સૌથી વધારે ચેપ ડૂંડાના બેસવાથી શરૂ થઇને આગળ જાય છે અને નુકશાનની ગંભીરતા વધારે થાય છે જ્યારે છોડ પરિપકવ થાય છે.


નિવારક પગલાં

  • તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો પ્રતિકારક્ષમ જાતોનો ઉપયોગ કરો.
  • ખેતરમાંથી અને આસપાસના વિસ્તારોમાં નીંદણ અને સ્વયં ઉગેલા છોડને દૂર કરો.
  • પ્રમાણસર ખાતરનું ઋતુ પ્રમાણે આયોજન કરો.
  • પૂરતુ પોટેશિયમ વપરાયુ છે તેની ખાત્રી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો