ખાટાં ફળો

મેલાનોઝ

Diaporthe citri

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • સંક્રમણના એક અઠવાડિયા પછી પાંદડાની ઉપર, નાના, છૂટા છૂટા, કથ્થઇ રંગના ટપકા જોવા મળે છે.
  • પાંદડા પર ચેપ લાગ્યા બાદ, તેની ઉપર ઘેરા રંગની ફોલ્લીઓ જોવા મળે છે, અને તેની ફરતે પીળા રંગના પાંદડાના કોષો અથવા પીળા રંગની આભા હોય છે.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

ફળના પરિપક્વતાના અંતિમ તબક્કાએ, તેના પર લાલાશ પડતા કથ્થઈ અથવા ઘેરા કથ્થઈ રંગના રજકણો (કદમાં 0.2 - 1.5 મીમી) તરીકે મેલેનોઝના લક્ષણો જોવા મળે છે. ત્વચા પર આવેલ તૈલી ગ્રંથિઓની આસપાસ રજકણોની રચના થાય છે. ચેપની પ્રક્રિયામાં ગુમડા જેવા કોષો અને તિરાડ પડવી ઘણું જ સામાન્ય છે. ફળનો વિકાસ અટકી જાય છે અને ખરી પડે છે. બીજા રોગ દ્વારા નિર્માણ થતાં ટપકાંથી વિરુદ્ધ, મેલેનોસઝ દ્વારા નિર્માણ થતાં ટપકાને જયારે અડકવામાં આવે ત્યારે કાચ પેપર જેવો અનુભવ થાય છે. સંપૂર્ણ રીતે પરિપક્વ બનેલા ફળ પર રોગ પેદા કરતા જીવાણુના કારણે ફળમાં સડો નિર્માણ થાય છે, જેની શરૂઆત લાક્ષણિક રીતે દાંડી પરથી થાય છે અને ફળ વહેલા ખરી પડે છે. પાંદડા પર જોવા મળતાં લક્ષણો તરીકે, નાના, કથ્થાઈ રંગના છૂટા છૂટા ટપકા દેખાય છે, જે સમયાંતરે લાલાશ પડતા કથ્થાઈ રંગના ગુંદર સાથે ઉપસેલી ફોલ્લીઓ તરીકે વિકાસ પામે છે. ઘણી વખત તેની ફરતે પીળા રંગની આભા હોય છે, જે સમયાંતરે નાની, કડક ફોલ્લીઓનું નિર્માણ કરે છે. સંગ્રહ દરમિયાન દાંડીના અંતભાગમાં સડો નિર્માણ થઈ શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ડી. સીટ્રી ની સારવાર કરવા માટે જૈવિક કોપર સંયોજનો ધરાવતાં છંટકાવનો ઉપયોગ કરવો. પહેલી સારવાર પાંખડીના પતનની શરૂઆત થતાં કરવી જોઈએ, અને ત્યાર બાદ 6-8 અઠવાડિયા પછી બીજી વખત સારવાર કરવી જોઈએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ લેવાનું ધ્યાનમાં રાખો. વસંત ઋતુ દરમિયાન પાયરેક્લોસ્ટ્રોબીનની સારવાર ફાળો પર વિકાસ પામતા મેલેનોઝ સામે અસરકારક સાબિત થયેલ છે. મેન્કોઝેબ અને ફેનબ્યુકોનેઝોલ પર આધારિત ઉત્પાદનોની પણ ભલામણ કરવામાં આવે છે. સ્ટ્રોબીલ્યુરિન ફુગનાશકથી પણ સંતોષકારક પરિણામો મળ્યા છે અને તે પણ લાગુ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

મેલેનોઝ એક વિઘટન પામતું સજીવ છે, કે જે મૃત ડાળીઓ પર તેનું જીવન ચક્ર પૂરું કરે છે. રોગની ગંભીરતાનો આધાર નાશ પામેલા લાકડા પર થયેલ ફૂગનો વિકાસ અને વરસાદ અથવા ઉપરથી પડતાં પાણીની સિંચાઈના કારણે નિર્માણ થતા સતત ભીનાશવાળા સમયગાળા દ્વારા નક્કી થાય છે. ચેપ નિર્માણ થવા માટે 18-24 કલાક સુધીની ભીનાશ અને 20-24 ° સે વચ્ચેનું તાપમાન જરૂરી છે. જ્યારે ઝાડ પર, જમીન પર અથવા વાડીમાં કરવામાં આવતા ઢગલામાં વિપુલ પ્રમાણમાં નાશ પામેલ લાકડું હોય ત્યારે, રોગના જીવાણુ સમસ્યાનું કારણ બને છે.


નિવારક પગલાં

  • ઝાડની નાશ પામેલ સામગ્રીને વાડીમાંથી નિયમિત રીતે દૂર કરો.
  • વર્ષમાં 1-2 વાર ઝાડના નુકસાનગ્રસ્ત અથવા નાશ પામતા ભાગોને કાપીને દૂર કરવા.
  • રોગ પેદા કરતાં જીવાણુઓ સામે શારીરિક પ્રતિકાર ક્ષમતા સુધારવા માટે સંતુલિત ખાતર પૂરું પાડવાની ખાતરી કરો.
  • રોગના લક્ષણો જોવા માટે નિયમિતપણે નિરીક્ષણ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો