શેરડી

અનાનસમાં કાળો સડો

Ceratocystis paradoxa

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • આંતરિક પેશીઓ નું વિકૃતિકરણ થાય છે: લાલ - કથ્થઇ કાળા - કાળા.
  • વધુ પડતા પાકેલા અનાનસ જેવી ગંધ આવે છે.
  • અંકુર ધીમે ધીમે સડે છે.
  • મૂળ નિર્માણ કરવામાં નિષ્ફળ જાય છે.

માં પણ મળી શકે છે

3 પાક

શેરડી

લક્ષણો

કાપા અથવા જંતુઓથી ઉદ્દભવતા જખ્મો દ્વારા ફૂગ વાવણીની સામગ્રીમાં પ્રવેશે છે. તે પછી આંતરિક પેશીઓ દ્વારા ઝડપથી ફેલાય છે. તેઓ પહેલા લાલ થાય છે અને પછી કથ્થઇ કાળા અને કાળા થાય છે. સડવા ની પ્રક્રિયા થી પોલાણ થાય છે અને વધારે પાકેલા અનાનસ જેવી લાક્ષણિક ગંધ બહાર આવે છે. આ ગંધ કેટલાક અઠવાડિયા સુધી આવી શકે છે. ચેપવાળા પાક ના મૂળિયા નિર્માણ કરવામાં નિષ્ફળ જાય છે, પ્રારંભિક કળીઓ વધવા માં નિષ્ફળ થાય છે, અને જો તે કળીઓ ઉગે છે તો તે મુરઝાઈ જાય છે અથવા અવિકસિત રહે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

જો વાવણીની મોસમમાં વિલંબ થાય તો વાવણી કરતા પહેલા છોડ ના સમૂહ ને ૩૦ મિનિટ ગરમ પાણીમાં (51 ° C પર) રાખો. જમીનમાં ના ઉગ્યા હોય એવા સાંઠા ને શોધો અને તેમને ચીરીને રોગના (સડો અને ખરાબ ગંધ) સંકેત જુઓ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો.ફૂગનાશક દવાઓની સારવાર આર્થિકરૂપે બિનતરફેણકારી હોઈ શકે છે.

તે શાના કારણે થયું?

વાવણી પછી પહેલા અઠવાડિયામાં જીવાત થાય છે. ફૂગ પવન અથવા પાણીમાં અને સિંચાઈ ના પાણી મા બીજકણ દ્વારા ફેલાય છે. જંતુઓ, ખાસ કરીને ભમરો, બીજકણને સમૂહમા ફેલાવે છે. બીજકણ ઓછામાં ઓછા એક વર્ષ માટે જમીનમાં જીવી શકે છે. ચેપગ્રસ્ત છોડ પર તેઓ ઘણા મહિના જીવી શકે છે. વરસાદ પછી જ્યાં પાણી બાકી રહે છે તે જગ્યાએ રોગની સંવેદનશીલતામા વધારો કરી શકે છે. ૨૮ ડિગ્રી સેલ્સિયસ ની આસપાસ ના તાપમાન મા ફૂગ નો ઝડપથી વિકાસ થાય છે.લાંબા સમય સુધી દુષ્કાળ પણ રોગ પેદા કરતા જીવાણુ માટે શેરડીની સંવેદનશીલતાને વધારે છે.


નિવારક પગલાં

  • પ્રતિરોધક જાતોને ઉગાડો.
  • રોપણ કરવા માટે ઓછામાં ઓછી ત્રણ લાંબી ગાંઠો વાળા તંદુરસ્ત છોડના સમૂહનો ઉપયોગ કરો.
  • વાવણી પછી ઝડપથી ઉગતા ફણગાની જાતો પસંદ કરો.
  • ખેતરમાં પાણી નિકાલ ની સારી વ્યવસ્થા છે તેની ખાતરી કરો.
  • વાવણીની યોજના ખૂબ કાળજીપૂર્વક કરો જેથી હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિઓ ને ટાળી શકાય.
  • લણણી પછી છૂટી ગયેલા અસરગ્રસ્ત પાકના કચરાને બાળી તેનો નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો