ચોખા

ચોખાની દાંડીમાં થતો સડો

Magnaporthe salvinii

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાણીના સ્તર પાસે પાંદડાની બહારની સપાટી ઉપર નાના, અનિયમિત ,કાળા રંગના જખમ જોવા મળે છે.
  • પાંદડાની વચ્ચેનો દાંડીનો ભાગ સડે છે અને ખરી પડે છે.
  • ડૂંડાંનું કદ ઘટી જાય છે ફિક્કુ અનાજ થાય છે.

માં પણ મળી શકે છે

1 પાક

ચોખા

લક્ષણો

સામાન્ય રીતે લક્ષણો ટીલરીંગના તબક્કા પછી દેખાય છે. શરૂઆતના લક્ષણોમાં નાના અનિયમિત કાળા લીસોટા જે પાંદડાના બહારના આવરણ પર હોય છે અને પાણીના સ્તર સુધી હોય છે. જેમ રોગ આગળ વધે છે લીસોટા મોટા થાય છે અને અંદરના પાંદડાના આવરણમાં દાખલ થાય છે. અને બદામી કાળા લીસોટા પેદા કરે છે. એક કે બે અંદરના થડના સાંઠા સડી જાય છે અને તૂટી જાય છે (ફક્ત ઉપરનું પડ સાજુ રહે છે) રહેવા તરફ દોરી જાય છે. ડૂંડા ખાલી રહે છે, અનાજ ફીક્કુ રહે છે અથવા ટીલરનુ મૃત્યુ થાય છે. ખાલી અને ચેપગ્રસ્ત દાંડીની અંદર ગાઢ-ભૂખરાં માયસિલિયમ નાના, કાળા સ્ક્લેરોટિયા સાથે આંતરિક સપાટી પર ટપકા સ્વરૂપે જોઇ શકાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ડાંખળીના સડાને નિયંત્રિત કરવા માટેની પદ્ધતિઓમાં સારા ખેતરની વહીવટી પ્રક્રિયાઓ અને એન્ટોગોનિસ્ટિક સજીવોનો ઉપયોગ શામેલ છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાં બંન્નેનો હંમેશા સંકલિત અભિગમનો વિચાર કરો. ખેતીના તબક્કામાં અથવા રોગની શરૂઆતમાં વેલિડામિસિન અથવા હેક્સકોનાઝોલ (2 એમએલ / લિટર), પ્રોપેક્ટોનાઝોલ (1 એમએલ / લિટર) અથવા થિયોફોનેટ મેથિલ (1.0 ગ્રામ / લિટર) નો 15 દિવસના ગાળામાં બે વાર છંટકાવ કરો.

તે શાના કારણે થયું?

મેગ્નાપોર્થે સાલ્વિની ફૂગને કારણે નુકસાન થાય છે. તે મૃત છોડના પેશીઓની અંદર અથવા જમીનની અંદર ઓવરવિન્ટર કરે છે. પાછળથી, જ્યારે પરિસ્થિતિઓ અનુકૂળ હોય (ઉચ્ચ ભેજ, ખાતરમાં નાઇટ્રોજનનું ઉંચુ પ્રમાણ), તેના વરસાદી છાંટા અને પાણીની સિંચાઇ દ્વારા રોગના જંતુઓ ફેલાઇ જાય છે. જ્યારે તે છોડના પાંદડા પર બેસે છે તે તેની સપાટી ઉપર ચોંટી જાય છે અને જંતુની નળી ઉત્પન્ન કરે છે. જે પાંદડાની ત્વચા દ્વારા લે છે. આ પ્રક્રિયા પાંદડા ઉપરના ઘા થી સરળતાથી થાય છે જે ખોટી પ્રક્રિયાઓ અથવા કિટકોના હુમલાથી થાય છે. રોગની તીવ્રતા જેમ પાક પરિપકવ થવા આવે તેમ વધતી જાય છે. ઉષ્ણ કટિબંધમાં, વધારે ભેજવળા સમયમાં, લણણી પછી ફુગના જીવનચક્રને અનુકૂળ છે.


નિવારક પગલાં

  • પ્રતિકારક જાતોનો ઉપયોગ કરો.
  • છોડવાઓની રોપણીમાં ઘીચતા ઓછી કરો.
  • નાઇટ્રોજનનું પ્રમાણ ઓછુ કરો અને વિભાજીત થાય તેવુ અમલીકરણ કરો.
  • ખાતરમાં પોટાશનો સમાવેશ વધારો જેથી જમીનનો pH વધારે થાય.
  • ખેતરમાં અને ખેતરની આજુબાજુના નિંદણ ઉપર કાબુ રાખો.
  • લણણી પછી પાકના કોઇપણ અવશેષોને બાળી નાંખો અને કોઇપણ તણખલા જમીનમાં વિઘટીત ન થવા દો.
  • વિકલ્પરૂપે, ચોખાના પાકને જમીનની સપાટીથી જ કાપી નાંખો અને ખેતરમાંથી લણણી પછી બધા તણખલાં દૂર કરો.બીજો વિકલ્પ છે અવશેષોને ઉંડા જમીનમાં ખેડી નાંખવા.
  • સીંચાઇના પાણીનો ભરાવો ટાળો.
  • ખેતરને કેટલાંક મહિના માટે અથવા એક વર્ષ માટે પણ પડતર રાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો