કાબુલી ચણા અને દાળ

કાબુલી ચણામાં કાટ જેવું દ્રવ્ય

Uromyces ciceris-arietini

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • કથ્થાઈ રંગના, ગોળ અને પાવડર વાળા ફોલ્લા.
  • ફોલ્લા પાંદડાની બંને બાજુઓ પર જોઈ શકાય છે.

માં પણ મળી શકે છે


કાબુલી ચણા અને દાળ

લક્ષણો

શરૂઆતમાં, કથ્થાઈ રંગના, ગોળ અને પાવડર વાળા ફોલ્લા પાંદડાની બંને બાજુઓ પર જોઈ શકાય છે. જેમ જેમ રોગ ફેલાય છે, આ ટપકાં શીંગો અને સાંઠા પર પણ જોઈ શકાય છે. અસરગ્રસ્ત છોડ ઈંટ જેવા લાલ રંગના દેખાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

માફ કરશો, અમને યુરોમાયસીસ સિસેરી-એરીયેટી સામે કોઇ વૈકલ્પિક અસરકારક સારવાર ખબર નથી. આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે તે વિષે તમે કંઈપણ જાણો છો તો કૃપા કરી અમારો સંપર્ક કરો. તમારી પાસેથી કંઈક સાંભળવા માટે આતુર છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ફુગનાશકથી નિયંત્રણને ઓછી સફળતા મળી છે. કાબુલી ચણામાં કાટ જેવો દેખાવ નિર્માણ કરતો રોગ ઘણો સામાન્ય છે અને તેના માટે મોટા ભાગના કિસ્સાઓમાં નિયંત્રણ માટે ગંભીર પગલાં જરૂરી હોતાં નથી.

તે શાના કારણે થયું?

યુરોમાયસીસ સિસેરી-એરીયેટીની ફૂગના કારણે લક્ષણો નિર્માણ થાય છે. ઠંડી અને ભેજવાળી હવામાનની પરિસ્થિતિઓ કાબુલી ચણા પર કાટ માટે સાનુકૂળ રહે છે. આ કાટનાં વિકાસ માટે વરસાદ જરૂરી નથી. રોગ મુખ્યત્વે ફૂલના તબક્કા પછી, વિકાસના પાછળના તબક્કે જોવા મળે છે.


નિવારક પગલાં

  • ખેતરની કુદરતી પરિસ્થિતિ હેઠળ પ્રતિકાર દર્શાવેલ છે તેવી NRC34, NEC249, JM583, JM2649, HPC63, HPC136 અને HPC147 પ્રતિરોધક જાતોની વાવણી કરો.
  • રોગનો વધુ ફેલાવો ટાળવા માટે, શરૂઆતમાં વહેલા વાવણી કરો.
  • તમારા ખેતરનું નિયમિતપણે નિરીક્ષણ કરો.
  • છોડના અસરગ્રસ્ત ભાગો અને પાકના અવશેષોને દૂર કરો.
  • મોડેથી સિંચાઈ કરવાનું ટાળો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો