ઓલિવ

ઓલિવના પાંદડાં પર ટપકાં

Venturia oleagina

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાની ઉપરની સપાટી પર ઘેરા રંગના, મેસ જેવા ટપકાં, જે ધીમેધીમે વિકાસ પામે છે.
  • દરેક ટપકાંની આસપાસ પીળા રંગની આભા.
  • પાનખર, દલીઓનોએ નાશ અને અંકુરનો નાશ થઇ શકે છે.

માં પણ મળી શકે છે

1 પાક
ઓલિવ

ઓલિવ

લક્ષણો

વસંતઋતુના અંતમાં, પાંદડાની ઉપરની સપાટી પર મેસ જેવા ટપકાં (સામાન્ય રીતે તે મોર ટપકાં તરીકે ઓળખાય છે) દેખાય છે. થડ અને ફળો પર પણ આ ટપકાં દેખાઈ શકે છે, પરંતુ સામાન્યરીતે તે પાંદડાની સપાટી પર જ દેખાય છે. પાંદડાઓની નીચલી સપાટી પર કોઈ દેખીતા લક્ષણો હોતા નથી. ઋતુમાં પાછળથી ઘેરા ટપકાં વધુ વિકાસ કરે છે, અને પાંદડાના મોટા ભાગને (0.25 અને 1.27 સે.મી. વ્યાસ) આવરી લે છે. પીળા રંગની આભા આ ટપકાંમાં એકરૂપ થઇ સમગ્ર પાંદડાને આવરી લે છે. પાંદડાં ખરી પડે છે અને ગંભીર કિસ્સાઓમાં ડાળીનો નાશ થાય છે. મોરનો પણ નાશ થઇ શકે છે અને પરિણામે પાકના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

પાનખરમાં ફળોની લણણી કરી લીધા પછી અને પછી ફરીથી શિયાળામાં જો વાતાવરણ ખુબ જ ભેજ વાળું હોય તો વૃક્ષના પાંદડાં પર બોર્ડેક્સ મિશ્રણ જેવા કાર્બનિક કોપર સંયોજનો નો છંટકાવ કરવો જોઈએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. પાનખરમાં ફળોની લણણી કરી લીધા પછી અને પછી ફરીથી શિયાળામાં જો વાતાવરણ ખુબ જ ભેજ વાળું હોય તો વૃક્ષના પાંદડાં પર કોપર આધારિત સંયોજનો (દા.ત. કોપર હાઈડ્રોક્સાઇડ, કોપર ઓક્સિક્લોરાઇડ, ટ્રાયબેસિક કોપર સલ્ફેટ અને કોપર ઓક્સાઇડ) નો છંટકાવ કરવો જોઈએ.

તે શાના કારણે થયું?

ફુસિકલેડિયમ ઓલેજિનમ ફૂગના કારણે આ લક્ષણો નિર્માણ થાય છે, જે ઝાડના નીચેના ભાગમાં અથવા ઓછા સૂર્યપ્રકાશ વાળા ખુબ જ ગીચ ઘટા ધરાવતા વૃક્ષમાં ટકી રહે છે. તેને અંકુરિત થવા માટે ઓછું તાપમાન અને પાંદડા પર વધુ ભેજની જરૂર પડે છે અને તેથી સામાન્ય રીતે પાનખર, શિયાળા અને વસંતમાં વરસાદના સમયગાળા દરમિયાન ચેપ લાગે છે. રોગના ફેલાવા માટે ધુમ્મસ, ઝાકળ અને ભેજનું વધુ પ્રમાણ રોગના ફેલાવા માટેના મહત્વપૂર્ણ પરિબળો છે. તેનાથી વિપરીત, ઉનાળામાં ગરમ ​​અને સૂકા હવામાન દરમિયાન ફૂગનો વિકાસ અટકે છે અને આખરે તે નિષ્ક્રિય બની શકે છે. ટપકાંના રંગમાં ફેરફાર દ્વારા, સફેદ કે રાખોડી, જાણી શકાય છે. જુના પાંદડાં કરતા કુમળા પાંદડા ચેપ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. 14-24 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અનુકૂળ રહે છે, તેમ છતાં 2-27 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે તેનો ચેપ ચાલુ રહે છે. જમીનમાં પોષકતત્વોનો અભાવ અથવા અસંતુલન પણ વૃક્ષોની સંવેદનશીલતા વધારી શકે છે. ઉદાહરણ તરીકે, વિપુલ માત્રામાં નાઇટ્રોજન અને કેલ્શિયમની ઉણપ વૃક્ષોના સંરક્ષણને નબળું પાડે છે.


નિવારક પગલાં

  • રોગના લક્ષણો જોવા માટે નિયમિતપણે ખેતરની કાળજી રાખો.
  • વધુ પડતું નાઇટ્રોજનયુક્ત ખાતર અને કેલ્શિયમની ઉણપ ન થાય તેનું ધ્યાન રાખો.
  • જો તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો પ્રતિકારક્ષમ અથવા સક્ષમ જાતો પસંદ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો