મકાઈ

પાંદડાં પર ફયુસફેરિયા ટપકાં

Phaeosphaeria maydis

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાંની સપાટી પર વિખરાયેલા નાના, આછા લીલા કે પીળાશ પડતાં ટપકાં દેખાય છે.
  • આ ટપકાં રંગહીન તથા સૂકા કેન્દ્રો તેમજ ઘેરા કથ્થાઈ રંગની અનિયમિત કિનારી સાથે ગોળાકાર કે લંબગોળ જખ્મ માં ફેરવાય છે.
  • ગંભીર કિસ્સાઓમાં, તે એકરૂપ થવાથી સમગ્ર પાંદડાં પર ફૂગ લાગે છે.
  • પાંદડાં પર ફયુસફેરિયા ટપકાં નો રોગ ઋતુના અંત ભાગમાં થતો સામાન્ય રોગ ગણવામાં આવે છે.

માં પણ મળી શકે છે

1 પાક

મકાઈ

લક્ષણો

પ્રારંભિક લક્ષણો પાંદડાંની સપાટી પર વિખરાયેલા નાના, આછા લીલા કે પીળાશ પડતાં ટપકાં તરીકે જોવા મળે છે. આ ટપકાં પછી મોટા થાય છે અને રંગહીન તથા સૂકા કેન્દ્રો તેમજ ઘેરા કથ્થાઈ રંગની અનિયમિત કિનારી સાથે ગોળાકાર કે લંબગોળ ઝખ્મ(3 થી 20 મીમી) માં ફેરવાય છે. ગંભીર કિસ્સાઓમાં, તે એકરૂપ થવાથી સમગ્ર પાંદડાં પર ફૂગ લાગે છે. પાંદડાની નીચેની બાજુ, આ ઝખ્મમાં બારીક કાળા રંગના કણો જોઇ શકાય છે. જો ચેપ છોડની વૃદ્ધિના શરૂઆતના તબક્કામાં લાગે અને ઉપલા પાંદડા પર ફૂલ આવતાં પહેલા ફૂગ લાગે તો ઉપજને ગંભીર નુકસાન થઈ શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

અમને પાંદડાં પર ફયુસફેરિયા ટપકાં ના રોગ સામે કોઇ અસરકારક સારવાર ખબર નથી. આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે તે વિષે તમે કંઈપણ જાણો છો તો કૃપા કરી અમારો સંપર્ક કરો. તમારી પાસેથી કંઈક સાંભળવા માટે આતુર છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. રોગને નિયંત્રિત કરવા માટે પાંદડા પર મેન્કોઝેબ, પાયરેકલોસ્ટ્રોબીન જેવા ફુગનાશકોનો છંટકાવ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

આ રોગ ફયુસફેરિયા માઇડીસ ફૂગ ના કારણે નિર્માણ થાય છે અને તે ઠંડી દરમ્યાન પાકના કચરામાં ટકી રહે છે. સાનુકૂળ પરિસ્થિતિ દરમ્યાન, તેના બીજકણ વરસાદના છાંટા અને પવન દ્વારા નવા છોડ પર ફેલાય છે. તે નવા પાંદડાં પર અંકુરિત થાય છે અને બીજા તબક્કાના ચેપની શરૂઆત કરે છે. વધુ પડતો વરસાદ અને ભેજનું વધુ પ્રમાણ (70% કરતાં વધુ ), રાત્રી દરમ્યાન ઓછા તાપમાન (આશરે 15° સે) સાથે, રોગના ફેલાવા માટે અનુકૂળ છે. આ પરિસ્થિતિ વધુ ઊંચાઇ વાળા પ્રદેશમાં જોવા મળે છે. કોઈ ચોક્કસ કિસ્સાઓમાં જ આ રોગ છોડની ઉત્પાદકતા અને ઉપજને અસર કરે છે. સામાન્ય રીતે, આ રોગને ઋતુના અંત ભાગમાં થતો સામાન્ય રોગ ગણવામાં આવે છે.


નિવારક પગલાં

  • જો સ્થાનિકરીતે ઉપલબ્ધ હોય તો પ્રતિરોધક જાતોનો ઉપયોગ કરવો.
  • રોગના ફેલાવા માટે અનુકૂળ હવામાન ટાળવા માટે ઋતુમાં વહેલા અથવા મોડા વાવેતર કરો.
  • ઊંડી ખેડ કરો અને લણણી પછી પાકના અવશેષોને દફનાવી દો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો