ચોખા

ચોખાના પાંદડાં પર ડામ

Monographella albescens

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાં પર ટોચથી શરુ કરીને - પાણી શોષાવાથી નિર્માણ થતાં હોય તેવા ઝખ્મ.
  • નુકસાન મોટું બનતાં પાંદડાંની સપાટી પર ડામ દેખાય છે.
  • પાંદડા શિથિલ થાય છે.

માં પણ મળી શકે છે

1 પાક

ચોખા

લક્ષણો

ચોખાના પાંદડાં પર ડામના લક્ષણો વિકાસના તબક્કા, પ્રજાતિ અને છોડની ગીચતા અનુસાર બદલાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં, પાંદડાની ટોચ અથવા કિનારી પર રાખોડી-લીલા રંગના, પાણી શોષાવાથી નિર્માણ થતા જખમ નિર્માણ થવાનાં શરુ થાય છે. બાદમાં, જખમ ફેલાય છે અને પાંદડાની ટોચ અથવા ધારથી શરુ કરી આછા રાતા અને ઘેરાં કથ્થાઈ રંગના પટ્ટા વાળી ઝોનેટ ભાતની રચના કરે છે. જખમ સતત મોટા થવાના કરીને પાંદડાની વિશાળ સપાટી કરમાય છે. અસરગ્રસ્ત વિસ્તાર સૂકાઈ જાય છે, પાંદડા પર ડામ જેવો દેખાવ આપે છે. કેટલાક દેશોમાં, જખમ ના કારણે ભાગ્યે જ ઝોનેટ ભાતનો વિકાસ થાય છે અને માત્ર ડામ જેવા લક્ષણો જ તેના પૂરાવા બની રહે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

અત્યાર સુધી આ રોગ માટે કોઈ જ વૈકલ્પિક સારવાર મળી નથી.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. બીજને સૂકવવાની સારવારમાં થિયોફેનેટ-મિથાઈલનો ઉપયોગ કરવાથી એમ અલ્બેસીન્સના ચેપમાં ઘટાડો કરી શકાય છે. ખેતરમાં, પાંદડાં પર મેન્કોઝેબ, થિયોફાઇનૅટ મિથાઈલ @ 1.0ગ્રા/લી આધારિત ફુગનાશક અથવા કોપર ઓક્સીકલોરાઇડ આધારિત છંટકાવ કરવાથી પાંદડા પર ડામ ના રોગની ઘટનાઓ અને ગંભીરતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે. આ રસાયણોનું મિશ્રણ પણ અસરકારક રહે છે.

તે શાના કારણે થયું?

સામાન્ય રીતે ઋતુના અંત ભાગમાં પરિપક્વ પાંદડાં પર રોગનો વિકાસ થાય છે અને ભીનું હવામાન, વધુ પડતાં નાઇટ્રોજન યુક્ત ખાતર અને ખુબ જ નજીક કરેલ વાવેતર તેને અનુકૂળ આવે છે. 40 કિગ્રા / હેક્ટર કે તેથી વધુ નાઇટ્રોજન યુક્ત ખાતરનો ઉપયોગ કરવાથી પાંદડાં પર ડામ ના રોગની ઘટનાઓનો દર વધે છે. જખ્મ વાળા પાંદડાં માં તેનો વિકાસ સ્વસ્થ પાંદડાં કરતા ઝડપથી થાય છે. અગાઉની લણણી બાદના બીજ અને છોડી દેવામાં આવેલ સાંઠીઓ ચેપ માટેના મુખ્ય સ્ત્રોત છે. પાંદડાં પર ડામ ના રોગને પાંદડાં પરની ફુગના રોગથી અલગ તારવવા માટે, નુકસાનગ્રસ્ત પાંદડાને 5-10 મિનિટ માટે ચોખ્ખા પાણીમાં બોળો; જો તેમાંથી કોઈ પણ પ્રકારનો સ્ત્રાવ બહાર ન આવે તો, તે પાંદડાં પર ડામનો રોગ છે.


નિવારક પગલાં

  • જ્યારે ઉપલબ્ધ હોય ત્યારે, પ્રતિકારક્ષમ જાત નો ઉપયોગ કરો.
  • રોપણી સમયે છોડ વચ્ચે વધુ અંતર રાખો.
  • રોગના બનાવોનું પ્રમાણ ઘટાડવા અને વધુ ઉપજ મેળવવા માટે માટીમાં સીલીકોનનું ઉચ્ચ સ્તર જાળવી રાખો.
  • પાકને ખાતર આપતી વખતે નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ ન કરવો.
  • છોડના વિકાસના તબક્કા દરમિયાન નાઇટ્રોજનની માત્રાને વિભાજીત લાગુ કરો.
  • ખેતર અને તેની આસપાસ માંથી નીંદણ દૂર કરો.
  • ચોખાના ખાપરાં નીચેથી ખેડ કરો અને ચોખાના ચેપગ્રસ્ત અંકુરને દૂર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો