અડદ અને મગની દાળ

કાળા મગ પર થતો ફુગજન્ય રોગ

Colletotrichum lindemuthianum

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા, ડાળી, પાંદડાંની દાંડી કે શીંગો પર પાણીના કારણે દેખાતા નાના, અનિયમિત ટપકા.
  • જે ભેગા થઈને, ઘાંટા કેન્દ્ર અને તેજસ્વી ગાળા સાથે, ચીબાઈ ગયેલ જખમનું નિર્માણ કરે છે.
  • ડાળી અને પાંદડાની દાંડી ઉપર ઉધઈ.
  • પાનનું ખરવું.

માં પણ મળી શકે છે


અડદ અને મગની દાળ

લક્ષણો

વૃદ્ધિના કોઇ પણ તબક્કામાં ચેપ લાગી શકે છે અને તે પાંદડા, ડાળી, પાંદડાંની દાંડી કે શીંગો પર જોઈ શકાય છે. જો અંકુરણ દરમિયાન ચેપ લાગેલો હોય અથવા બીજ ચેપગ્રસ્ત હોય તો, રોપા ઉપર સૂક્ષ્મ કણો દેખાય છે જે ધીમે ધીમે ટપકા રચે છે અને છેલ્લે કરમાઈ જાય છે. વધી ગયેલા રોપા ઉપર, શરૂઆતમાં, સામાન્ય રીતે પાંદડાના નીચેના ભાગમાં અને તેની દાંડી ઉપર, નાના અને અવ્યવસ્થિત ઘેરા કથ્થઈ થી કાળા રંગના ટપકા જોવા મળે છે. સમય જતાં, ટપકાં વધીને ઘાટા કેન્દ્ર અને પીળા, નારંગી કે તેજસ્વી લાલ ગાળા સાથે તે ભાગમાં સુકારો નિર્માણ કરે છે, તે પાંદડાંના ઉપરના ભાગે પણ જોઈ શકાય છે. શીંગો પર કાટ જેવા રંગનો ઘા દેખાય છે જે કદાચ સંકોચાય અને સુકાઈ પણ શકે. ભારે ચેપના સંજોગોમાં, અસરગ્રસ્ત ભાગ નમી પડે છે અને સુકાઈ જાય છે. સામાન્ય રીતે પાનની દાંડી અને ડાળી પર ઉધઈ ના વિકાસથી બાદમાં રોપાના પાન ખરી જાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

જૈવિક રસાયણો ચેપ નિયંત્રિત કરવા માટે મદદરૂપ થઇ શકે છે. ટ્રાયકોડેરમા હરજીનમ ફૂગ અને સુડોમોનાસ ફલુઓરોસેન્સ બેક્ટેરિયાનો કલેક્ટોટ્રિચમ લિન્ડેમ્યુથીનમ સાથે સ્પર્ધાત્મક રીતે બીજની સારવાર માટે ઉપયોગ થાય છે. કોપર ઓક્સિકલોરાઈડ ધરાવતા ફૂગનાશકનો 3 ગ્રા/લિ, 15 દિવસના અંતરાલ પર છંટકાવ કરવો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. જો વાતાવરણ અનુકૂળ ન હોય તો રોગ માટે રાસાયણિક પદ્ધતિ આર્થિક રીતે પોસાય નહીં. બીજને યોગ્ય ફુગનાશક માં પલાળી અને સારવાર આપી શકાય છે ,ઉદાહરણ તરીકે થીરમ 80% ડબ્લ્યૂ પી @ 2 ગ્રામ /લીટર અથવા કપ્તાન 75WP @ 2.5 ગ્રામ /લીટર પાણી સાથે. ફોલપેટ ,મંકોઝેબ ,થિયોફનેટ મેથાયલ (0.1%) અથવા કોપર ઓક્સિકલોરાઈડ પર આધારિત ફૂગનાશક ઉત્પાદનો નો દર 15 દિવસમાં એકવાર છંટકાવ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

કલેક્ટોટ્રિચમ લિન્ડેમ્યુથીનમ (Colletotrichum lindemuthianum) ફૂગ જમીન, અસરગ્રસ્ત બીજ અને છોડના કચરામાં અસ્તિત્વ ધરાવે છે. તે ઠંડીમાં વૈકલ્પિક યજમાનો પર રહે છે. તેના બીજકણ વરસાદ, ઝાકળ અથવા જયારે ભીનાશવાળા વાતાવરણમાં ખેતરમાં કામ કરતા હોય ત્યારે અંકુર પામતા છોડ પર તબદીલ થાય છે. તેથી જયારે વરસાદ અથવા ભેજના કારણે પાંદડા ભીના હોય ત્યારે ખેતરમાં પ્રવૃત્તિ (કામદાર, માવજત વગેરે) પ્રતિબંધિત કરવી મહત્વપૂર્ણ છે. ઠંડુ-મધ્યમ તાપમાન (13-21 ° સે) અને વારંવાર વરસાદનું વાતાવરણ પણ ફૂગ અને તેના વધારા/તબદીલી માટે અનુકૂળ છે, જેનાથી ચેપગ્રસ્ત વૃત્તિ અને ગંભીરતા વધે છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત જંતુમુક્ત બિયારણ સામગ્રીનો જ ઉપયોગ કરો.
  • સ્થિતિસ્થાપક અથવા પ્રતિકારક્ષમ જાતોનું વાવેતર કરો.
  • રોગના લક્ષણો જાણવા માટે તમારા પાક અને ખેતરની નિયમિત ચકાસણી કરો.
  • તમારા પાકની આસપાસ અતિશય નીંદણની વૃદ્ધિ (નીંદણ વૈકલ્પિક યજમાન થઈ શકે છે) ટાળો.
  • તમારા ખેતર ને સ્વચ્છ રાખો.
  • પાંદડા ભીના હોય ત્યારે ખેતરમાં કામ કરવાનું ટાળો, અને તમારી સાધનસામગ્રી સાફ રાખો.
  • દર ત્રણ વર્ષે તમારા પાકની બિન-યજમાન પાક સાથે ફેરબદલ કરો.
  • લણણી પછી છોડના ચેપગ્રસ્ત કચરાને દાટી દો અથવા દૂર કરી અને બાળી નાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો