ખાટાં ફળો

સાઈટ્ર્સમાં એન્થ્રાકોનોઝ

Colletotrichum gloeosporioides

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર આછા રંગનાં ડાઘ.
  • ડાઘનું કેન્દ્ર ભૂખરાં રંગનું બને છે.
  • ફળ પર નાનાં કડક, સૂકાં, છીકણીથી કાળા રંગનાં ડાઘ..

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

પાંદડા પર ઓછાવત્તા પ્રમાણમાં ગોળાકાર ડાઘ જોવા મળે છે જેની કિનારીઓ જાંબલી રંગની હોય છે. આ ડાઘનું કેન્દ્ર ભૂખરાં રંગનું બને છે અને ચેપ લાગ્યા પછીના તબક્કામાં તેમાં સૂક્ષ્મ કાળા ડાઘ જોવા મળે છે. કીટ કે અન્ય કુદરતી પરિબળો દ્વારા પેશીઓને થયેલ નુકસાન પર એન્થ્રાકોનોઝ ફૂગ લાગવાનો ભય રહે છે. પહેલા અન્ય પરિબળો જેમ કે સૂર્યની ગરમી, કેમિકલ બર્ન(રસાયણિક બળિયા), કીટથી થયેલ નુકસાન, ઘર્ષણથી છોડને થયેલ નુકસાન, અથવા બિન-અનુકૂળ પરિસ્થિતિઓમાં સંગ્રહ કરવાથી નુકસાન પામેલ ફળને એન્થ્રાકોનોઝ ફૂગ લાગવાનો ભય રહે છે. ફળ પર સૂકા અને કડક ડાઘ જોવા મળે છે, જે છીકણીથી કાળા રંગનાં હોય છે અને ૧.૫ મીમી કે તેથી થોડો વધારે વ્યાસ ધરાવે છે. ડાઘ પર ઉત્પન્ન થતાં બીજકણનો રંગ સામાન્ય રીતે છીકણીથી કાળા રંગનો હોય છે, પરંતુ ભેજવાળા વાતાવરણમાં તે ગુલાબી કે સાલ્મન જેવા રંગમાં ફેરવાઈ શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

Bacillus subtilis કે Bacillus myloliquefaciens પર આધારિત જૈવિક ફૂગનાશકો ને યોગ્ય વાતાવરણમાં છાંટવામાં આવે તો સારી અસર કરે છે. બીજ અને ફળ પર ગરમ પાણી (૪૮°C માં ૨૦ મિનીટ સુધી) ઉપચાર કરવાથી વધેલ ફૂગના ચેપગ્રસ્ત અવશેષોનો નાશ થાય છે અને ખેતરમાં તથા ફળનાં પરિવહન દરમિયાન ચેપ લાગતો અટકાવે છે. કોપર સલ્ફેટ ધરાવતાં ફૂગનાશકોનો છંટકાવ અને બીજ ઉપચારમાં ઉપયોગ કરવાથી ચેપ લાગવાનો ભય ઘટાડી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. Azoxystrobin કે chlorothalonil ધરાવતા ફૂગનાશકોને નિયમિતપણે છાંટવાથી ચેપ લાગવાનો ભય ઓછો રહે છે. આ જ તત્વોથી બીજ ઉપચાર કરવો પર લાભદાયી બની શકે છે. આખરે, વિદેશમાં મોકલાતાં ફળો પર લણણી પછી વપરાતાં ફૂગનાશકો અને ખાદ્ય મીણ લગાવવાથી આ ચેપ લાગતો અટકાવી શકાય છે.

તે શાના કારણે થયું?

એન્થ્રાકોનોઝ કેનોપીમાં મૃત લાકડા પર ઉદ્ભવે છે અને વરસાદ, ભારે ઝાકળ તથા ફુવારા સિંચાઈ પદ્ધતિથી નજીકના અંતરે ફેલાય છે. આ રીતે તે યુવાન પાંદડા અને ફળોના સવેદનશીલ ભાગોમાં પહોંચે છે અને વિકાસ પામે છે, જેથી તેના લક્ષણો દેખાવાની શરૂઆત થાય છે. બીજકણોની નવી પેઢી પાંદડા અને ફળ પર ઉદ્ભવતા ડાઘ અને ફોલ્લીઓમાંનાં જાતીય માળખાંમાં વિકાસ પામે છે. આ બીજકણો હવાજન્ય બની શકે છે અને ત્યારબાદ દૂરનાં અંતરે પણ આ રોગનો ફેલાવો કરી શકે છે. એકવાર બીજકણો અંકુરિત થાય પછી તેઓ આરામદાયક માળખું બનાવી નિષ્ક્રિય બને છે, અને કોઈ ઈજા થાય કે ફળને ચૂંટી લેવામાં ન આવે ત્યાં સુધી આ જ અવસ્થામાં રહે છે. ખૂબ ઊંચા પ્રમાણમાં ભેજવાળું અને ૨૫-૨૮°C વચ્ચેનું તાપમાન આ ફૂગની વૃદ્ધિ માટે આદર્શ ગણાય છે, પરંતુ સામાન્ય રીતે ૨૦-૩૦°C ના તાપમાનમાં ચેપ લાગવાનો ભય વધુ રહે છે.


નિવારક પગલાં

  • ઓછો વરસાદ ધરાવતી જગ્યાઓ પસંદ કરો.
  • તંદુરસ્ત બીજનો ઉપયોગ કરો અને રોગ પ્રતિકારક જાતો વાવો.
  • બે છોડ વચ્ચે પૂરતી જગ્યા રાખો.
  • ખેતરમાં અને આસપાસ કોફી જેવા બિન-યજમાન પાકો વાવો.
  • હવાની અવરજવર જળવાય તે માટે દર વર્ષે ઝાડનાં વધારે પડતા ભાગને કાપો.
  • ખેતરમાં ખરી ગયેલ પાંદડા કે ફળને વીણીને દૂર કરો.
  • ખેતરમાંથી નીંદણને દૂર કરો.
  • ખેતરમાંથી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરો.
  • વધુ ખરાબ લક્ષણોને ટાળવા માટે વહેલાં લણણી કરી દો.
  • હવાની સારી અવરજવર ધરાવતાં વાતાવરણમાં ફળોનો સંગ્રહ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો