મકાઈ

ઉત્તરી મકાઈ ના પાંદડા પર ટપકા

Cochliobolus carbonum

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • નીચલા પાંદડાં પર, કેટલીક વાર ઘેરી કિનારી સાથે, લંબગોળ કે અંડાકાર અથવા ગોળાકાર ચાઠાં દેખાય છે.
  • કેટલાક કિસ્સાઓમાં, આ જખમ પર્ણદંડ અને ડૂંડાને અવરતી છાલ પર પણ દેખાય છે.
  • ક્યારેક દાણા પર કાળા રંગનું આવરણ જોવા મળે છે.

માં પણ મળી શકે છે

1 પાક

મકાઈ

લક્ષણો

લક્ષણો રોગ પેદા કરતા જીવાણુની ક્ષમતા, છોડની સંવેદનશીલતા અને પર્યાવરણીય પરિસ્થિતિઓ પર પર આધાર રાખીને રોગના લક્ષણો સહેજ જુદા હોય છે. સામાન્ય રીતે રોગના શરૂઆતના લક્ષણો છોડની વૃદ્ધિના અંતિમ તબક્કામાં જયારે રેશમી સૂત્રોનો ઉદભવ થાય અથવા સંપૂર્ણ પરિપક્વતા પર દેખાય છે. નીચલા પાંદડાં પર, કેટલીક વાર ઘેરી કિનારી સાથે, લંબગોળ કે અંડાકાર અથવા ગોળાકાર ચાઠાં દેખાય છે. ઝખ્મની લંબાઈ અને પહોળાઇ રોગ પેદા કરતા જીવાણુની ક્ષમતા અને ઉપયોગમાં લેવાયેલ છોડની જાત પર આધાર રાખે છે. કેટલાક કિસ્સાઓમાં, આ જખમ પર્ણદંડ અને ડૂંડાને અવરતી છાલ પર પણ દેખાય છે. ક્યારેક દાણા પર કાળા રંગનું આવરણ જોવા મળે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

અહીં દર્શાવેલ મોટાભાગની સારવાર માત્ર નાના પાયે જ ઉપયોગમાં લેવામાં આવે છે. લેબોરેટરી પરીક્ષણો માં જાણવા મળ્યું છે કે ભારતીય હિંગોરું (એગલે મરમેલોસ) માંથી મેળવેલ આવશ્યક તેલ હેલ્મીન્થોસ્પોરિયમ કાર્બોનમ સામે સક્રિય છે. કેટલીક મકાઈની જાતો (પ્રતિરોધક અને સંવેદનશીલ) ના પાંદડાંના અર્ક માંથી મેળવેલ સંયોજનો ફૂગ માટે ઝેરી હોઈ શકે છે. દાંડીના સડાથી અસરગ્રસ્ત મકાઈ છોડના ગરમાંથી મેળવેલ ફૂગ પણ સી. કર્બોનમ સહિતની કેટલીક જાણીતી રોગકારક ફૂગ પર નભે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. સંવેદનશીલ છોડ પર, રેશમી તાંતણા આવવાની શરૂઆતમાં પાંદડાં પર ફૂગનાશકનો છંટકાવ કરવો જરૂરી છે. ઉદાહરણ તરીકે, મેન્કોઝેબનો @ 2.5 ગ્રા પ્રતિ લીટર પાણી સાથે 8-10 દિવસના અંતરાલે કરેલો છંટકાવ રોગ પેદા કરતા જીવાણુ સામે અસરકારક રહે છે.

તે શાના કારણે થયું?

ઉત્તરી મકાઈ ના પાંદડા પર ટપકાનો રોગ હેલ્મીન્થોસ્પોરિયમ કાર્બોનમ ફુગના કારણે થાય છે, જે ઠંડી દરમ્યાન જમીનમાં મકાઈના અવશેષો પર ટકી રહે છે. કચરામાં રહેલ રોગના બીજકણ ભીના હવામાન દરમિયાન ચેપ માટે પ્રાથમિક સ્ત્રોત તરીકે વર્તે છે. ત્યારબાદ બીજા તબક્કાનો ચેપ પવન અથવા વરસાદ પર આધારિત છે. બીજના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવેલ છોડ પર જ મુખ્યત્વે રોગનો વિકાસ થાય છે અને તેથી મોટે ભાગે જ્યાં પ્રતિરોધક સંકર જતો ઉગાડવામાં આવે છે તેવા ખેતરમાં આ સમસ્યા ભાગ્યે જ જોવા મળે છે. મધ્યમ તાપમાન, ભેજવાળું હવામાન અને લણણી પછી ઓછી ખેડ કરાયેલ ખેતરમાં રોગનો વધુ ફેલાવો થાય છે. રોગ જો દાણા ભરાવાના તબક્કામાં લાગે તો, ઊપજને 30 ટકા કે તેથી વધુ નુકસાન થઈ શકે છે.


નિવારક પગલાં

  • તમારા બજારમાં સહિષ્ણુ અથવા પ્રતિકારક જાતો મળતી હોય તો તપાસ કરો.
  • રોગના વિકાસનું નિરીક્ષણ કરવા માટે ખેતરની સાપ્તાહિક ધોરણે દેખભાળ કરવી જોઈએ.
  • વરસાદ કે સિંચાઈ બાદ છોડની ટોચના પાંદડા ઝડપથી સુકાઈ જાય તે માટે છોડ વચ્ચે યોગ્ય અંતર રાખો.
  • છોડ જમીનને અડે નહિ તે માટે જમીન પર યોગ્ય લીલા ઘાસનું ભુસુ પાથરો.
  • પાંદડાંમાં હવાની સારી અવરજવર તથા ભેજ ઘટાડવા નીંદણનું યોગ્ય આયોજન કરો.
  • પાકને યોગ્ય માત્રામાં નાઇટ્રોજન અને પોટેશિયમ યુક્ત ખાતર મળી રહે તેની ખાતરી કરો.
  • છોડ ભીના હોય ત્યારે ખેતરમાં કામ કરવાનું ટાળો.
  • જો સંવેદનશીલ જાતનો ઉપયોગ કરતાં હોવ તો, બિન-યજમાનો પાક જેવા કે બીન, સોયાબીન અથવા સૂરજમુખીના સાથે પાકની ફેરબદલી કરો.
  • લણણી પછી ખેડ કરી પાકનો કાટમાળ જમીનમાં દફનાવી દેવાથી પણ વસતી ઘટાડવા માટે મદદ મળે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો