મકાઈ

દક્ષિણી મકાઇ ના પાંદડા પર ફૂગ

Cochliobolus heterostrophus

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • નીચેના પાંદડા પર કથ્થઈ કિનારી વાળા સોનેરી રંગના, હીરા જેવા આકાર ના વિસ્તરાયેલા જખમ.
  • જખમ પાંદડા ની શિરા તરફ ફેલાય છે.
  • પાંદડાના મોટા ભાગના વિસ્તાર પર સંપૂર્ણ ફૂગ.
  • ડૂંડા પર રાખોડી આવરણ અને વિકૃતિ.

માં પણ મળી શકે છે

1 પાક

મકાઈ

લક્ષણો

રોગકારક સુક્ષ્મ જીવાણુઓની તાકાત, છોડના પ્રકાર અને પર્યાવરણીય પરિસ્થિતિઓ પર આધાર રાખીને લક્ષણો થોડા ઘણા બદલાય છે. પહેલા નીચેના પાંદડા પર કથ્થઈ કિનારી વાળા સોનેરી, હીરા જેવા આકાર ના વિસ્તરાયેલા જખમ દેખાય છે અને પછી ધીમે ધીમે ઉપર તરફ કુમળા પાંદડા પર વધે છે. જખમ વિવિધ કદના હોય છે અને તે પાંદડાની શિરા તરફ ફેલાય છે. સંવેદનશીલ છોડ માં ,જખમ એકરૂપ થાય છે જેના કારણે પાંદડા ના મોટા ભાગો પર સંપૂર્ણ ફૂગ થઈ શકે છે. રોગના પાછળના તબક્કે ડૂંડા પર રાખોડી આવરણ અને વિકૃતિ જોવા મળે છે. પાંદડા પરના નુકસાનને કારણે છોડ ઓછા ઉત્પાદકતા વાળા, તૂટેલા દાંડીઓ વાળા સુકાયેલ છોડમાં પરિણમે છે. સુકારો પણ નિર્માણ થઈ શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

રોગ પેદા કરતા જીવાણુના ચેપ સામે જૈવનિયંત્રણ તરીકે સ્પર્ધાત્મક ફૂગ ટ્રાઇકોડર્મા એટ્રોવિરીડે એસજી3403 નો સફળતાપૂર્વક ઉપયોગ થતો હતો. જોકે, ખેતરોમાં આ સારવારની અસરકારકતા જોવા માટે તેનું હજુ વધુ પરીક્ષણ કરવાની જરૂર છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જયારે યોગ્ય સમયે લાગુ કરવામાં આવે ત્યારે ફૂગનાશક અસરકારક રીતે રોગનું નિયંત્રિણ કરી શકે છે. ઉપજને સંભવિત નુકશાન, હવામાનની આગાહી અને છોડની વૃદ્ધિનો તબક્કો ધ્યાનમાં લઈને તે પ્રમાણે સારવાર નક્કી કરવી. ઝડપથી અને વ્યાપક અસર કરતી પેદાશોની ભલામણ કરવામાં આવે છે, ઉદાહરણ તરીકે 8-10 દિવસના અંતરાલ પર મેન્કોઝેબ (2.5 ગ્રા/લી).

તે શાના કારણે થયું?

કોચલીઓબોલસ હેટેરોસત્રોફૂ ફૂગ ( જે બાયપોલારીસ માઇડીસ તરીકે પણ ઓળખાય છે) ના કારણે રોગ નિર્માણ થાય છે. ફૂગ જમીનમાં રહેલ છોડના અવશેષોમાં અસ્તિત્વ ધરાવે છે. જયારે પરિસ્થિતિ અનુકૂળ હોય ત્યારે, તે રોગના બીજ નિર્માણ કરે છે જે પવન અને વરસાદના છાંટા દ્વારા નવા છોડ પર ફેલાય છે. તે પાંદડા પર અંકુરિત થાય છે અને 72 કલાકની અંદર તેનું જીવનચક્ર (ચેપથી શરુ કરી રોગના નવા બીજકણના ઉત્પાદન સુધી) પૂરું કરે છે. ભેજવાળું હવામાન, પાંદડાંની ભીનાશ અને 22 થી 30° સે સુધીનું તાપમાન દ્વારા ફૂગ અને ચેપની પ્રક્રિયાનો વિકાસ થાય છે. ચેપ જો સિઝનની શરૂઆતમાં થાય તો પાંદડા પરનું નુકસાન છોડની ઉત્પાદકતા અને ઉપજ ઘટાડી શકે છે.


નિવારક પગલાં

  • તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો પ્રતિરોધક જાતોનું વાવેતર કરો.
  • એક જ પ્રકારનું ઉછેરની પરિસ્થિતિ ટાળવા માટે મકાઈની જુદીજુદી જાતોનું વાવેતર કરો.
  • ખેતરને સ્વચ્છ રાખવાની ખાતરી કરો.
  • બિન-યજમાન પાક સાથે પાકની ફેરબદલી કરો.
  • પાકના અવશેષોને જમીનમાં દફનાવવા ઊંડી ખેડ કરો.
  • લણણી પછી જમીન પડતર રાખવાનું આયોજન કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો