શેરડી

શેરડી પર આંખજેવા ટપકા

Bipolaris sacchari

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • શરૂઆતમાં પાંદડા ની બંને બાજુ લાલાશ પડતા ટપકા.
  • પછીથી, લાલ થી કથ્થઈ કિનારીવાળા લંબગોળ જખમ.

માં પણ મળી શકે છે

1 પાક

શેરડી

લક્ષણો

ચેપ લાગવાના 1-3 દિવસની અંદર, બી. સેચારી દ્વારા અસરગ્રસ્ત શેરડીના પાંદડા પર જખમ દેખાય છે જેની શરૂઆત પાંદડાની બન્ને બાજુ ની સપાટી પર નાના લાલાશ પડતા ટપકા થી થાય છે. મુખ્ય નસો ની સમાંતર લાંબી ધરી સાથે ટપકા લંબગોળ થાય છે.કિનારી લાલ થી કથ્થઈ રંગની હોય છે. ટપકા નું કેન્દ્ર રાખોડી અથવા રાતા રંગનું બને છે. ટપકા એક સાથે વિકસે છે અને લાંબી છટાઓ બનાવે છે. ગંભીર ચેપમાં ટોચ ના સડાથી વાવણી પછી 12-14 દિવસમાં શેરડી ના રોપાઓ ફૂગ દ્વારા મરી શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

કમનસીબે, બાયપોલેરિસ સેચારી સામે કોઈ જાણીતી વૈકલ્પિક સારવાર નથી. આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે તેના વિષે તમે કંઈક જાણતા હોવ તો, કૃપા કરીને અમારી સાથે સંપર્ક માં રહો. તમારા તરફથી જાણવા માટે અમે ઉત્સુક છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. પાંદડા પર 0.2% કોપર ઓક્સીક્લોરાઇડ અથવા 0.3% માનકોઝેબ નો બે થી ત્રણ વાર 10 થી 15 દિવસના અંતરાલ પર છંટકાવ કરવો જોઈએ. રોગની ગંભીરતા મુજબ છંટકાવ કરવો જોઈએ.

તે શાના કારણે થયું?

આંખજેવા ટપકા બીજકણ (કોનિડીઆ) દ્વારા ફેલાય છે ,જે પાંદડાના જખમ પર વિપુલ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને તે પવન અને વરસાદ દ્વારા વિખેરાય છે.ઊંચા પ્રમાણ ભેજ અને ઝાકળ ફૂગ બીજકણના અંકુરણની તરફેણ કરે છે. જુના પાંદડા કરતા કુણા પાંદડાઓમાં વસાહતી કરણ ઝડપથી થાય છે. બીજ ના ટુકડાઓ દ્વારા ફેલાવો થતો નથી. સાધનો અને માનવ પ્રવૃત્તિ દ્વારા યાંત્રિક ફેલાવો એક મુદ્દો નથી.


નિવારક પગલાં

  • બજારમાં બહાર પાડવામાં આવેલ ઉપલબ્ધ પ્રતિરોધક જાતો વાપરો.
  • રોગને અટકાવવા નો આ સૌથી અસરકારક માર્ગ છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો