કઠોળ

કઠોળની ડાળ પરની રાખોડી ફૂગ

Macrophomina phaseolina

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • કરમાવું, પાંદડાનું નમી પડવું અને પાંદડા પીળા પડવા (પાંદડાની પેશીમાં ક્લોરોફિલનું નિર્માણ અટકવું).
  • ડાળીનો રંગ સૂકા ઘાસ જેવો થવો.
  • મુખ્ય મૂળમાં સડો, કાળો રંગ દેખાય, છાલમાં ફોતરી અને બહાર તથા અંદરથી થોડી ફુગાયેલ હોવું.


કઠોળ

લક્ષણો

સામાન્ય રીતે આ રોગ ના લક્ષણો, છોડ પર ફૂલ આવ્યા બાદના તબક્કામાં જોવા મળે છે. તે શરૂઆતમાં છોડના ફકત ઉપરના ભાગ સુધી જ મર્યાદિત રહે છે અને પછી પાંદડા લટકી પડે છે તથા પાંદડાંની દાંડી અને પાંદડાની કોશિકા પીળી પડી જાય છે. નીચલા પાંદડા અને છોડની અસરગ્રસ્ત ડાળી સુકાઈ ગયેલા ઘાસ જેવા કે કથ્થાઈ રંગની બને છે. મુખ્ય મૂળ કાળુ પડે છે અને સડો પાડવાના લક્ષણો દેખાય છે, માધ્યમ કક્ષાના, છેડાના અને મૂળતંતુ હોતા નથી. મૃત પેશીના કારણે મૂળ તદ્દન બરડ બને છે અને છાલની ફોતરી ઉખાડી જાય છે. જ્યારે છોડને મુળ સાથે ઉખાડવાનો પ્રયાસ કરો, ત્યારે તે સરળતાથી તૂટી જાય છે અને સામાન્યતઃ મૂળનો નીચેનો ભાગ જમીનમાં જ રહે છે. ડાળી પરની ગાંઠના સમાંતર છેદમાં અંદરની બાજુએ અને અંદરની પેશીઓમાં ઘેરી કાળી ફૂગ જોવા મળે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ટ્રાઇકોડર્મા વિરિડી, સ્યુડોમોનાસ ફ્લોરેસેંસ અને બેસિલસ સબટાઇલિસ જેવા જૈવનિયંત્રણ એજન્ટથી બીજને સારવાર આપવાથી રોગ નિવારવામાં ફાયદાકારક રહે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. થિઓફેનેટ મિથાઈલ અને વીતાવેક્સથી બીજ માટેની ફૂગનાશક સારવાર અસરમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. કેપ્ટન, થીરમ કે બૅનલેટ થી બીજને સારવાર આપવાથી પણ રોગને ઘટાડી શકાય છે (સામાન્ય 3 ગ્રા/કિલો બીજ).

તે શાના કારણે થયું?

તે માટીમાં જન્મેલ ફૂગના રેશા કે મેક્રોફોમીના ફાસિયોલી (Macrophomina phaseolina) નામની ફૂગના બીજકણ દ્વારા માટીમાં નિર્માણ થતો રોગ છે. જયારે આસપાસનું તાપમાન 25-30 ° સે વચ્ચે હોય, ત્યારે લક્ષણો અચાનક દેખાય છે. ત્યાં સુધીમાં, ફૂગનો ચેપ છોડના સારા એવા ભાગમાં લાગી ગયો હોય છે અને ધીમે ધીમે તે છોડને નુકસાન પહોંચાડે છે. તાપમાન વધવા અને વારંવાર ભેજ સાથે, સામાન્ય ઉષ્ણકટિબંધીય ભેજવાળા વિસ્તારોમાં, એમ. ફાસિયોલીના વધુ તીવ્ર બને છે. દિવસ દરમ્યાન 30 ° સે નું ઊંચું તાપમાન અને ફૂલ તથા સીંગના તબક્કામાં સૂકી જમીનની સ્થિતિ રોગની ગંભીરતામાં ઝડપથી વધારો કરે છે. કેટલાક કિસ્સાઓમાં જમીનમાં રહેતું ફુગનું માળખું, ક્લેરોસિયા, 6 વર્ષ સુધી જમીનમાં ટકી શકે છે.


નિવારક પગલાં

  • વહેલી પાકતી જાતો વાવો જેથી પરિપક્વતા દરમિયાન ઊંચા તાપમાનને ટાળી શકાય, આનાથી ચેપ અટકે છે.
  • રોગના લક્ષણો જાણવા માટે ખેતરનું નિયમિતપણે નિરીક્ષણ કરો.
  • 3-વર્ષે પાકના આવર્તનથી મોટા પ્રમાણમાં જમીનમાં ઠંડી દરમ્યાન ટકી રહેતા ફૂગના માળખાંને ઘટાડી શકાય છે.
  • પાકના કચરાને દૂર કરવા માટે ઊંડે સુધી હળ ચાલાવો અને તેનો નાશ કરો.
  • વાવણી થી અંકુરણ સુધી માટીમાં ભેજનું યોગ્ય પ્રમાણ જાળવી રાખો, પરંતુ વધુ પડતું પાણી આપવું નહિ.
  • રોગની અસર ઘટાડવા વધુ પડતું ખાતર આપવાનું ટાળો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો