ચોખા

કાળી મેસ

Villosiclava virens

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • કેટલાક ચોખાના દાણાં પર નાના, નારંગી રંગના મુલાયમ 'બોલ'.
  • ઋતુમાં પાછળથી, આ 'બોલ' સુકાઈને લીલાશ પડતાં કાળા રંગના બને છે.
  • અનાજના દાણાંમાં વિકૃતિ, વજન ઘટે છે અને અંકુરણ દરમાં ઘટાડો.

માં પણ મળી શકે છે


ચોખા

લક્ષણો

ફૂલ આવવાના તબક્કે, ખાસ કરીને જ્યારે ડૂંડામાં રહેલ દાણાં લગભગ પરિપક્વતા બને ત્યારે લક્ષણો જોવા મળે છે. ડૂંડામાં આવેલા દાણાં પર એકાકી સ્વરૂપે કેસરી રંગનું, 1 સે.મી. વ્યાસ ધરાવતું મખમલ જેવું ગોળાકાર દ્રવ્ય જોવા મળે છે. આ માળખામાં ફુગની પેશીઓ અને સફેદ પટલમાં બંધાયેલ ફૂલના ભાગોના મિશ્રણનો સમાવેશ થાય છે. પાછળથી, આ ગોળાકાર રચના ફાટે છે અને અનાજ પર સુકાવાના કારણે, તે પીળાશ પડતાં લીલા અથવા લીલાશ પડતા કાળા રંગનું બને છે. ડૂંડા પરના માત્ર થોડા જ અનાજના દાણાં પર બીજકણની રચના થાય છે અને રોગ પદ્ધતિસરનો ન હોવાના કારણે છોડના અન્ય ભાગોમાં તેની અસર થતી નથી. કોઇ પણ કિસ્સામાં, અનાજના દાણાંનું વજન અને બીજના અંકુરણ દરમાં ઘટાડો થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

રોગના બનાવ ઘટાડવા માટે બીજની 10 મિનિટ માટે 52 ° સે તાપમાને સારવાર કરવી એ અસરકારક માર્ગ છે. ફૂલના ઉદભવ સમયે નિવારક પગલાં તરીકે કોપર આધારિત ફુગનાશકો થી (લિટર પાણી દીઠ 2.5 ગ્રામ) સારવાર પણ અસરકારક રહે છે. એકવાર રોગ મળી આવ્યાં બાદ, રોગનું નિયંત્રણ અને ઉપજમાં સહેજ વધારો કરવા પાક પર કોપર આધારિત ફુગનાશકનો છંટકાવ કરવો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. સામાન્ય રીતે ફૂગનાશક થી બીજ ની સારવાર કરવાથી આ રોગ ઉપર નિયંત્રણ મેળવી શકાતું નથી. ફૂલના ઉદ્ભવ સમયે(50 થી 100%) નિવારક પગલાં તરીકે નીચેના ઉત્પાદનોનો છંટકાવ અસરકારક રહે છે: એઝોકસીસ્ટ્રોબીન, પ્રોપિકોનેઝોલ, કલોરોથેલોનીલ, એઝોકસીસ્ટ્રોબીન + પ્રોપિકોનેઝોલ, ટ્રાયફ્લોકસીસ્ટ્રોબીન + પ્રોપિકોનેઝોલ, ટ્રાયફ્લોકસીસ્ટ્રોબીન + ટેબ્યુકોનેઝોલ. એક વાર રોગ મળી આવ્યા બાદ નીચેના ઉત્પાદનો તેને અસરકારક રીતે અંકુશમાં રાખવા માટે મદદ કરી શકે છે : ઓરીયોફ્યૂન્જીન, કેપ્ટાન અથવા મેન્કોઝેબ.

તે શાના કારણે થયું?

વિલોઝિકલેવા વિરેન્સ ફૂગના કારણે લક્ષણો પેદા થાય છે, આ રોગ પેદા કરતા જીવાણુનો ચેપ છોડને વૃદ્ધિના કોઈપણ તબક્કે લાગી શકે છે પરંતુ તે ફૂલ આવવાના કે તેના પછીના અનાજ-ભરાવવાના તબક્કા દરમિયાન માત્ર દેખાય છે. ચેપનું પરિણામ હવામાનની પરિસ્થિતિથી નક્કી થાય છે કારણકે ભેજનું વધુ પ્રમાણ (> 90%), વારંવાર વરસાદ અને 25-35º સે તાપમાન ફૂગ માટે અનુકૂળ રહે છે. નાઇટ્રોજનનું વધુ પ્રમાણ ધરાવતી જમીન પણ રોગ માટે અનુકૂળ રહે છે. મોડેથી વાવેતર કરાયેલ ચોખા કરતાં વહેલા વાવેતર કરાયલ છોડમાં મેસની સમસ્યાઓ ઓછી જોવા મળે છે. ખરાબમાં ખરાબ પરિસ્થિતિઓમાં, રોગ ગંભીર બની શકે છે અને પાકને 25% સુધી નુકસાન પહોંચાડી શકે છે. ભારતમાં, ઉપજમાં 75% સુધીનું નુકશાન જોવામાં આવ્યું છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત છૂટક વેપારી પાસેથી મેળવેલ તંદુરસ્ત બીજનો ઉપયોગ કરો.
  • ઉપલબ્ધ પ્રતિકારક્ષમ જાતોનો ઉપયોગ કરો.
  • રોગની સૌથી ખરાબ અસર ટાળવા માટે શક્ય હોય તો વહેલા વાવણી કરો.
  • ખેતરને હંમેશા ભીનું રાખવા કરતા એકાંતરે ભીનું અને સૂકું રાખો (ભેજ ઘટાડો).
  • નાઇટ્રોજનયુક્ત ખાતર નો ઓછો ઉપયોગ કરો અને તેની વિભાજીત વહેંચણી કરી ખેતરમાં લાગુ કરો.
  • રોગના લક્ષણો માટે ખેતરનું નિરીક્ષણ કરો.
  • ખેતરમાં આવેલ પાળા અને સિંચાઇની નહેરને ચોખ્ખી રાખો.
  • ખેતરને નીંદણથી સ્વચ્છ રાખો અને લણણી પછી તેમાંથી ચેપગ્રસ્ત છોડનો કચરો, ફૂલ અને બીજને દૂર કરો.
  • લણણી પછી ખેતરમાં ઊંડી ખેડ કરવાથી અને સૂર્યપ્રકાશમાં ખુલ્લા રાખવાથી પણ રોગને આગામી ઋતુમાં ફેલાતો અટકાવી શકાય છે.
  • જ્યાં પણ શક્ય હોય, ત્યાં છોડ અને સતત ચોખાની ખેતીથી દૂર રહો.
  • બિન-સંવેદનશીલ પાક સાથે 2- અથવા 3 વર્ષ માટે પાકની ફેરબદલીની યોજના કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો