દ્રાક્ષ

બોટ્રીઓસફેરિયા થી નાશ

Botryosphaeriaceae

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • જે થડની છાલમાં ખેતરમાં કામ દરમિયાન ઘા થયા હોય તેમાં ઉધઈ અથવા રેખાઓનો વિકાસ થાય છે.
  • થડનો આડો છેદ લેતાં તેમાં ઘેરા બદામી રંગનું, ઘોચ જેવા આકારનું જખમ દેખાય કે જે લાકડાના કેન્દ્ર સુધી પહોંચેલ હોય છે.
  • અંકુર, પાંદડાં અને કળીઓ પણ અસર પામી શકે છે.

માં પણ મળી શકે છે

6 પાક
બદામ
સફરજન
દ્રાક્ષ
જામફળ
વધુ

દ્રાક્ષ

લક્ષણો

આ મુખ્યત્વે લાકડાનો રોગ છે કે જે થડમાં ઉધઈ અને નાશ પામવાના લક્ષણોમાં પરિણમે છે. જે થડની છાલમાં ખેતરમાં કામ દરમિયાન ઘા થયા હોય તેમાં ઉધઈ અથવા રેખાઓનો વિકાસ થાય છે, ઉદાહરણ તરીકે નકામા પાંદડા, ડાળીની છાંટણી કરવાથી. થડનો આડો છેદ લેતાં તેમાં ઘેરા બદામી રંગનું, ઘોચ જેવા આકારનું જખમ દેખાય કે જે લાકડાના કેન્દ્ર સુધી પહોંચેલ હોય છે. અંકુરનો વિકાસ અટકેલો દેખાય છે અને તે પણ આના દ્વારા અસર પામી શકે છે. આંતરિક પેશીઓના સુકાવાથી, કળીઓનો વિકાસ મોડો થાય છે અથવા બંધ થાય છે. કલમની નિષ્ફળતા પણ આ રોગની લાક્ષણિકતા છે. હંમેશા આ બધા લક્ષણો સાથે નિર્માણ થતા નથી હોતા અને કેટલીક જાતોમાં, પાંદડાં પર કોઈ જ લક્ષણો દેખાતાં નથી. એકંદરે, રોગથી સંવર્ધિત છોડની ઉત્પાદકતા અને આયુષ્ય ઘટે છે, ઉપજ ઓછી આવે છે અને ઉત્પાદન ખર્ચ વધે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ચોક્કસ માત્રામાં ટ્રાઇકોડર્મા ફૂગની જાતોની રચના(દાખલા તરીકે ટી સ્પેરેલમ અને ટી ગેમસીનું મિશ્રણ) નો ઉપયોગ કરીને જૈવનિયંત્રણ કરી શકાય છે. આ ચેપ લગતા પહેલાં કાપણીથી થયેલ ઘા, થડના આધારનો છેડો અને કલમ ને રક્ષણ આપવામાં મદદ કરે છે. વધારાના પાંદડા, ડાળી કાપ્યા બાદના ઘા ના રક્ષણ માટે સંખ્યાબંધ જૈવિક ઉત્પાદનો ઉપલબ્ધ છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ટબુકોનેઝોલ, સાયપ્રોકોનેઝોલ, ફાલયીલેઝોલ ધરાવતા ફુગનાશક, રંગ, મલમને કાપણી પછી શક્ય તેટલી વહેલી તકે મોટા કાપા પર લાગુ કરી શકાય છે. ફ્લુડીઓકસોનીલ, ફ્લાયેઝીનમ, ફ્લ્યૂસીલેઝોલ, પેંકોનેઝોલ, ઇપ્રોડિયોન, માયકલોબ્યુટેનીલ અને પાયરેકલોસ્ટ્રોબીન નો અન્ય ફુગનાશકો તરીકે સમાવેશ થાય છે.

તે શાના કારણે થયું?

બોટ્રીઓસફેરિયાસી પ્રજાતિની ફૂગજન્ય જીવાણુના કારણે રોગના લક્ષણો નિર્માણ થાય છે. તે યજમાનોની વિશાળ શ્રેણીને સંક્રમિત કરી શકે છે પરંતુ મોટા ભાગે સામાન્ય લાકડાંના છોડ સાથે સંકળાયેલા છે. આ ફૂગ ઠંડી દરમ્યાન વેલા અથવા વૃક્ષોની છાલ પર ટકી રહે છે અને વસંત દરમ્યાન રોગના બીજ ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. રોગના બીજકણો પવન અને વરસાદના છાંટા મારફતે અન્ય વેલા પર ફેલાય છે. તેઓ તાજા ઘા જેમ કે કુદરતી તિરાડો, કાપણીથી નિર્માણ થયેલ ઘા અથવા કાપા દ્વારા છોડની પેશીઓમાં પ્રવેશ કરે છે અને ત્યાં તેઓ 5 ° સે ઉપરના તાપમાને અંકુરીત થાય છે. નિષ્ક્રિય સમયગાળાની શરૂઆતમાં કાપણી દ્વારા નિર્માણ થયેલ ઘા વેલાને રોગ પ્રત્યે વધારે સંવેદનશીલ બનાવે છે. તેઓ ધીમે ધીમે થડની પેશીઓ પર આક્રમણ કરે છે અને મૂળ સુધી તેમનો માર્ગ બનાવે છે. આનાથી ઉધઈ, લાકડાનું સુકાવું અને થડના નાશ માં પરિણમે છે. કોર્ક ઓક, પોપલર, સરૂ અને વિદ્યાના ઝાડનો વૈલ્કપિક યજમાન તરીકે સમાવેશ થાય છે.


નિવારક પગલાં

  • ઓછી સંવેદનશીલ જાતો ઉગાડો.
  • બગીચામાંથી છોડના અવશેષો અને નાશ પામેલ લાકડાં દૂર કરી સ્વરછ રાખો.
  • ભેજવાળા હવામાન દરમિયાન ઝાડની છાંટણી ન કરો અને જખમોની સંખ્યા ઘટાડો.
  • ચેપગ્રસ્ત લાકડાની નોંધ કરો અને શાખાઓ અથવા સમગ્ર વેલાને દૂર કરો.
  • રોગના બીજકણો નું ઉત્પાદન ટાળવા માટે, નિષ્ક્રિય સમયગાળા પછી વૃક્ષ, રોપા, વેલીનાં નકામાં ડાંખળાં, પાન, વગેરેની છટણી કરવી.
  • વધુ પડતી સિંચાઈ લક્ષણોની ગંભીરતા ઘટાડવા મદદ કરી શકે છે પરંતુ ઉપરથી પડતાં પાણીની સિંચાઈ ટાળો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો