પપૈયા

પપૈયામાં કાળા ટપકાંનો રોગ

Asperisporium caricae

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • નીચલા પાંદડા પર બદામી ટપકાં.
  • ટપકાં મોટા, કાળા, ખીલીને પાવડર ભરેલી ફોલ્લીઓ જેવા વિકાસ પામે છે.
  • ફળો પર છીછરા, બદામી આભા સાથે કાળા કેન્દ્રવાળા જખમ.

માં પણ મળી શકે છે

1 પાક

પપૈયા

લક્ષણો

શરૂઆતમાં, નીચા પાંદડા પર, ક્યારેક પીળા રંગની આભા સાથે, વેરવિખેર રાતા રંગના ટપકાં દેખાય છે. પાંદડાની નીચેની સપાટી પર આ ટપકાં પાછળથી મોટા, કાળા, ખીલીને પાવડર ભરેલી 4 મિમિ વ્યાસની ફોલ્લીઓ જેવા વિકાસ પામે છે. રોગના અંતિમ ચરણમાં, જખમ મૃતપ્રાયઃ બને છે અને પાંદડાંના મોટા ભાગને આવરી લે છે. ભારે ચેપ અથવા અન્ય ફુગજન્ય જીવાણુઓના ચેપમાં સાથે, રોગગ્રસ્ત પાંદડા ખરી શકે છે, અસરગ્રસ્ત ઝાડના જોમમાં નુકશાન થાય છે. ફાળો પર છીછરા, બદામી રંગની આભા સાથે કાળા કેન્દ્રવાળા અનિયમિત જખમ જોઈ શકાય છે, જોકે તે પાંદડા કરતાં ઓછા હોય છે. જ્યારે ફળોને શરૂઆતના વિકાસના તબક્કે ચેપ લાગ્યો હોય તો તે અકાળે ખરી પડે છે. જખમ હોવા છતાં, ફળનો ગર સડાના કોઈ લક્ષણો બતાવતું નથી.

Recommendations

જૈવિક નિયંત્રણ

અત્યાર સુધીમાં એસ્પેરિસ્પોરિયમ કેરિકે સામે કોઈ વૈકલ્પિક સારવાર શોધાઈ નથી. આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે તેના વિષે તમે કંઈક જાણતા હોવ તો, કૃપા કરીને અમારો સંપર્ક કરો. તમારા તરફથી જાણવા માટે અમે ઉત્સુક છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ભારે ઉપદ્રવના કિસ્સામાં, ડાયથાયોકાર્બેમેટ્સ જેવા ફુગનાશકનો પાંદડાં પર છંટકાવ અસરકારક હોઇ શકે છે.

તે શાના કારણે થયું?

એસ્પેરિસ્પોરિયમ કેરિકે નામની ફૂગના કારણે લક્ષણો નિર્માણ થાય છે. તે મુખ્યત્વે મધ્ય અમેરિકા અને દક્ષિણ-અમેરિકાના પશ્ચિમ ભાગમાં તેમજ પૂર્વ-આફ્રિકામાં જોવા મળે છે. તે પાંદડા અને ફળો બંનેને અસર કરી શકે છે અને પાકની જાત અને પર્યાવરણીય પરિસ્થિતિઓ પર આધાર રાખીને, તેના લક્ષણો સહેજ બદલાય શકે છે. નીચલા પાંદડા પર, અને ભીના ભેજવાળા હવામાન હેઠળ રોગની તીવ્રતા વધુ છે. આ રોગ પેદા કરતી ફૂગ માટે પપૈયા એકમાત્ર યજમાન છે અને સામાન્ય રીતે તેની થોડી જ અસર હોય છે કારણ કે ફળો પર તેના લક્ષણો સામાન્ય રીતે ઉપરછલ્લા રહે છે. જોકે, રોગથી ફળની ગુણવત્તામાં ઘટાડો થઇ શકે છે.


નિવારક પગલાં

  • રોગગ્રસ્ત છોડના ભાગો અથવા પડી ગયેલ ફળ ને દૂર કરી નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો