મકાઈ

મકાઇ માં આંખ જેવા ટપકાં

Kabatiella zeae

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • નીચલા પાંદડા પર પાણી શોષાવાથી થતાં ટપકાં.
  • રાતા કેન્દ્ર, ઘાટા રંગની કિનારી સાથે - 'આંખ જેવા ટપકાં' જખમ વિકાસ પામે છે.
  • સુકાયેલ ચાઠાં એકરૂપ બને છે.

માં પણ મળી શકે છે

1 પાક

મકાઈ

લક્ષણો

નીચલા પાંદડા પર નાના, પાણી શોષાવાથી થતા, ગોળ જખમ દેખાય છે. જખમ મોટું થાય છે અને રાતા કેન્દ્ર, ઘાટો કથ્થઈ રંગનો ગાળો અને મોટી પીળા રંગની "આભા" સાથે "આંખ જેવા ટપકાં" નો વિકાસ કરે છે. ત્યાર બાદ તે એકરૂપ થઇ પીળાશ પડતા અથવા સુકાયેલ પેશીઓની પટ્ટીઓ રચે છે. સામાન્ય રીતે જખમ જૂના પાંદડા પર જોવા મળે છે, પરંતુ પર્ણદંડ અને ડૂંડાની છાલ પર પણ જોઇ શકાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

માફ કરશો, અમને કાબસીયેલા ઝીએ સામે કોઇ વૈકલ્પિક અસરકારક સારવાર ખબર નથી. આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે તે વિષે તમે કંઈપણ જાણો છો તો કૃપા કરી અમારો સંપર્ક કરો. તમારી પાસેથી કંઈક સાંભળવા માટે આતુર છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ઉપજની સંભાવના, પાકનું મૂલ્ય અને ફૂગનાશકનો ખર્ચની દ્રષ્ટિએ, ફાયદા અને ગેરફાયદા ધ્યાનમાં રાખીને ફૂગનાશકથી સારવારને બરાબર મૂલવો. ફૂગનાશકથી સારવારમાં મેન્કોઝેબ, પ્રોપિકોનેઝોલ અને ક્લોરોથેલોનીલ નો સમાવેશ થાય છે. આ સંયોજનો સાથે બીજની સારવાર પણ ધ્યાનમાં લઈ શકાય

તે શાના કારણે થયું?

જમીન પર રહેલ મકાઈના અવશેષો અને ક્યારેક બીજ પર પણ ફૂગ અસ્તિત્વ ધરાવી શકે છે. વસંત ઋતુમાં, તે રોગના બીજકણ નિર્માણ કરે છે, જે પવન અથવા વરસાદના છાંટા દ્વારા નવા પાક પર ફેલાય છે. પછીનો ચેપનો ફેલાવો એક છોડમાંથી બીજા છોડ પર પવન અને પાણી છાંટા ઉડવાથી રોગના બીજકણ ફેલાવાથી થાય છે.ભીના પાંદડાં, ઠંડુ તાપમાન, વારંવાર વરસાદ અને ઝાકળ રોગના ફેલાવાની તરફેણ કરે છે. બીજી તરફ, ગરમ અને સૂકૂં હવામાન તેના પ્રગતિને ધીમી કરવામાં મદદ કરે છે. એક જ પ્રકારના પાક અને ઓછું ખેડાણ પણ ફૂગના વિકાસમાં ફાયદાકારક છે. ફૂલ આવવાના કે મકાઇની પરિપક્વતા તબક્કા દરમ્યાન છોડના ઉપરના ભાગોમાં ફૂગનો ફેલાવો થાય તો છોડની ઉત્પાદકતા અને ઉપજમાં ઘટાડો થઈ શકે છે.


નિવારક પગલાં

  • જો સ્થાનિકરીતે ઉપલબ્ધ હોય તો પ્રતિકારક અથવા સહિષ્ણુ જાતોનું વાવેતર કરો.
  • લણણી પછી ઊંડી ખેડ કરો અને છોડના કચરાને દફનાવી દો.
  • 2 વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે બિન-સંવેદનશીલ પાક સાથે પાકની ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો