શેરડી

શેરડીમાં સામાન્ય કાટ

Puccinia melanocephala

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાંમાં પીળાશ પડતા વિસ્તરેલ ટપકાં એ પ્રારંભિક લક્ષણો છે.
  • ધીમે ધીમે ટપકાં રાતા-બદામી રંગમાં બદલાય છે.
  • ભારે અસર પામેલ પાંદડા સુકાયેલ જોવા મળી શકે છે.

માં પણ મળી શકે છે

1 પાક

શેરડી

લક્ષણો

પાંદડાંમાં પીળાશ પડતા વિસ્તરેલ ટપકાં એ શેરડીમાં સામાન્ય કાટના પ્રારંભિક લક્ષણો છે, જે લગભગ 1-4 મીમી લંબાઈ ધરાવે છે. રોગના વિકાસ સાથે ટપકાં પાંદડાની શિરોને સમાંતર (મુખ્યત્વે પાંદડાંની નીચલી સપાટી પર) વિકસે છે. તેઓ લંબાઈમાં 20 મીમી અને પહોળાઇમાં એક થી ત્રણ મીમી સુધી વિસ્તરે છે. તેઓ થોડા પરંતુ ચોક્કસ સુકાયેલ પ્રભામંડળ સાથે નારંગી-કથ્થાઈ અથવા લાલ-કથ્થાઈ ધબ્બાઓમા પણ ફેરવાઇ છે. બાદમાં, કાટવાળી ફોલ્લીઓ ભેગી થઈ જાય છે. જેનાથી પાંદડાંની બાહ્યત્વચા તૂટે છે અને સુકાયેલ વિસ્તારોનો વિકાસ થાય છે. સામાન્ય રીતે જખમ પાંદડાંની ટોચ પર વિપુલ પ્રમાણમાં અને આધાર તરફ ઓછા હોય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

માફ કરશો, પૂસીનીયા મેલાનોસેફેલા સામે સારવાર માટે અમને કોઇ વૈકલ્પિક સારવાર ખબર નથી. આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે એવું કંઈક તમે જાણતાં હોવ તો કૃપા કરીને અમારી સાથે સંપર્ક કરો. અમે તમારા તરફથી જાણવા માટે આતુર છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ફુગનાશક સાથે સારવાર આર્થિક રીતે તરફેણકારી અને વ્યવહારુ હોતી નથી.

તે શાના કારણે થયું?

98% સાપેક્ષ ભેજ અને ઠંડી રાત પછી 20° સે અને 25° C વચ્ચેનું હુંફાળા તાપમાન વાળા દિવસો કાટની તરફેણ કરે છે. પાંદડાં પર સતત ભેજ (નવ કલાક કે તેનાથી વધુ) પણ રોગના ફેલાવામાં મદદ કરે છે. અનુકૂળ શરતો હેઠળ કાટ (પૂસીનીયા મેલાનોસેફેલા) ના ચેપનું ચક્ર 14 દિવસ કરતાં ઓછું હોય છે. બે અને છ મહિના છોડ રોગ પ્રત્યે સૌથી વધુ સંવેદનશીલ હોય છે.


નિવારક પગલાં

  • પ્રતિકારક રોપા ઉગાડો.
  • જમીનમાં પોષકતત્વોની સંતુલિત સ્થિતિ જાળવી રાખો.
  • વૃદ્ધિના સમયગાળા દરમિયાન જમીનમાં પાણીનો પર્યાપ્ત પુરવઠો જાળવવાની ખાતરી કરો.
  • લાંબા ચાસ અથવા જોડીમાં વાવણી કરવાની પદ્ધતિઓ અમલમાં મુકો.
  • અસરગ્રસ્ત પાકનો બચેલો અથવા લણણી પછીનો કચરો દૂર કરો અને બાળી નાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો